Himali Oza

Drama

4.9  

Himali Oza

Drama

મમ્મીનું મ્યુઝીકલ કિચન

મમ્મીનું મ્યુઝીકલ કિચન

5 mins
824બસ હવે બહુ થયું આ રોજ રોજ ની કચ કચ માંથી હવે મારે છૂટવું છે . આસ્થા એ પૂછ્યું અરે પણ એવું તે શું થયું અનેરી કંઈક તો કહે .....

 અરે એ જ રોજ ની કચ કચ મલ્હાર સમજતો જ નથી કે લગન થઈ ગયા એટલે બસ પૂરું ? 

  જ્યા સુધી પ્રેમી પંખીડા હતા ત્યા સુધી ડાહી ડાહી વાતો કરી કે લગ્ન પછી તું તારી રીતે જીવી શકીશ . નોકરી કરવી હોય તો કરજે ને ના કરવી હોય તો કઈ નહીં . શરુઆત મા સરસ ચાલ્યું રોજ ઘરે જલ્દી આવે ફ્રેશ થઈ ને બાહર જઈએ કોઈક વાર જમી ને આવીયે નહીં તો હું ઘરે આવી.ગરમાગરમ રસોઈ બનાવું ને બંને જમીએ . પણ પછી ધીરે ધીરે સમયની સાથે જેમ ચ્વિઁગમ ચવાયા પછી સ્વાદ રહેતો નથી એમ લગન ના થોડા સમય પછી શરુઆત નો પ્રેમ બાષ્પીભવન થઈ જાય છે.

 આસ્થા : અરે પણ અનેરી શાંતિથી બેસી ને પણ સૉલ્યૂશન લાવી શકાય ને ...


 અનેરી : ના હવે બસ શાંતિથી કઈ જ થાય એમ નથી પાણી માથા ઉપર થી વહેવા માંડ્યું છે .ક્યાંતો આપાર ક્યાંતો પેલે પાર ....

 આસ્થા : લગ્ન ના 23 વર્ષ થઈ ગયા પછી આ બધુ કેમ હવે તો તારી દીકરી પણ પરણવાની ઉંમર ની થઈ એ સમયે છુટ્ટા પડશો તો સમાજ શું કહેશે ? 

  

 અનેરી : સમાજ હાહા હાહા હાહા જાણે કે સમાજ ની હાંસી ઉડાવતી હોય એમ બિલકુલ બેફિકરાઇ થી બોલી મને હવે કોઈ ની નથી પડી જેને જે કહેવું હોય એ કહે પણ હવે હું સાથે રહી શકું એમ નથી . 

  

 આસ્થા : આમ તો અનેરી તું સાચું જ વિચારતી હોઈશ પણ તારી મિત્ર હોવાને નાતે એક સવાલ પૂછવો છે બોલ પૂછું ???? 


 અનેરી : તારી ને મારી વચ્ચે કઈ છૂપું નથી પૂછ જે પૂછવું હોય તે ....


 આસ્થા : આટલા વર્ષો ના સહવાસ પછી એવું તે શું થયું કે તું આ નિર્ણય પર આવી ? 


 અનેરી : સ્ત્રી તરીકે મારુ સ્થાન ઘરમા શું છે એ જ નથી સમજાતું। ચાવી વાળું રમકડું જેટલું કામ હોય એટલી ચાવી ભરવાની પછી કામ પતે પછી કોઈ પૂછતું યે નથી કે કોઈ બે ઘડી બેસી ને વાત પણ નથી કરતું, બધા પોતપોતાના કામ મા ખૂંપ્યા રહે મારી કોઈ ને દરકાર નથી મેં બધા માટે થઈ ને કોઈ પ્રવ્રુતિ હાથ પર ના લીધી મને મારું ઘર વહાલપ થી ભરવું હતું .મારા બાળકો નું પ્રેમ થી સિંચન

 કરવું હતું .માટે મેં મારું સમગ્ર અસ્તિત્વ એમા ઓગાળી દીધું પણ મારી ઘર મા કોઈ જ કદર નથી .નાનીનાની વાત મા બધા મને ઉતારી પાડે ને જાણે હું અભણ હૌ એમ તને નહીં સમજાય તું રહેવા દે તું તારું રસોડું સંભાળ .....


 આસ્થા : ઓહ એમ વાત છે . ચલ મને એક વાત નો જવાબ આપ તને કયું કામ કરે તો આનંદ આવે ?  


  અનેરી : તને યાદ છે આપણે અલગ અલગ કોમ્પિટિશન મા ભાગ લેતા હતા ને હું કાયમ સંગીત અને રસોઈ ની કોમ્પિટિશન મા ભાગ લેતી અને બંને મા પ્રથમ આવતી .. ને પછી મેં નવી રેસીપી બનાવાની શરૂ કરી ને ફેમસ થઈ ગઈ .એક વાર મેં છોલે કૂલ્ચા બનાવ્યા ને ક્લાસ મા ટેસ્ટ કરાવ્યા ને એમા તો મલ્હાર મારી પાછળ લટ્ટૂ થયો .કેવા હતા એ દિવસો અને હું જ્યારે પણ રસોઈ બનાવતી ત્યારે મરા ગમતા ગીતો ગાતી એટલે રસોઈમા મીઠાશ ભળતી . પણ લગ્ન ના થોડા વર્ષો મા હું એવી બીઝી થઈ ગઈ કે ગણગણવાનું જ ભૂલી ગઈ ને સવારથી રાત સુધી ઘાંચી ના બળદ ની જેમ કામ મા ગળાડૂબ રહી . સવારના નાસ્તા થી લઈ ને રાત ના ડિનર સુધી કોઈ ને અગવડ ના પડે તેમ .તોયે કોઈ જ પ્રકાર નું સન્માન નહીં આ વાત મને હવે બહુ કોરી ખાય છે એટલે હવે બસ ....


  આસ્થા : અરે આવી બાબત મા તારે છૂટા થવું છે ?સાવ એવી ને એવી જ રહી નાની બાળક જેવી .ચલ હું તને તારા સંસાર મા ખુશહાલી લાવવાનો અને તને જિંદગી જીવવા નો નવો મંત્ર આપું . તું તારા શોખ થઈ જે પહેલા કરતી હતી તે હવે કર કોઈ વખાણે કે નહીં તું તારું કાર્ય ચાલુ રાખજે . અને જો હું એક વેબસાઈટ બનાવું છું તારી વાનગીઓ નું માર્કેટિંગ કરવા તારું નામ હમણા નહીં લખીયે.માત્ર એક સરસ નામ વિચારી રાખ કે લોકો નામ વાંચી ને ટેસ્ટ કરવા મજબૂર થઈ જાય . સંગીત સાથે રસોઈ ની સાધના કરવી પડશે તો જ એ મીઠાશ પાછી આવશે બોલ છે મંજૂર ? તો તારો મલ્હાર ને તારા બાળકો તું ખુશ રહીશ તો તને પાછા મળી જશે એક મિત્ર નું પ્રૉમિસ છે . હું તને આમ દુ:ખી નહીં જોઈ શકું . તુ હસતી રમતી જ સારી લાગે. વિચારી ને કહેજે.


 એકાદ દિવસ તો અનેરીએ વિચારવા મા કાઢ્યો પછી એને થયું કે કઈ ખોટું નથી આમેય હું આંખો દિવસ એકલી તો હૌ છું ને મારું ગમતું કામ કરીશ તો ખુશ પણ રહીશ . એણે તો વેબસાઈટ નું નામ પણ વિચારી લીધું ને હાથ મા ફોન લઈ ને આસ્થા ને જોડયો.


 હેલો આઈ એમ ફ્રોમ મમીઝ મ્યૂઝિકલ કિચન , ઇઝ ધેર એની ઓર્ડર?


આટલું બોલતા તો એની આંખ મા પાણી આવી ગયા .

સામેથી આસ્થા એ કહ્યું યેસ મારે આજે તો તારા હાથે બનાવેલું કઈ પણ ખાવું છે મારી અનેરી પાછી મળી ગઈ છે ....


અનેરી સ્વગત બોલતા જો આસ્થા તે મને સમયસર સાચવી ના લીધી હોત તો આજે ના થવાનું થઈ ગયું હોત .


 થોડા દિવસ પછી આસ્થા અને અનેરી બેઠા હતા ને વાતો કરતા હતા ત્યા મલ્હાર અચાનક ઑફીસ થી વહેલો આવી ગયો ને સીધો જ અનેરી પાસે જઈ ને એને વ્હાલથી વળગી પડ્યો . અનેરી પણ એકદમ અવાચક થઈ ગઈ કે અચાનક શું થયું ? થોડી વાર પછી મલ્હારે એને એટલું જ કહ્યું કે મને મારી પહેલાંની અનેરી આજે પાછી મળી ગઈ .. આ સાંભળી ને આસ્થા અને અનેરી બંને એક બીજા સામું જોઈ રહ્યા એટલામા દીકરો અનાવ્રુત અને દીકરી સ્રુષ્ટિ પણ આવી પહોંચ્યા અને બંને મમ્મી ને વળગી પડ્યા ને કહ્યું કે મમ્મી તારા હાથ મા તો જાદુ છે આજે અમે કૉલેજ મા લંચ પેક ઑર્ડર કર્યો હતો મમીઝ મ્યૂઝિકલ કિચનમાંથી પહેલો બાઈટ મુકતા જ નાનપણ મા તારા હાથથી બનાવેલી વાનગીનો સ્વાદ આવ્યો ને એ પછી અમારાથી તારી પાસે દોડીને આવ્યા વગર ચાલે તેમ ના હતું . વી ઓલ લવ યુ મમ્મી, વી મિસ યુ અ લોટ. અમારી ઓરિજિનલ પહેલા હતી એવી જ હસતી રમતી મમ્મી અમને પાછી મળી ગઈ .થૅંક્સ આસ્થાઆંટી તમે ના હોત તો અમે અમારી મમ્મી ને ખોઈ બેઠા હોત .. 

 અનેરી આસ્થા સામે જોઇ રહી બંને ની આંખો મા હરખ ના આંસુ હતા . ને મિત્રતા નું અભિમાન .


Rate this content
Log in

Similar gujarati story from Drama