Mohammed Talha sidat

Tragedy Inspirational Children

4.0  

Mohammed Talha sidat

Tragedy Inspirational Children

જીવનનું‌ સૌથી ભયાનક કેન્સર

જીવનનું‌ સૌથી ભયાનક કેન્સર

3 mins
232


મનુષ્યના જીવનનું સૌથી ભયાનક કેનસર:- મોબાઈલ. લખાણ થોડું લાંબુ છે પણ વાંચીને સમજવા જેવું છે.

ભારત દેશની હાલની યુવા પેઢી પોતાનું જીવન કઈ રીતે જીવી રહી છે. જો તમે માતા-પિતા છો તો આ તમારે સમજવા જેવી બાબત છે. ભારત દેશનું યુવાધન એક એવા ભયાનક અંધકારમાં જઈ રહ્યું છે. જેની આપણે કોઈ કલ્પના પણ કરી શકતા નથી. ભારત આજે વિકસીત દેશોની ગણતરીમાં પોતાનું સ્થાન બનાવી રહયો છે. પણ આવનાર સમયમાં પણ સાથે રહેશે ?

હું કોઈ પણ રાજકીય પક્ષનો મિત્ર કે દુશ્મન નથી. મારી આ વાતો અને મારો વિરોધ સંપૂર્ણ યુવા પેઢીને નથી પરંતુ દરેક માણસ બાબતે છે. હાલનું યુવાધન કેવી ભયંકર બિમારીમાં છે તે હવે તમને જણાવું.

આપણે શરૂઆત નાના બાળકોથી કરીએ.

નાના બાળકો કેટલા નિદોર્ષ અને માસૂમ હોય છે. એની જાણ આપ સૌને છે. પણ આજના સમયમાં નાના બાળકોની અદર માસૂમિયત અને એમની નિદોર્ષિતા બહુ ઓછી દેખાય આવે છે. આ સમસ્યાનું મુખ્ય કારણ છે સૌ નું વ્યસત જીવન, આજે દરેક માણસ એટલું બધું વ્યસત જીવન જીવે છે કે જેને પોતાના માટે પણ સમય નથી. પણ શું એનો અથૅ એ થાય છે કે આપણે આપણાં બાળકનાં માટે સમય ન આપવો જોઈએ ? આજનાં વ્યસત જીવનની ભાગદોડ આપણે સમજી શકીએ છીએ. પરંતુ આપણું બાળક ભવિષ્યનો ખજાનો છે. તો શું આપણે આપણાં ખજાનાને સાચવવાની જવાબદારી નથી ?

આજે દરેક માતા-પિતા પોતાના કામથી થાકીને ઘરે આવે છે ત્યારે આપણું બાળક આપણી સાથે સમય પસાર કરવા માંગતુ હોય છે. ત્યારે આપણે શું કરી રહ્યા છે કે આપણે પોતાના ખિસ્સામાંથી સ્માટૅફોન‌ કાઢીને બાળકના હાથમાં આપી દે છે. અથવા તો સાંજે આપણે નોકરી-ધંધાથી છૂટીને ઘરે પહોચીએ છીએ ત્યારે આપણું બાળક આપણી પાસે આવીને આપણા ખિસ્સામાં હાથ નાખતો હોય છે અને જો બાળક બોલી શકતું હોય તો બોલીને મોબાઈલ ફોનની માંગણી કરતું હોય છે. આજે બાળકને પોતાના મા-બાપ ઘરે આવ્યા એની ખુશી કરતાં બાળકને સ્માર્ટફોન મળ્યો એની ખુશી વધારે‌ હોય છે. અને અહીંથી જ શરૂઆત થાય છે "એક ઘઙપણથી ઘેરાયેલી યુવાનીની".

આજે દિવસે ને દિવસે બાળકો સ્માર્ટફોન નો વધુને વધુ ઊપયોગ કરતા હોય છે. પરંતુ બાળકને એ નથી ખબર કે તેઓ પોતે જ સ્માર્ટફોન છે. અને તેઓ સ્માર્ટફોન કરતા પણ વધારે કંઈક કરી શકે છે. આજે ગામડાની શેરીઓ તથા શહેરની શેરીઓમાં બાળકો રમતો રમતા દેખાતા નથી. કારણ કે આજે મોબાઈલ દરેક માણસને પોતાનું ગુલામ બનાવી રહયું છે. આજે ૧૦ માંથી ૯ જેટલા બાળકો પોતાના સ્માર્ટફોન સાથે જીવન જીવી રહયા છે. એક સમય‌ એવો હતો કે જયારે નાના બાળકને ઊંઘ આવતી હોય છે. ત્યારે બાળક એની માતાના ખોળાને ઝંખતું હોય છે. પહેલાના‌ સમયમાં બાળક પોતાની માતાને સાથે‌ લઈને‌ સૂતુ હોય‌ છે. જયારે આજે બાળક પોતાની માતાની જગ્યાએ સ્માર્ટફોન ને સાથે લઈને ‌સૂતુ હોય છે. એક સમયમાં ‌બાળકો પોતાના મિત્રો સાથે બગીચાઓમાં, મેદાનોમાં જાતજાતની‌ રમતો રમતા ‌હતા. જયારે આજે‌ બાળકો પોતાના ખાસ મિત્ર સ્માર્ટફોન સાથે રમી રહયા છે. એક સમયમાં ‌બાળકો‌ પોતાના વડીલો, તેમજ માતા-પિતા પાસેથી જાતજાતની પરીકથાઓ, સાહસિક વાર્તા જેવી ઘણી બધી વાર્તાઓ સાંભળીને સૂતા હતા. જયારે આજનું બાળક સ્માર્ટફોન ‌સાથે સમય પસાર કરીને ‌સૂએ‌ છે.

 ‌આજના સમયમાં બાળકોને જમાડવું હોય કે પછી સ્કૂલે જવા‌ માટે તૈયાર કરવા હોય તો ‌પણ‌ બાળકોના હાથમાં સ્માર્ટફોન આપવો પડે છે. આજે બાળક રડતું હોય તો તેને શાંત કરવા માટે પણ તેના‌ હાથમાં સ્માર્ટફોન આપવો પડે છે.

 "આજના બાળકને માબાપનાં મૂલ્ય કરતાં સ્માર્ટફોનનું મૂલ્ય વધારે લાગે છે. "

આપણા લેખકશ્રી દરેક માતા-પિતા ને તેમજ તમામ દેશવાસીઓને એક સવાલ પૂછે‌ છે કે

" આજનું બાળક સ્માર્ટફોનું વ્યસની માના‌ ગર્ભમાં થયું કે પછી દુનિયામાં ‌આવીને થયું. "

જવાબ આપણે પોતેજ છીએ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy