Shaimee Oza

Drama

2  

Shaimee Oza

Drama

જીવનનો ભાગ્યોદય

જીવનનો ભાગ્યોદય

6 mins
504


  જીંદગી ક્યારે તમને એવી હાલતમાં મુકી દે છે કે તમે પોતે ભરાઈ પડો છો, ત્યારે કંઈ સૂઝતું નથી કે શું સારું છે ને શું ખરાબ પણ તમે ભગવાન ના બતાવેલા રસ્તે તમે ચાલો છો અને કોઈ પણ પરિસ્થિતિ માં મોજ મજા થી જીવો છો, ત્યારે તમારી પ્રગતિ ની શરુઆત થાય છે, અને કુદરત તમારો મિત્ર બની જાય છે, પણ આ બહુ અઘરું કામ છે પણ આપણી ગુજરાતી માં એક કહેવત છે, કે "જેના કદમ અસ્થીર હોય તેને રસ્તો નથી જડતો અને અડગ મનના મુસાફર ને હિમાલય નથી નડતો".


      આ વાત છે, એવા જ અડગ મન અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી અને દુનિયાની નજરે જે સફળ વ્યક્તિ ના લિસ્ટ માં બંધ બેસે છે, તેવું જ એક ઝળહળતુ નામ છે, પ્રાંચિતા ભટ્ટ, આ નામ સાંભળતા ની સાથે લોકો ના દિલ એજ સફળ, દિલ ને ગમી જાય તેવો અવાજ, જેને જોઈ આંખો ઠરે તેવો સુંદર ચહેરો અને સુર્ય નું કિરણ પડતાં જેનો રંગ માં સોના સમી ચમક આવે જેને જોતાં દરેક સ્ત્રીને અદેખાઇ આવે અને આંખ અંજાય લાંબા, જાડા લિસ્સા સોનેરી વાળ, પ્રેમભર્યુ સ્મિત આપતાં પડતાં ખંજન કે જેની સુંદરતા માં વધારો કરે તેવા ગુલાબી ગાલ, દાડમની પંક્તિ ની જેમ ક્રમશઃ ગોઠવાયેલા દાંત, લાલ ભરાવદાર અણિયારા હોઠ જે અને તેના દ્વારા બોલાયેલા એક એક શબ્દ જેને સાંભળતા જ લોકો દિવાના બની જતાં અને તેના મુખ થી બોલાબાલા બીજા શબ્દો સાંભળવા આતુરતા પુર્વક રાહ રહેતી.


    આ સફળતા પાછળ અને આંખો ની ચમક પાછળ કેટલાય સવાલો છુપાયેલા રહેતા, તે પોતાના સવાલો ના જવાબ તે પોતાના ભીતર હ્રદય માં છુપાયેલા ઈશ્વર ને પુછતી અને કહેતી કે "હે ઇશ્વર તારું ગણિત સમજ ન આવ્યું કે પહેલાં હું મહેનત કરી ને પણ હારતી અને એક સુકા પાંદડા ની માફક ફેંકાઈ જાતી અને પણ મેં તને સાક્ષી એ રાખી ને પોતાનું કર્મ ચાલુ રાખ્યુ પહેલાં તેમ છતાંય તે મારી આકરી કસોટી કરી અને હવે હું કંઈ જ પરિશ્રમ નથી કરતી છતાંય મારા ભાગ્ય ની ગાડી આટલી તેજી એ દોડે છે, આનું શું કારણ પ્રભુ, એક સવાલ બીજો કે આ એજ લોકો જે મારી સાથે બોલવાનુ પણ ટાળતા હતાં, અને આજે એજ લોકો મારા દિવાના બનીને મને સાંભળે છે, અને મારા એક એક શબ્દ ની લોકોને આતુરતા પુર્વક રાહ રહે છે.

મને મારુ એજ કડવો ભુતકાળ જો સ્મરણે આવે તો મને રડાવી નાંખે છે.મને તારુ આ ગણિત સમજાવ ને જરા. તારી આ પ્રાંચિતા દિકરી તને એક સવાલ પુછે છે, એનો જવાબ આપ પ્રભુ તારી આ દિકરી કેટલાંક સવાલો નાં જવાબ ભીતરે શોધતાં શોધતાં થાકી ગઈ છે. તેની આ કેટલી વાતો થી લોકો અજાણ છે લોકો મારી સુંદરતા અને મારી પ્રસિદ્ધિ પાછળ લોકો ખુબ જ મોહાઈ ગયાં છે, પણ આ સુંદર ચહેરો અને પ્રસિદ્ધ પાછળ રહેલા ચડાવ ઉતરાવ થી આજે મારે લોકોને અવગત કરવા છે, જેથી ગરીબ લોકો ને મહેનત નો મહિમા સમજાય અને તે ક્યારેય પોતાને નકામા અને સસ્તા ન સમજે તે આપેલા આ અનમોલ મનુષ્ય અવતાર ને વ્યર્થ ન કરે, અને ક્યારેય કોઈની સામે હાથ ફેલાવી ને બિચારા ન બને."


   પહેલાં એક સમય મારો પણ ખરાબ હતો, તેમાં મારા પિતા ની અકસ્માતે મૃત્યુ પામેલાં મારા ભાઈ બહેન નાના માતા આજુ બાજુ ઘરકામ કરીને ગુજરાન ચલાવતી, કોઈવાર તો પાણી પીને પણ સુઈને દિવસ નિકાળેલા તો ક્યારેક તો કચરા માં પડેલો રોટલો ખાઈ તો ક્યારેક એંઠવાળો ખાઈને, માતા ને સહાય કરવા માટે અને નાના ભાઈ બહેનો સારી જીંદગી જીવી શકે તે માટે હું પણ માતા સાથે લોકોનાં કામ કરવા જવુ પડતું હતું, પછી હું સ્કુલે પણ જાતી મને મારી સાથે અભ્યાસ કરતાં બાળકો પણ "નોકરાણી ની દિકરી અને કામવાળી" કહીને ખીજવતા, હું ઘરે આવીને બહુ રડતી, ભગવાન તને પણ ક્યારે કોસતી, કે મને ગરીબ કેમ બનાવી?પણ હું તે વખતે હતી નાદાન મને દુનિયાદારી તો અનુભવ એ શીખવી, મારી માં રહી અભણ પણ તેનુ જ્ઞાન ભણેલી સ્ત્રીઓ કરતાંય વિશેષ હતું, તે મને પ્રેમ થી એકવાત સમજાવતી કે"બેટા જીવન માં જે પણ ઘટના બને છે એમાં કંઈક સારા સંકેત હોય છે, ભગવાન માણસ જોઈને જ તકલીફ આપે છે, જેટલી સફળતા મોટી એટલી તમારી પરિક્ષા પણ મોટી હોય છે ભગવાન માણસ ની લાયકાત જોઇને જ ફળ આપે છે, અને તેમાટે લાયક બનાવવા માટે તમને નિષ્ફળ કરીને તકલીફ આપી આપી ને તમને ફટકારે છે, મને તો એ વખતે ખબર જ ક્યાં હતી કે આ વિધાન મારી પર સાચું પડશે, પણ આ ફિલોસોફી જાણ્યા પછી મેં તને ફરિયાદ કરવાનું છોડી દીધું.કદાચ તેનું જ આ પરિણામ હોઈ શકે."


    હું અને માં ઘર નાં કામ કરવાં જાતા ત્યાં મકાન માલ્કીન ના ઘેરણાં ચોરાવવા નો આરોપ મારા અને માં પર લાગી ગયો, અમે પોતાની નિર્દોષતાનો સબૂત આપતાં આપતાં થાકી ગયાં, પણ ત્યાંથી ય અમને જાકારો મળ્યો, અમે કામવિહોણા બની ગયાં, ત્યાં સુધી અમે પાણી પર રહેતાં હતાં, નાના ભાઈ બહેન નું પેટ ભરવા અમારે ચાટ માં પડેલો સુકો રોટલો જેને કપડાં થી સાફ કરી ખવડાવેલો છે,  એ તો હજી શરુઆત હતી મારી પરિક્ષા ની એમાં પણ હું નિષ્ફળ નિવડી પણ મે હાર નહીં માની.


    પછી બાજું માં ચાલતાં બિલ્ડીંગ નાં બાંધકામ માટે મજુરો ની જરુર હતી તો અમે ભગવાન નો આભાર માનીને માં દિકરી મજુરી એ જતાં, હું પોતે ભણવામાં ડિસ્ટર્બ થઈ જતી, નાના ભાઇ બહેન તો હજી રમકડાં રમે તેવા નાના હતાં, અમે તેમને એવો અહેસાસ સુધાંય ન થવા દીધો કે આપણે આવી હાલત માં છીએ, હું અને માતા પાણી પીને ભાઇ બહેન નું પેટ ભરતાં અમે થીગડાં વાળા કપડાં પહેરી ભાઈ બહેન ને નવાં કપડાં પહેરાવતાં, પણ ભાઈ બહેન ને ઘરની પરિસ્થિતિ સમજ આવતાં તેમને પણ નવા નવા કપડાં અને રમકડાં ની જીદ છોડી દીધી.


      જોત જોતાં હું દસમા માં આવી મારું ભણવા માં સારો એવો ઉતકૃષ્ટ દેખાવ જોતાં સ્કુલ નાં શિક્ષકો ને પણ નવાઇ લાગતી અને તે આશ્ચર્ય નો પાર ન રહેતો કે કોઇ ગરીબ દિકરી મજુરી ની સાથે આટલો સારો અભ્યાસ અને ઇતર પ્રવૃતિમાં પણ સારુ એવું પર્ફોમન્સ આપી શકે, મારી આ મહેનત અને કળા નો વારસો ભાઇ બહેન પણ આવ્યો હતો, પછી મારા દસમા નું 90.99℅પરિણામ જોઇ સ્કુલ માં તાળીઓનો ગળગડાટ શરુ થતો, જે મને કામવાળી નોકરાણી ની દિકરી કહીને ખીજવતા આજે એજ ક્લાસ મેટ મારી ઈજજત કરતાં થાકતાં નહીં.મારા શિક્ષકોએ મારો ભણવા નો ખર્ચ ઉપાડયો અને મારી વિધવા માતાને એટલું ભારણ ઓછું થયું, આ જોઇ મારી માં એ મારા શિક્ષકો નાં પગ માં પડીને રડી ગઈ, આ જોઇ બીજા બાળકો નાં માતા પિતા ની આંખો માં આંસુ આવી ગયાં.

લોકો ના મુહે એક ઉક્તિ નિકળી જતી કે "કમળ કાદવ માં જ ખીલે પણ તે ભગવાન ને ચડે છે, અને ગરીબ ની દિકરી પોતાની પ્રતિભા થી લોકો ને દિવાના કરે છે." તેના ભાઇ બહેન માટે તેમની આ મોટી બહેન એક રોલ મોડેલ બની ગઈ, દિકરી ના કારણે તેની વિધવા લાચાર માં ને સમાજ માં ઇજ્જત મળી, કપરા સમય માં હાથતાળી આપી ને ચાલી ગયેલાં પ્રાચિતા ના મામા મામી નું માથું આજે સમાજ માં ગર્વ થી ઊંચું થયેલું.આજે તેજ તેની વિધવા બહેન અને તેના ભાણેજ ને માનભેર પોતાના ઘર માં લાવેલા અને રહેવા માટે મકાન આપ્યુ, પ્રાચિતા જીવન નો આ ભાગ્યોદય થવાની શરુઆત થઈ ગયેલી, આ હતો જીવન નો ટર્નિંગ પોઈન્ટ.

    

   બારમા માં 95℅ટકા નીટ ની પરીક્ષા માં આવતાં સ્કુલ માં એજ ગરીબ કામવાળી ની દિકરી આજે આદર્શ બની ગઈ, તે સંગીત ક્ષેત્ર અને સ્પોર્ટસ માં પણ અવ્વલ હતી તે ડોક્ટર છે, તેનુ લેખન કળા મા સારી એવી પકડ છે, તેના શબ્દની અને તેના શુર ની પણ બોલાબાલા છે, તે આજે સેલીબ્રિટી બની ગઈ છે.

   આ દિકરી મહિલા ઓ માટે એક આદર્શ છે, આ એ મા બાપ નાં મોં પર શૈમી ઓઝા નો તમાચો છે, જે પોતાના ની દિકરી ને બોજ રુપ ગણે છે, જે દિકરી ને ગર્ભ માં જ મારી નાંખે છે.ગરીબ નો લોકો ભીખ માંગી ને ખાય છે તેના માટે એક પ્રેરણા છે અને આ જીવંત દાખલો છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama