જીવન સાથી
જીવન સાથી


તન્વી શાહ નામના ફેસબુક એકાઉન્ટ પર ચારેક મહિના પહેલા મનન મહેતા નામના ફેસબુક એકાઉન્ટ પરથી એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવેલી.
તન્વીએ એ રિકવેસ્ટનો સ્વીકાર કરેલો. એકબીજાની પૉસ્ટ લાઈક કરતાં કરતાં તેઓ એફ.બી.મેસેજીંગથી ચેટ પણ કરવા લાગેલા. બંનેના એફ.બી.સ્ટેટસ પ્રમાણે બંને મેરીડ હતાં. ચેટ કરતાં કરતાં બંને એકબીજાના લાઈફ પાર્ટનરથી ખુશ નથી એમ જણાવેલું. જેના કારણે જીવનમાં એક ખાલીપો મહેસૂસ થતો હતો બંનેને. આ ખાલીપાને ભરવા માટે એકબીજાની જિદંગીમાં દખલ કર્યા વગર એકબીજા સાથે એન્જોય કરવાનું નકકી કર્યું. એ બંને પ્રોફેશનલ પ્રેમી બની ગયાં, એટલે કે લગ્નજીવનમાં કોઈ સમસ્યા ઉભી ન થાય એનું ધ્યાન રાખી પ્રેમ કરવા લાગ્યાં. તન્વીમાંથી તનુ ડાર્લીંગ અને મનન માંથી મનુ સ્વીટહાર્ટ થઈ ગયાં.
એક દિવસ બંને એ રુબરુ મળવાનું નકકી કર્યું. બંને પ્રથમ વાર મળવાના હતાં એટલે શણગાર સજીને એકબીજાને મળવા પહોંચી ગયાં શહેરના એક સુંદર બગીચામાં.
એકબીજાને જોયાં. જોતાં જ રહી ગયાં. એક સાથે બોલી ઉઠ્યાં 'તું?!'. બંને કશું કહેવાની સ્થિતમાં ન હતાં. એમાંથી એક હતી મોના અને બીજો હતો તુષાર.
બંને વાસ્તવિક જીવનના લાઈફ પાર્ટનર હતાં.