STORYMIRROR

Bharti Dave

Action Thriller

3  

Bharti Dave

Action Thriller

જીવ સટોસટનો ખેલ

જીવ સટોસટનો ખેલ

2 mins
159

સાગર અને રોનક એટલે બે નામ પણ. એક જાન ! જ્યાં હોય ત્યાં અને જ્યારે જુઓ ત્યારે બંને સાથે જ હોય. લંગોટિયા ભેરુઓની પાકી ભાઈબંધી હતી છતાં વિચારોમાં વિરોધાભાસ ! સાગર તેનાં નામ મુજબ જ તોફાની અને ઝંઝાવાત સામે બાથ ભીડવાવાળો ! અગાધ ઉંડા જળમાં સામા પ્રવાહે હોડી હાંકનારો ! જ્યારે રોનક ! ધીર ગંભીર અને કોર્પોરેટ કંપનીમાં એક સુનિશ્ચિત સ્થાન પર ઠરીઠામ થઈ જીવનનૈયાને સ્થિર ગતિએ હાંકનારો માણસ ! 

બંનેએ સાથે જ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. રોનકનું એક મલ્ટીનેશનલ કંપનીમાં કોલેજમાંથી સીધું જ પ્લેસમેન્ટ થયું. જ્યારે સાગરે હિમાલયન કાર રેલીમાં ઝંપલાવ્યું. તેનાં નાનપણનાં આ શોખને માનો કે દિશા મળી.  રોનક અવારનવાર સાગરને એક વ્યવસ્થિત જોબ મેળવી લેવાં બાબતે સમજાવતો. પણ જિંદગીનું બીજું નામ એટલે પડકાર એવું માનતો સાગર કોઈ એક ખૂંટે બંધાવા તૈયાર ન હતો !

હવે તેણે કાર રેસિંગમાં ઝંપલાવ્યું. તેની GJ13000 સફેદ રંગની રેસર કારે કાર રેસિંગની દુનિયામાં ઘણાં રેકર્ડ પોતાનાં નામે દર્જ કર્યાં. જીવ સટોસટનો તેનો આ ખેલ ઘરમાં કોઈને પણ પસંદ ન હતો. પરંતુ સાગર આગળ બધાંની બોલતી બંધ થઈ જતી. રોનક પોતાની ભાઈબંધીની આણ વચ્ચે લાવતો. મોતને હાથમાં લઈને નીકળી પડવાનો એનો આ ખતરનાક શોખ છોડવાં દબાણ કરતો.

"અરે ! શું વાત કરો છો ? રોનકને એટેક ? આઈ કાન્ટ બીલીવ ! "

સાગરે જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતાં પોતાનાં મિત્ર રોનકનો હાથ પોતાનાં હાથમાં લીધો. હાથની પક્કડ મજબૂત કરી અને કહ્યું કે : " જિંદગી પડકાર છે મારાં દોસ્ત ! તું આ જંગ જીતીને જ રહીશ. "

ત્યાંતો અનિયમિત ચાલતાં પ્લસમા થોડું રીધમ શરૂ થયું ! જીવનમાં થોડું રીસ્ક લેવું જોઈએ અને કોઈ પેશન હોવું જોઈએ જે માણસને મરીને પણ જીવતો રાખે છે.


Rate this content
Log in

Similar gujarati story from Action