STORYMIRROR

Nayana Viradiya

Romance Fantasy Thriller

3  

Nayana Viradiya

Romance Fantasy Thriller

ઝંખના - એક સાચા પ્રેમની - ૩

ઝંખના - એક સાચા પ્રેમની - ૩

5 mins
206

ટ્રેનમાંથી ઉતરી ને એ શાળાએ જવા નીકળી ત્યારે રસ્તામાં એકલી પડતા જ એનાથી રડી જવાયું. એક વર્ષમાં તેને શાળા પરિવારને આ ગામ જોડે આત્મીયતા બંધાઈ ગઈ હતી. ગામમાં પણ એનું ખુબ જ માન હતું. શાળાના બાળકોને એણે ઉચ્ચ અભ્યાસ માટે બહાર મોકલવામાં ખુબ જ મદદ કરેલી ગામમાં સહાય યોજના હેઠળ મળતી સગવડો લાવવા માટે તેમજ સ્રીઓને પગભર થવા સિવણના નિઃશુલ્ક વર્ગ પણ એ ગામ સુધી લાવી હતી. ગામના અમૂક કામ એની સલાહ લઈને કરતા. વાદી લોકો કે જેને ભણતરનું મહત્વ ન હતું ને બાળકોને ભણાવવા સજાગ ન હતા એવા લોકોને સમજાવી ને શાળા સુધી લાવવાનુ ઉમદા કામ નિત્યાએ કર્યું હતું. નિત્યા માટે તો આ શાળા ઘર સમાન બની ગઈ હતી.

પરંતુ તે મજબૂર હતી ને હવે તો તેની બદલીના ઓર્ડર પણ આવી ગયા હતા. મનએ ખુબ જ દુ:ખી હતી. યંત્રવત વાહન ચાલી રહ્યું હતું. શાળાએ પહોંચી ત્યારે એના વિચારોની ગતિ અટકી. સ્વસ્થ થઈ ને એ શાળામાં પ્રવેશી. આમ પણ આજે આ શાળામાં તેનો છેલ્લો દિવસ હતો. એટલે એ મન ભરીને બધા જોડે રહેવા માંગતી હતી.

નિત્યા એટલે કે લાગણીનો આ શાળામાં છેલ્લો દિવસ છે. એ વાતની જાણ થતાં ગામ લોકો શાળાએ ઉમટી પડ્યા હતા. નિત્યાની વિદાય માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નિત્યા તો આ બધું જોઈને જ અવાક્ થઈ ગઈ. એમને તો મનમાં પણ વિચાર્યું ન હતું કે ગામ લોકોને એના માટે આટલું માન છે. એક બાજુ વિદાયનું દુઃખ ને બધાનું આટલું હેત, સ્નેહ જોઈ એ સુખ દુઃખની મિશ્ર લાગણીથી એ રીતસર રડી પડી.

ગામલોકો એ શાલ ઓઢાડી તેનું સન્માન કર્યું. ગામના આગેવાનોએ આગ્રહ કરતા કહ્યું કે બેન તમને જવા આવવામાં અગવડ પડતી હોય તો ગામ વતી કંઈક વ્યવસ્થા કરી આપીએ. તમારે ગામમાં રહેવું હોય તો પંચાયત પાકો રૂમ કરી આપશે પણ તમે નિશાળ મૂકીને ન જાવ. બધાના ભાવ ને માયા મૂકી ને તો નિત્યા પણ ક્યાં જવા માંગતી હતી ! પરંતુ તે મજબૂર હતી ને બદલીના ઓર્ડર પણ આવી ચૂક્યા હતા. આખો દિવસ શાળામાં વિદાય કાર્યક્રમ ચાલ્યો આવેલ બધાએ પોતાની યથાશકિત કંઈ ને કંઈ ભેટ આપી. નિત્યા એ અગાઉ જ શાળાના બાળકો ને પોતાના તરફથી જમાડવા માટેનું કહી દીધું હતું એટલે નિશાળમાં જ જમણવાર યોજાયો. છૂટા થવાના પેપર ને બીજું વર્ક પતાવી નિત્યા એ ભારે હૃદયે વિદાય લીધી ત્યારે નિશાળના બાળકો જ નહીં પરંતુ આખા ગામની આંખમાં આંસુ હતાં. જાણે એક દીકરી પિયર છોડીને વિદાય લે એવા ભાવુક દ્રશ્યો રચાયા.

ગામ છોડી ને જતા એ પણ પૂરે રસ્તે રડતી રહી ને ભારે હૃદયે વાંકાનેર સ્ટેશન પહોંચી. પિયર છોડ્યું ત્યારે જે પિડા અનુભવેલી એ જ પિડા ફરી આજે તે અનુભવી રહી હતી. સ્ટેશન પર એ આજે વહેલી પહોંચી ગયેલી. નાનુ સ્ટેશન હોવાથી બહુ લોકો જોવા ન મળતાં. તે શુન્યમનસ્ક બની બેઠી રહી. હેલી એ આવીને ટપલી મારી ત્યારે એ તંદ્રામાંથી જાગી.

રડીને સુજેલુ મોં જોઈ હેલી એ કહ્યું: શું થયું મારી સ્વીટ લાગણી ને તબિયત સારી નહીં બકા કે ઘરે કંઈ થયું ?કે નિશાળે કોઈ એ કંઈ કહ્યું આટલું બોલી ત્યા તો માંડ માંડ પાંપણે રોકાયેલ આંસુ ની ધારા વહેવા લાગી ને એ હેલી ને એકદમ ચોંટી ને રડવા લાગી.

અચાનક તેમના આ અજુગતા વતૅન થી હેલી તો ડઘાઈ ગઈ ઈ કે આખરે એવું તો શું થયું ?કેમ આટલી રડે કંઈક તો બોલ એ પણ રડમસ થતાં બોલી પણ લાગણી તો બસ એમ જ એને હગ કરીને રડતી રહી.થોડીવાર માં ગૃપ ના બધા આવ્યા ત્યારે માંડ એ શાંત પડી ને ભારે હૈયે તેમની બદલી ની વાત ટ્રેન માં બેઠા ને બધા ને કરી.બધા જ એકદમ ભાવુક થઈ ગયા હેલી તો રડી જ પડી.રોજ નું ગુંજતું ને કિલ્લોલ કરતું ગૃપ આજે એકદમ મૌન બની ગયું. લાગણીનો સ્વભાવ જ એવો હતો કે એ બધાને એની લાગણી ના સ્નેહ સેતુ એ બાંધી દેતી .પરંતુ આજે એ બધું જ છોડી જઈ રહી છે હેલી તો આ વાત માનવા જ તૈયાર ન હતી. ખેતરો કોતરો ને વીંધતી ટ્રેન આગળ વધી રહી હતી. રાજકોટ આવવામાં જ હતું. બધા નોર્મલ વાતો કરીને મન મનાવી રહ્યા હતા.હેલી તો લાગણીથી રિસાય ગઈ હોય એમ કંઈ જ બોલતી ન હતી. સ્ટેશન આવતા બધા એકબીજા ને ગળે મળી ને ભારે હૈયે લાગણી ને વિદાય આપીને ફોનથી જોડાયેલા રહીશુંનું વચન આપી છૂટા પડ્યા. હેલી ને લાગણી એક્ટિવામાં આજે છેલ્લીવાર સાથે હતા છતાં બંને મૌન હતા. કોઈ કંઈ બોલતુ ન હતુ.   

" થોડીવાર માં જ ચાર રસ્તા આવશે કંઈક તો બોલ હેલી "

નિત્યા એ મૌન તોડ્યું;

રિસાયેલી હેલી એ કહ્યું ; પાણી પુરી ખાઈએ ?

આમ પણ આજ પછી હું ક્યારેય તને પાણીપુરી પરાણે ખવડાવવાની નથી. લાસ્ટ ટાઈમ.

કંઈ જ બોલ્યા વિના લાગણી એ એક્ટિવા બંનેના જાણીતા પાણીપુરી સેન્ટર તરફ વાળ્યું. પાણીપુરી હેલીની ફેવરિટ હતી.જયારથી બંને ફ્રેન્ડ બન્યા બંને જોડે જ પાણીપુરી ખાતા. લાગણી એટલે કે નિત્યા ડો ક્યારેય આમ રોડ પર ઊભા રહી પાણીપુરી ખાધેલી નહીં. શરૂ શરૂમાં તો એને બહુ જ શરમ આવતી પણ હેલી પરાણે એને લઈ જતી. પછી તો એને પણ પાણીપુરી ફેવરિટ બની ગઈ હતી. ઘણીવાર જોબ પરથી આવતા તે અહીં પાણીપુરી ખાતા. બંને ચાર રસ્તેથી છૂટા પડ્યા ત્યારે બંનેની આંખમાં આંસુ હતાં.

નિત્યા :" કાલથી સમયસર ઊઠી જજે..ટ્રેન ચૂકી જઈશ નહીંતર "

હેલી : "હા હવે થોડી તારી સવારી મળવાની છે ? હવામાં ઊડીને જે પહોંચાડી દે."

"જો તો કેટલી વાયડી" ગાલ પર ટપલી મારતા નિત્યા બોલી, "તું તારૂં કર હો હવે તારે મોડું થશે ઘરે જા ને અમારી લાગણી કયાય ખોવાય ન જાય એ જોજે. નિત્યાને નથી ઓળખતા અમે અમારે તો અમારી લાગણી એવી ને એવી જ જોઈએ.ને હા લખવાનુ ન છોડતી. ને ભૂલી ન જતી મને હો." હૈયાના રૂદનને છૂપાવતા નિત્યા ને ભેટીને હેલી બોલી.

બંને ભારે હૃદયે છૂટા પડ્યા.

બંનેને જેવા અલગ થયા કે રડી પડ્યા. નિત્યા ઘર સુધી રડતી રહી. બધાએ આપેલ ભેટ ને બીજું બધો સામાન લઈ એ ઘરમાં આવી મોં પર પાણી છાંટી એ ફ્રેશ થવા બેડરૂમમાં ગઈ ને બેડ પર ફસડાઈ પડી ને ચોધાર આંસુ એ રડતી રહી થાકી ને ક્યારે ઊંઘી ગઈ ખબર જ ન પડી‌.

સાંજની રસોઈ શો સમય થયો છતાં નિત્યા નીચે ન આવી એટલે સાસુ એ બેલ વગાડી ને નિત્યા ને ત્યારે ભાન થયું કે તેને નિંદર આવી ગઈ હતી.

"આવું મમ્મી"કહી ફ્રેશ થઈ એ નીચે ગઈ ને રસોઈ ને કામમાં પરોવાય ગઈ. સાંજે નવરા થઈને એણે બેગ ખાલી કર્યું.

પરંતુ ડાયરી હજુ પણ એને યાદ ન આવી.

 ક્રમશ.........


Rate this content
Log in

Similar gujarati story from Romance