અડાબીડ અલબેલી
અડાબીડ અલબેલી
હિમાલયને શિર મુકુટ પર ધારણ કરનાર. પગ પખાળતો અફાટ સમુદ્ર એ ભારત દેશની અનોખી આગવી ઓળખ છે. ભારત દેશ વિવિધ સંસ્કૃતિનો વારસદાર છે. અનેક ભેદને રહસ્યો અહીંની ગુફાઓમાં છુપાયેલા છે.. પર્વતોની ટોચે ડુંગરાઓમાં ભારતની સંસ્કૃતિની ખુમારી પુર બહારે ખીલી રહી છે. ભારતમાં વહેતી વિશાળ નદીઓ પવિત્રતા ને આસ્થાના શ્રેષ્ઠ પ્રતિક સમાન છે. અહીંના વનવગડામાં ઘુમી ને કુદરતના સાનિધ્યમાં પહોચ્યાંનો અહેસાસ ને કુદરત વળી હવા ફેફસા ને તાજગીથી ભરી દે. ભારત દેશ મંદિરોનો દેશ ગણાય છે. અહીંના મંદિરો દેશની વિવિધતામાં રહેલી એકતા ને અંખડિતાનો નિર્દેશ કરે છે. ભારતમાં અડીખમ ઉભેલા કિલ્લાઓ ને મહેલોના ગોખલે રાજાઓની મહાનતા ને શુરવીરતા ની ગાથાઓ ઝુલી રહી છે તો અહીં ના તળાવો ને સરોવરની પાળે ખમીરવંતા વંશજો નો મહાન ને ભવ્ય ઇતિહાસ અંકિત થયેલો છે. ખળખળ વહેતા ઝરણામાં અહીંના લોકોની માયા, હેત, લાગણી ને માનવતા અખુટ રીતે વહેતી દેખાય છે. આપણા ભારત દેશનો પ્રવાસ ખેડવો એ જીવનનો ઉત્તમ લાહવો છે. વિદેશથી પણ અનેક લોકો ભારતના પ્રવાસે આવે છે ને ભારત ભૂમિની સુગંધ ને હૈયામાં કાયમ માટે અંકિત કરીને લઈ જાય છે. જેમણે પણ પોતાના જીવનમાં ભારત દશૅન કર્યું છે એ ધન્ય થઈ ગયા છે. આજે આપણે પણ એક એવા જ પ્રવાસની વાત જાણીએ.
અડાબીડ અલબેલી બે પ્રમી યુગલના ભારત પ્રવાસની વાર્તા છે. જે હજારો માઈલનું અંતર કાપી ને ભારતના પ્રવાસે આવે છે. નથી બસ,ટ્રેન, પ્લેન કે વહાણની સફર. ખુલ્લા આકાશમાં પાંખોથી ઉડાન ભરી હજારો માઈલનું અંતર કાપી ને આવતા યાયાવર પક્ષીઓના પ્રવાસની વાત છે. . તો ચાલો જાણીએ એની સફરની ગાથા.
હેમંતનો હેમ આકાશે વરસવાની શરૂઆત થઈ ગઈ હતી.. કડકડતી ઠંડી રાતના ક્વીન ઓફ ફ્લેમિંગો બટૅર એ પોતાના ઝૂંડની એક સભા બોલાવી. સભામાં જાહેરાત કરી કે ઠંડી દર વખતે કરતા વહેલી શ રૂ થઈ ગઈ છે. અચાનકથી થયેલ વાતાવરણના પલટા ને ધ્યાનમાં લેતા હવે આપણે કાલની રાત્રે જ ભારતના પ્રવાસે નીકળી જવુ પડશે.. રસ્તામાં બરફના તોફાનો કે કડકડતી ઠંડીનો સામનો કરવો ન પડે એ આશયથી કાલે આપણે નીકળી જવુ યોગ્ય રહેશે. વૃધ્ધો માટે આવાસની સગવડ કરી બધાએ સાથે જ ઝૂંડમાં જ ઉડાન ભરવાની છે. ખુબ જ વધારે અંતર કાપવાનું છે બે ચાર દિવસમાં માનસરોવર પહોંચી જવું યોગ્ય રહેશે. જેથી દિવસે ત્યા પહોચી રાત રોકાય ને આરામ કરી પછી હિમાલય સર કરીશુ. કોઈએ અલગ પડવું નહી. શિકારી ઓથી બચવું ઝૂંડમાં જ રહેવું. હિમાલય પાર કયૉ પછી પ્રવાસમાં બહુ અડચણ નહીં આવે ઘણી બધી સુચના ઓ ને પ્રવાસની વાતથી ઝૂંડમાં કોલાહલ મચી ગયો.. કવીન બટૅર એ કહ્યુ:" માનસરોવર પહોંચ્યા પછી આગળ કેમ વધવું એની સુચના આપશે. યુવા ફલેમીંગો આનંદથી કૂદવા લાગ્યા યુવાન હૈયાઓ રોમાંચિત થઈ ગયા. ઝૂંડમાં થોડો ધીર ગંભીર એવો અડાબેટ એ દૂર ઉભેલી અલબેલીની આંખમાં જોઈ લીધું. અલબેલી પણ પાંખો ફફડાવી તેની ખુશી જાહેર કરી. તે ખૂબ ખુશ થઈ રહી હતી. અડાબીડ ને નમણી નાજુક અલબેલી પહેલાથી જ પસંદ હતી પરંતુ પ્રેમનો એકરાર કરી શકતો ન હતો. ભારત પ્રવાસની વાતથી આ બે ધબકતા હૈયાને પ્રેમે ઝુલવાનો મોકો મળી ગયો. અડાબીડ તો અલબેલી જોડે આભમાં
ઉડવાના ને માનસરોવરમાં મ્હાલવાના સપના જોવા લાગ્યો. બીજા દિવસે બધા એ ભરપેટ ભોજન લઈ ને રાતે સહિયારા ઉડાન ભરી ઝૂંડમાં સૌથી આગળ કવીન ઓફ ફ્લેમિંગો બટૅર ને અનુભવી ને વડીલ એવા ફલેમિંગો વચ્ચે માદા ફ્લેમિંગો ને સૌથી છેલ્લે યુવા ફ્લેમિંગો આ રીતે એકદમ લાઈનબંધ ગોઠવાયા બાદ કવીન બટૅરે ઉડાન માટેની લીલી ઝંડી આપી. અડાબીડ છેલ્લી લાઈનમાં ને એની એકદમ આગળ અલબેલી જોડે-જોડે ઊડી રહ્યા હતા. બંનેના હૈયા પ્રેમમાં તરબોળ હતા. પ્રેમ મિલન માટેની ઉતાવળ એની ઉડાનના જોશમાં વર્તાઈ રહી હતી.
યાયાવર પંખી ઓ હંમેશા રાતના અંધકારમાં જ સ્થળાતંર કરતા સતત ત્રણ રાતના ઉડાન પછી આખું ઝૂંડ માનસરોવર પહોંચ્યું ખોરાક ને જલ વિહારની મોજ સાથે પ્રવાસનો થાક ઉતારી ને દિવસના મધ્યાહને ક્વિન બટૅર એ ફરી સભા બોલાવી. સવારે સૂરજની રોશની હિમાલય પર પથરાય એ પહેલા જ હિમાલય પાર કરી રસ્તામાં કોઈ તળાવ કે નદી ના કિનારે દિવસ પસાર કરીશુ. એવી સુચના અપાય. બધા થાકના લીધે આશરો ગોતી કોઈક ને કોઈક ઝાડ પર બેસી ગયા હતા. અડાબીડ ને અલબેલી હજુ પણ માનસરોવરમાં જલ વિહાર કરી રહ્યા હતા. અડાબીડ ચાંચ વડે પ્રેમ આલિંગન કરી અલબેલી ને રોમાંચિત કરતો તો ક્યારેક એક પગે ઉભા રહી એનો જોશ બતાવી તેનું ધ્યાન આકર્ષિત કરતો. સરોવર માંથી મેળવેલ સુંદર માછલીનું ભોજન એણે અલબેલી ને ચાંચમાં પિરસી ને તેને ખુશ કરી દીધી. અલબેલી ને પણ સ્નેહાળ એવા અડાબીડનું સાંનિધ્ય ખુબ જ ગમતું હતું સાંજનો ઢળતો પહોર તળાવના પાણી ને થીજાવી રહ્યો હતો. . કવીન બટૅર એ તળાવમાં વિહાર કરતા યુવા હૈયા ઓને આરામ કરવા ટહેલ કરી ને અલબેલી શરમાય ને ઉડીને ઝાડ પર બેસી ગઈ. અડાબીડ પણ તેની સામેની જ ડાળ પર બેસી તેના ગુલાબી પાંખો ને નમણા નાજુક શરીરના સૌદયૅંને નીરખતો સૂઈ ગયો.
સૂરજનું આખરી કિરણ દેખાતું બંધ થયું ને સમગ્ર ઝૂંડ ફરી ઉડાન માટે તૈયાર થયું રિતનો અંધકાર ને હિમાલયના હિમપવન સાથે બાથ ભરતા વિદેશી પ્રવાસીના ઝૂંડે ભારતના શિર મુકુટ ને સર કરી ભારતમાં પ્રવાસની શરૂઆત કરી.
હિમાચલપ્રદેશના ચંબલ પાસે ખળખળ વહેતી નદીના કિનારે સૂરજની રોશનીના ઝગમગાટ સાથે સમગ્ર ઝૂંડ નીચે ઉતયુૅ. વીસેક હજાર માઈલનું અંતર કાપીને આવેલા બધા ને થોડા આરામની ઈચ્છા હતી. ક્વિન બટૅરની તબિયત પણ થોડી નાજુક હતી. ઉમંરનો થાક તેમને વતાયૅ રહ્યો હતો. આજનો દિવસ અહીં જ આરામ કરવાનો હતો. અડાબીડ ને બીજા યુવા ફ્લેમિંગો આસપાસ ફરી ને બધા નુ રક્ષણ કરી રહ્યા હતા. નદીના છીછરા પાણી મા અડાબીડ એક પગે ઊભો હતો. અલબેલી ત્યાં જ સખી ઓ સાથે જલવિહાર કરી રહી હતી. ક્વીન બટૅર એ પંખીઓની સભા બોલાવી. અને કહ્યું કે આગળનો પ્રવાસ માંડી વાળી હમણાં એક બે દિવસ અહીં જ રોકાય જવાનું છે પરંતુ જલ વિહારમાં મસ્ત એવી અલબેલીને આ વાતની જાણ હતી નહીં. આ નદીના કિનારે અન્ય ફ્લેમિંગોના ઝૂંડ પણ ઉતરેલા હતા. જેવો સૂર્ય અસ્ત થયો ને રાત પડતા જ અન્ય ઝૂંડ એ આગળ ઉડાન ભરવાની શરૂ કરી. અલબેલી અજાણ પણે આ ઝૂંડ સાથે જ આગળના પ્રવાસ માટે નીકળી ગઈ. સવાર પડતા જ અલબેલી ક્યાંય દેખાતી ન હોવાથી અડાબીડ ને ઝૂંડ માના સહુ ચિંતામાં મુકાયા. તેણે બધી જ જગ્યાએ અલબેલી અને શોધી પણ અલબેલી ક્યાંય મળી નહીં. અડાબીડ ને શંકા ગઈ કે નક્કી તે અજાણપણે અન્ય ઝૂંડ સાથે જતી રહી છે. તેણે ક્વીન બટૅર ને કરગરીને કહ્યું કે તે અલબેલી વગર રહી શકે તેમ નથી અને નક્કી તે અન્ય ઝૂંડ સાથે જ ગઈ હોવી જોઈએ માટે એને આગળ એકલા જવા માટે મંજૂરી આપે. જૂનના બીજા વડીલો અને ક્વીન બટૅર એ અડાબીડ ને ખૂબ સમજાવ્યો કે અલબેલીને શોધવી હવે ખૂબ જ મુશ્કેલ છે. કેમ કે આગળનું ઝૂંડ કયા રસ્તે અને કઈ જગ્યાએ ગયું હોય તે કહી શકાય નહીં પરંતુ અડાબીડની લાગણી ને જોતા લાગતું હતું કે એ જવા માટે અડગ હતો. આખરે ક્વીન બટૅર એ અડાબીડના પ્રેમ ને જોઈને એ કહ્યું કે પોતાની યુવાનીમાં તે એક વખત એક સુંદર સરોવરે ગયેલા. કદાચ આ ઝૂંડ ત્યાં ગયું હોવુ જોઈએ ફ્લેમિંગો માટે તે ખાસ પ્રવાસનું સ્થળ છે. અડાબીડે ત્યાં જવું જોઈએ.
ક્વીન બટૅર એ એ પોતાની અજોડ શક્તિથી ગુજરાતના એ સરોવરની માહિતી આપતા કહ્યું કે. . નળ સરોવર ગુજરાતનો ખૂબ જ વિશાળને છીછરું સરોવર છે. અહીં ઘાસના અનેક પ્રકારો જોવા મળે છે. નળસરોવર માં જળચર પ્રાણીઓ વિપુલ પ્રમાણમાં હોય છે. અમદાવાદથી 62 કિલોમીટર વિરમગામ તાલુકાનું નળ સરોવર 120. 08 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલ છે. અહીં 250થી વધુ પ્રજાતિના દેશ વિદેશી પક્ષીઓ, 72 જાતની માછલીઓ, 48 જાતની લીલ, 76 પ્રકારના જળચર પ્રાણીઓ, 72 પ્રકારની સુશ્રુત વનસ્પતિઓ જોવા મળે છે.
શિયાળાની ઠંડી શરૂ થતા જ અહીં સહેલાણીઓ દેશ વિદેશી પક્ષીઓ ને જોવા માટે ઉમટી પડે છે. લગભગ 15000 ફ્લેમિંગો દર વર્ષે આ સરોવરની મુલાકાત લે છે ને અને તેમના સંવર્ધનના સમયગાળા અહીં પસાર કરે છે. ઓક્ટોબરથી ફેબ્રુઆરીના સમયગાળામાં તે પોતાના ઈંડા મુકે છે ને બચ્ચા ઉડવા લાગે એટલે પોતાના વતન પાછા ફરે છે. આ સરોવરમાં લગભગ 350 ટાપુઓ આવેલા છે. પાન લખા, ગુલાબી પોળ, યાયાવર, ગજપાવ, લપાખી ધૂમડો, ભગતડો,હંસ,બતક,જળકુકડી સંતાકૂકડી, ખલેલીગયણો, કાળીબગલી, ધોળી બગલી સારસ, જળમૂરઘો,કારચિંયો, મોટો હંજ, ભગવી સુરખાબ અને ફ્લેમિંગો આમ અનેક પ્રકારના પક્ષીઓ અહીં જોવા મળે છે. સૌરાષ્ટના નિચાણવાળા ભાગ દરિયા સાથે જોડાયેલા હોવાના અહીં પુરાવા મળે છે. સહેલાણી ઓ અને પક્ષી વિદો માટે નળસરોવર સ્વૅગ સમાન છે. સહેલાણી ઓ માટે બોટ દ્રારા નૌકાવિહાર અને પક્ષી દશૅનનો લહાવો સરોવરના કિનારે ઘોડેસવારીની મજા ને એ સ્વગૅ સમાન છે.
ફલેમિંગો માટે ખાસ આ સ્થળ જાણીતું છે. અડાબીડ ને અચુકથી અલબેલી ત્યા મળી જશે.
અડાબીડ જવા માટે અધીરો થઇ રહ્યો હતો. રાત પડતાં જ ક્વીન બટૅરના બતાવેલા રસ્તે એને ઉડાન ભરી ને પાંખો ને વેગ આપતા ઝડપ ભેર પંથ કાપવા લાગ્યો. આ તરફ સૂરજ ઉગતા જ અજવાળામાં અલબેલી ને ભાન થાય છેકે પોતે અન્ય અજાણ્યા ઝૂંડ સાથે આવી ગઈ છે. તેને ખુબ જ ડર ને એકલું લાગે છે. અડાબીડની ખુબ જ યાદ આવે છે. પરંતુ હવે કદાચ એ અડાબીડ ને ક્યારેય નહીં મળી શકે એવું તે અનુભવી રહી છે. સારસ બેલડી ને પ્રેમમગ્ન જોઈ તેને આંસુ આવી જાય છે. બધા જ ફ્લેમિંગો પોતપોતાના જોડા સાથે પ્રેમ ને સંવધૅનમાં ખોવાયેલા હોય છે. અલબેલી એકલી સરોવરમાં વિહાર કરે છે. સવારનું સોનેરી કિરણ સરોવરમાં પડે છે પરતુ તેની આસપાસ તો અંધકાર જ હોય છે. દુરથી જ આકાશમાં ઉડતો અડાબીડ અલબેલી ને ઓળખી જાય છે ને સીધો જ સરોવરમાં ઉતરી ને એને આલિંગનમાં લે છે. અલબેલી એને વળગી ને ખુબ રડે છે. અડાબીડ એક પગે ઊભો રહી તેને હસાવે છે. જુદાઈ પછીના મિલન બાદ અલબેલી ને અડાબીડ માટીનો માળો બનાવી એમાં ઈંડા મુકે છે. નળસરોવર પર એમને ખુબ જ મજા આવે છે. બને ઈંડા સેવે છે ને સુંદર બચ્ચું બહાર આવતા જ બને અનુપમ આનંદ અનુભવે છે. સરોવરમાં ગેલકરવી,જલવિહાર પ્રેમભરી રમતો અલબેલી ને અડાબીડના જીવન ને સુખથી ભરી દે છે. બચ્ચા ને અડાબીડ ઉડાન માટેના પાઠ શીખવે છે. ફેબ્રુઆરી માસ પુરો થતા જ ઠંડીનું પ્રમાણ ઘટતા જ ઇચ્છા ન હોવા છતાં તેઓ વતન જવાની તૈયારી કરે છે. અલબેલી એમના આ યાદગાર પ્રવાસ માટે અડાબીડનો આભાર માને છે ને આ નળસરોવરની ભવ્યતા ને સુંદરતાની કાયમ. યાદ રૂપે તે એના બચ્ચા ને' ગુજૅરનળ 'નામ આપે છે. ભારતની ભવ્યતા,સુંદરતા હ્દયમાં ભરી એ વતન જવા ઉડાન ભરે છે.

