ઝંખના-એક સાચા પ્રેમની ભાગ-1
ઝંખના-એક સાચા પ્રેમની ભાગ-1
(આ નવલકથા એક સંપૂણૅ કાલ્પનિક કથા છે. કોઈ વ્યકિત કે સ્થળ સાથે એનો કોઈ જ સંબંધ નથી. )
પ્રસ્તાવના:- પ્રેમ શું છે ?
દરેકની એક ઝંખના હોય છે. પ્રેમને પામવાની, પ્રેમને માણવાની, પ્રેમને મેળવવાની, પ્રેમમાં જીવવાની,પ્રેમ જોડે જીવવાની,પ્રેમમાં ગળાડુબ થવાનીને પ્રેમને પીને તૃપ્ત થવાની, બધાને પ્રેમ જોઈએ જ છે. ખરુંને ? પણ આ પ્રેમ છે શું ?ખબર નહીં પણ કંઈક તો ખાસ છે જેના લીધે જ આ દુનિયા ચાલે છે.
કહેવાય છેકે સાચો પ્રેમ હરએકના નસીબમાં હોતો નથી. એવુ કેમ હશે ? એ તો ખબર નહીં, પણ કદાચ દિલમાં થતો એ ખાસ અહેસાસ ગમે બહુ છે. સાચો પ્રેમ તો ક્ષણભર પણ મળેને તો માણસ એની યાદોના સહારે જિદંગી વિતાવી દેતા હોય છે. તો કેટલાયને પ્રેમ ખાતર જીવન કુરબાન કરતા પણ જોયા છે. ખબર નહીં આ પ્રેમ છે કઈ ગાજરની મુળી ? જેના થકી જ આ દુનિયા ચાલે છે. દરેક જગ્યા એને વસ્તુ પ્રેમ સાથે સંકળાયેલી છે.
મનુષ્ય જ નહીં પરંતુ પ્રાણીઓ પક્ષીઓ ને જીવજંતુમાં પણ અદભુત પ્રેમ રહેલો છે. કૃષ્ણને રાધાનો પ્રેમ આ જગતની મિસાલ છે. પ્રેમ માટેની દોટમાં ખુદને ઓગાળી દેનારા અનેક ઉદાહરણ ભરેલા પડ્યા છે. શુ હશે આ ખાસ અહેસાસ ? આત્માનું જોડાણ થઈ જાય,દિલમાં વસી જાયને ખુબ જ ગમી જાય આ પ્રેમ છે તો કંઈક ખાસ ઈશ્વરે આ જગતને આપેલી અમુલ્ય ભેટ જ સમજો. જેના થકી જ આ જગતને દરેક સંબંધ જોડાયેલા છે. આવા જ સાચા પ્રેમની એક વાત લઈને આવી છું .
દોટ છે એ તરફ, શોધ છે માત્ર એની જ, બસ મારે માત્ર એ જ જોઈએ, એ નહીં તો લાઈફમાં કંઈ જ નહીં, બસ એક ઝંખના છે આ દિલની ખાસ જોઈએ એક ખાસ અહેસાસ, ઝંખના -સાચા પ્રેમની
આ નવલકથા છે. એક અજબ ગજબના પ્રેમની ખાટી મીઠી વાતોની, મીઠા ઝઘડાને તકરારો અજબ ગજબના વિષયો પરની ચચૉ. પ્રેમ, કાળજી ને દરકારની, એકમેકના સન્માનને પરસ્પરના લાગણીથી ભરેલા દિલની મીઠી મધુરી વાતોની, એક અજીબ મુલાકાતોની, કલાકોના કલાકો જ નહીં કાયમ માટેના ઈંતજારની, એક અધૂરા મધુરા અહેસાસની,
લવની અને લાગણીની. એમના પ્રેમના અનોખા સફરની, ખાસ અહેસાસ, દિલમાં દસ્તક. પ્રેમનો મધુરો અહેસાસને એક અનોખો સંબંધ. તો ચાલો મળીએ લવ અને લાગણીને...
ક્રમશ:

