Nayana Viradiya

Inspirational

3  

Nayana Viradiya

Inspirational

આંખનો અફીણી

આંખનો અફીણી

2 mins
8


આંખોમાં અદ્ભૂત કેફ હતો એને પહેલી નજરે જોઈને જ જાણે તેનો નશો થઈ ગયેલો એનો. બસ પછી તો એને જ જોયા કરવાનું મન થયા કરતું. દિવસે આંખો તેને શોધ્યા કરતી ને એ છેક રાતે સપનામાં આવીને અડ્ડો જમાવતી. નીંદર ક્યાંક એ જ ચોરીને લઈ ગયેલી. મીઠા સપનાઓ ને મીઠી મીઠી વાતો ખુલ્લી આંખે વિચારેલા આ ખ્યાલો સપનામાં અભિભૂત થતાં. દિવાનો બની ગયેલો એનો, ના ભૂખ લાગતી ના તરસ નીકળું આમને આમ વરસ.

હિંમત તો હતી નહીં કે એને જઈને કહી દઉં કે તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો. .

એ પુનમનો ચાંદ જોવામાં ચોપડીઓ જોવાનું રહી જ ગયું, પરીક્ષા નજીક આવી ગઈ, આંખનું અફીણ વધુ ને વધુ અસર કરવા લાગ્યું. કયારેક ક્યારેક અજાણતા જ એને મારી સાથે કરેલી વાતો પણ નશો કરી જતી. તેની સાથે થયેલી મુલાકાતો જાણે સ્વપ્નસૃષ્ટિ રચવા લાગેલી. એ તો એનાંમાં જ મગ્ન રહેતી. કયારેક સામે જોતી ત્યારે આ અફીણી આંખોને જાણી જોઈને ભ્રમ થતો કે એ મને જ જુએ છે.

આમને આમ વરસ પૂરું થયું ને પરીક્ષાનું પરિણામ આવ્યું બારમાં ધોરણમાં ટોપ ટેનમાં આવનાર હું બે વિષયની એટીકેટી સાથે પાસ થયો ત્યારે મારી આંખનું અફીણ ઓગળી ગયું સપનઓને તાળા લાગી ગયા અને ટોપ ટેનમાં આવનારની સાથેની એની દોસ્તી જોઈને તો ભ્રમ ભાંગીને ભુક્કો થઈ ગયો. ને આંખનો અફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો. . . ગીતની ધૂન વાગતી પણ દિલમાં બંધ થઈ ગઈ ને બસ ત્યારથી જ આ પુસ્તકને દિલથી લગાવી તેનો જ અફીણી હું આજે સિવિલ એન્જિનિયર બનીને બહાર આવ્યો ત્યારે અનેક પુનમના ચાંદ મારી આંખમાં અફીણ આંજવા થનગની રહ્યા છે એ જોઈને પહેલાં કરતાં પણ વધુ આનંદ આવ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational