Vibhuti Desai

Tragedy Others

3  

Vibhuti Desai

Tragedy Others

જગતનો તાત

જગતનો તાત

2 mins
189


  " સૃષ્ટિનો સર્જનહાર ઈશ્વર એટલે પિતા અને એ જીવોને જીવવા માટે અન્ન ઉત્પન્ન કરનાર હું ધરતીપુત્ર એટલે જ તો મને જગતનો તાત કહેવામાં આવે. હળ, બળદ, જળ, જમીન અને બિયારણ મારાં સાથી. જમીનમાં બી વાવ્યાં બાદ મારી સાથે બળદ પણ ટાઢ તડકો જોયાં વિના સખત પરિશ્રમ કરવામાં મારાં સાથીદાર. કુદરત સાથ આપે યોગ્ય વરસાદ થાય તો મારી ધરતી મા ખેતરને પાકથી લહેરાવે.

  હવે નહેરની સગવડ છે પણ એ પાણી કેટલું મોંઘું ! પાણીનો પિયાવો સમયસર ન ભરાય તો વ્યાજ ચઢાવે. વીજળી રાતનાં સમયે આપે ત્યારે ઉજાગરા કરી રાત્રે ખેતરમાં પાણી આપવાનું. વીજળી બીલ અને ખાતરમાં પણ ઉત્તરોત્તર વધારો.

  પાક તૈયાર થાય અને બજારમાં લઈને જઈએ ત્યારે વીસ કિલોનાં પૈસા આપી એકવીસ કિલો વજન તોકે, આમ એક કિલોના પૈસા ઓછાં આપે, ઉપરથી દલાલીનાં પૈસા આપવાના. ડીઝલનાં ભાવ વધતાં ટેમ્પોભાડું વધારે ચૂકવવાનું. રસ્તામાં સરકારી બાબુઓ આંતરીને મફતમાં લઈ લે તે અલગ. આમ હાથમાં પૈસા આવતાં માંડ ગુજરાન ચાલે એટલાં બચ્યાં હોય.

કુદરતની મહેર થાય તો ઉત્પાદન થાય બાકી કહેર થાય તો !

   દુનિયાની દ્રષ્ટિએ જગતનો તાત કહેવાઉં પરંતુ આ તાતને કોઈ ગણતું નથી. ગણનાં તો મોટા વેપારી કે મોટી જગ્યા પર નોકરી કરતાં સાહેબોની.

 અમારો દીકરો ખેતી કરતો હોય તો એની જોડે કોઈ માવતર દીકરી પરણાવે નહીં. જમાઈ તો જમીનવાળો જ જોઈએ પરંતુ સાથે સારી નોકરી કરતો હોવો જોઈએ. આજકાલ નોકરી સારી હોય પરંતુ જમીન ન હોવાને કારણે દીકરાઓ વાંઢા રહે એવું પણ બને છે.

  પહેલાંના જમાનામાં એવું કહેવાતું કે, ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી, જ્યારે આજે એવું નથી. સરકાર મા-બાપને ચૂંટણીમાં બેફામ ખર્ચાઓ કરવા જોઈતાં નાણાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ આપે એટલે એમને ધ્યાનમાં રાખી ફાયદો કરાવે. સસ્તી જમીન, સસ્તી વીજળી ઉદ્યોગપતિઓ માટે અને આ જગતનો તાત બિચારો બાપડો ! 

   બાકી હતું તે વિકાસને નામે ને ઝડપી બુલેટ ટ્રેઈને ખેતીની કેટલી જમીન હડપ કરી ! આવાં સંજોગોમાં જગતનો તાત આપઘાત કરી જિંદગી જ ટૂંકાવે ને !"


Rate this content
Log in

Similar gujarati story from Tragedy