Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.
Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.

Kantilal Hemani

Tragedy

3.4  

Kantilal Hemani

Tragedy

જાસુસ

જાસુસ

3 mins
121


કામેશ્વરી દેવી આજે ઓફિસે જાવાની ઉતાવળામાં હતી, સ્કુટીમાં ચાવી નાખીને વળી પાછાં ઘરમાં આવ્યાં. આવીને સીધાં રસોડામાં પહોચ્યાં. કાલ્કાપ્રસાદે છાપામાંથી નજર ઉંચી કરીને પૂછયું: શું ભૂલી ગઈ ?

કટાક્ષ ભર્યા આવાજ્માં જવાબ આપ્યો બધું ભૂલી જઈશ, તમને નઈ ચિંતાના કરો !

‘ના’ પણ આતો ફટાફટ પાછી આવી એટલે.

રસોડામાં રોટલીનો ડબ્બો ઉઘડતાં-ઉઘાડતાં કામેશ્વરી દેવી એ જવાબ આપ્યો.

“આ વધેલી રોટલી લેતી જાઉં”

પાછો પોતાનો ચહેરો છાપામાં ડુબાવીને કાલ્કાપ્રસાદે કહ્યું: કોઈ ગરીબ-ગુરબાને આપી દેજે

“હા એમ જ” એટલું બોલતાં- બોલતાં તો દેવીની સ્કુટી નીકળી પડી.

કામેશ્વરી દેવી અને કાલ્કાપ્રસાદનો સુખી સંસાર હતો પણ હમણાં થોડા સમયથી બન્ને વચ્ચે થોડો ખટરાગ વધતો જાતો હતો. કાલ્કાપ્રસાદ હમેશાં ઘરમાં કામેશ્વરીને ફક્ત દેવી કહીને બોલાવતા હતા. પ્રેમ પણ એકબીજા વચ્ચે ભરપુર હતો.આ પ્રેમમાં ખટરાગ ભાળ્યો એટલે તાજા દુધમાં લીંબુનો રસ ભલે એવું વાતાવરણ ઘરનું થઇ ગયું હતું. દેવીને એમ લાગતું હતું કે ધંધામાં મંદીના કારણે નવરા પડેલા ‘પ્રસાદ’ એની જાસુસી કરાવે છે.

કાલ્કાપ્રસાદને એમ લાગતું હતું કે હું હમણાંથી કમાણી ઓછી કરું છું એટલે દેવીનો મારા પ્રત્યેનો ભાવ બદલાઈ ગયો છે. જમતી વખતે પણ એનું ધ્યાન ફોનમાં હોય છે. એક બે વખત દેવી એની ડ્યુટી પર નીકળ્યા પછી તરત જ પ્રસાદ બહાર નીકળેલા અને દેવી મંદિર આગળ ઉભી રહેલી જોવા મળેલી. પ્રસાદને એમ થયું કે ઘરમાંથી નીકળતી વખતે ઉતાવળમાં હોય છે અને અને મંદિર આગળ ઉભેલી જોવા મળે છે. માજરા ક્યા હે ?

સાંજે આવીને દેવીને પ્રસાદ વાતે વળ્યા. ત્યારે દેવીએ મંદિરની વાત કરી એ જાણીને પ્રસાદને ઘણી શાંતિ થઇ.

એમના ઘરથી અડધો કિલોમીટર દુર એક મંદિર હતું. આ મંદિર આગળ એક નવો ભિખારી આવ્યો હતો. ભિખારીનો દેખાવ મનને વિચલિત કરી નાખે એવો હતો.લાંબા વધેલા વાળ, દુર્ગંધ મારતાં કપડાં. ક્યારેક –ક્યારેક આવતા લોકો એને ખાવાનું આપતા હતા પણ દેવી ખાસ એના માટે રસોડામાં વધેલી રોટલી લઈને આવતી. આ મંદિરમાં લોકોની આવન –જાવન એકંદરે ઓછી હતી. નજીકના કેન્ટોન્મેન્ટ વિસ્તારના લશ્કરી જવાનો સવાર સાંજ આવતા. દેવી અને પ્રસાદનું ઘર આ મંદિરથી નજીક હતું એટલે એ લોકો નિયમિત અહી આવતાં.

મનનો ખટરાગ ઓછો કરવા સાંજના સમયે હવેથી પ્રસાદ અને દેવીએ નિયમિત આ મંદિરે આવવાનું નક્કી કર્યું હતું. આવીને લાઈનમાં પગરખાં મૂકવાનાં, બીજા શ્રધાળું આડા-અવળાં મુક્યાં હોય તો એ પણ થોડાં સરખાં કરવાનાં. ખુબ ભક્તિ-ભાવથી કૃષ્ણ-રાધાની મૂર્તિને નમન કરવાનું . બહાર મંદિરની ગૌશાળાની ફ્રી છાશ પીને આત્મા અને પેટ અબ્નને ઠંડુ કરતાં.

ક્યારેક આવતી ચકચકિત લશ્કરી ગાડીઓને જોઈ રહેતાં. જેવી બ્રેક લાગે એ જ સમયે ફૂલ લશ્કરી ડ્રેસમાં એક કમાન્ડો ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા અફસરને જોરદાર સેલ્યુટ આપીને બારણું ખોલતો. સાહેબ જો બુટ પહેરીને આવી ગયા હોય તો જીપ્સીની પાછળની સીટમાં પડેલાં ફોલ્ડીંગ સેન્ડલ સાહેબ આગળ મુકતો. અફસર સર એમનાં લશ્કરી બુટ ગાડીમાં રાખને સેન્ડલ પહેરીને મંદિર તરફ ચાલ્યા જતા. પ્રભુ દર્શન પછી એ જ રૂટીન પ્રક્રિયા પ્રમાણે સડસડાટ કરતી જીપ્સી નીકળી પડતી. વાયરલેસ પર સંદેશો વહતો રહેતો : “ સર કી ગાડી માર્ચ કર ગઈ હે”

હવે દેવી અને કાલકા વધારે સમય સાથે રહેતાં હતાં એટલે દેવીના મનમાંથી પ્રસાદનો જાસૂસીનો ભય દુર થઇ ગયો હતો. આજે સવારના સમયે બન્ને સાથે મળીને છાપું વાંચી રહ્યાં હતાં. એ સમયે બન્નેની નજર અચાનક એક સમાચાર પર પડી. “કેન્ટોન્મેન્ટ વિસ્તારના મંદિર પાસેથી એક વિદેશી જાસુસની ધરપકડ”

 છપાયેલા સમાચારની નીચે એની તસ્વીર પણ હતી. તસ્વીર જોઇને દેવીના મોઢામાંથી રાડ નીકળી ગઈ , “ અરે આતો એ જ ભિખારી છે જેને દરરોજ હું રોટલીઓ આપતી હતી”


Rate this content
Log in

More gujarati story from Kantilal Hemani

Similar gujarati story from Tragedy