Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

ઈકરા

ઈકરા

3 mins
150


ચાલ ને અમિષ આપણે આ શહેર છોડી ભાગી જઈએ,મારા ધનવાન પિતા આપણાં પ્રેમને ક્યારેય લગ્નની મહોર મારવા નહિ દે.

ઈકરા પોતાની સાથે ભણતા અમિષ ને કહે છે.

અમિષ અને ઈકરા M. C. A. નાં ફાઈનલ યર માં હતા. અમિષ ઉદ્યોગપતિ પિતાની એકની એક પુત્રી હતી. ઘરે નોકર ચાકર હતા. ખૂબ લાડલી હતી એના પિતાની. ઈકરા ભણવામાં હોશિયાર હતી. અને કોલેજ માં સંગીત ડાન્સ વિગેરેમાં પણ ખૂબ સારો દેખાવ હતો. અમિષ ગામડેથી આવ્યો હતો. એના પિતા મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. અમિષના સુંદર ભવિષ્યના કેટલાય સપનાઓ હતા એની આંખમાં, એટલે જ શહેરમાં આગળ અભ્યાસ માટે હોસ્ટેલમાં રાખે છે.

અમિષ પણ માતાપિતાની પરિસ્થિતિ અને સપનાઓ વિશે જાગૃત હતો. એટલે જ બધા વિદ્યાર્થીની જેમ કોલેજમાં બંક મારવો કે આડી અવળી કોઈ લત નહોતી. ધ્યાન રાખીને ખૂબ મહેનત કરતો,અને પિતાને મદદરૂપ થઈ શકાય એ માટે પાર્ટ ટાઈમ જોબ પણ કરતો.

ડાન્સ ખૂબ સારો આવડતો હતો. પિયાનો પણ ખૂબ સારો વગાડતો હતો. એની પિયાનાની ધૂન સાંભળીને જ ઈકરા એની દીવાની બની હતી.

ઈકરા ઘરમાં પ્રેમની વાત કરે છે. પણ એના પિતા એ વાતને મંજૂર નથી કરતા. એની ઈચ્છા તો એના બિઝનેસના પાર્ટનરનાં પુત્ર રવિશ સાથે કરવાની ઈચ્છા ધરાવતા હોય છે.

રવીશ પૈસાદાર પિતાનો ઘમંડી અને આવારા પુત્ર હતો. ઈકરાંનાં પિતા ઈકરાંની સગાઈ નક્કી કરવા માટે, રવિશનાં શહેરમાં જતા હોય છે. અને સગાઈની તારીખ ફિક્સ કરી પાછા ફરતા હોય છે. ત્યાં રસ્તામાં કેટલાક ગુંડાઓ એના પર જાનલેવા હુમલો કરે છે. અને પૈસા ભરેલી બેગ લઈને ભાગવાની તૈયારી કરતા હોય છે. ત્યાં અમિષ જોઈ જાય છે. ગુંડાઓ સાથે લડે છે. અને એની પાસે શારીરિક શક્તિ એટલી હતી કે,પોતે એકલો લડી ગુંડાઓને ભગાવે છે અને ગુંડાઓને હુમલો કરવાનું કારણ પૂછે છે ત્યારે રવિશનું નામ બતાવે છે. આ સાંભળી ઈકરાંનાં પિતા આઘાત પામે છે. અને મનોમન એની સાથે ઈકરાંનાં લગ્ન ન કરવાનો નિર્ણય લે છે.

અમિષ નાણાં ભરેલી બેગ ઈકરાનાં પિતાના હાથમાં આપે છે. ઈકરાનાં પિતા ગાડી ચલાવવા સક્ષમ નહોતા,એટલે અમિષ પોતે ઘર પર છોડવા જાય છે. અને રસ્તામાં અમિષ અને એની કુટુંબીજનો વિશે માહિતી લે છે.

એને ઈકરા માટે અમિષ યોગ્ય લાગે છે. અને ઈકરાંને બધી વાત કરે છે. કે એ વ્યકિતએ મારી જાન બચાવી મારા પર ઉપકાર કર્યો છે.

તારા લગ્ન હું એની સાથે કરાવીશ. આવતી કાલે એ લોકો આપણા ઘરે આવવાના છે. તો તું રેડી રહેજે.

ઈકરાં ને કોઈ મૂડ હોતો નથી. પણ પિતાની ઈચ્છાને માન આપી એ ઉપરથી નીચે આવે છે. અને અમિષને જોતા જ નવાઈ પામી ગઈ. અને અમિષ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. બંને એકબીજાને જોતા રહી જાય છે. ત્યારે એના પિતા પૂછે છે,"તમે બંને એકબીજાને ઓળખો છો ?''ત્યારે ઈકરા કહે છે. જેની સાથે હું પ્રેમ કરતી હતી. આ એજ વ્યક્તિ છે.

બધા ખુશ છે. ઈકરા અને અમિષના ધામધૂમથી લગ્ન થાય છે. અને બંને નવો સંસાર વસાવવા જાય છે. ખૂબ ખુશ છે બંને એકમેકના હાથમાં હાથ નાખી ચાલી રહ્યા છે.

બહાર ગીત વાગી રહ્યું છે.

મે એક રાજા હું તું એક રાની હૈ પ્રેમ નગર કી યે એક સુંદર પ્રેમ કહાની હૈ,મે એક રાજા હું"


Rate this content
Log in

Similar gujarati story from Romance