Shanti bamaniya

Romance

4.0  

Shanti bamaniya

Romance

હવે કયારે મળીશું ?

હવે કયારે મળીશું ?

2 mins
360


મારે બસની સફર ફરી કરવી છે.એ જ સીટ પર બેસીને જ્યાં આપણે પહેલીવાર મળ્યા હતાં.

પહેલીવાર કોઈ ને મળવું. પહેલી વાર કોઈ ની જોડે વાત કરવી.

ત્યારે તે સૌથી ખાસ બની જાય છે જ્યારે તે અજાણ્યું હોય અને આપણું પોતાનું લાગે.

એની બારીની બહાર જોઈ રહેલી આંખો બાજુની સીટ પર બેસીને એનું તરફ મારું જોવુ અને વિચારતો હતો કે તેની જોડે વાત કરું.....

ખબર નહીં પણ કંઈક તો સ્પેશિયલ હતું ....પહેલી વાર એકબીજાને જોઈને એવું લાગ્યું ઉલઝી જવું છે ...‌ એકબીજામા ...ઉલજવા તો નથી આવ્યા આપણે પણ....તે નજદિકિયા પણ ગજબની હતી એવું લાગતું હતું કે તારી પાસે બેસી રહેવું છે ..

કોઈ વ્યક્તિ આટલી ખૂબસૂરત હોય શકે છે. !

આ નીરવ ને પહેલીવાર અહેસાસ થયો કે મારે આ ચહેરા પાછળનું રહસ્ય પૂછવું છે. જરૂર કાઈક તો કહાની છે. અને દરેકની કોઈને કોઈ કહાની તો હોય જ છે.

એ પાંચ કલાકના સફરમાં એક બીજાની કહાનીઓ સાંભળાવી કે તેઓ જિંદગીમાં કયા કયા તૂટયા હતાં.. ક્યાં અને કઈ જગ્યાએ જોડાયા હતાં. કહાનીયો નો દોર ચાલતો ગયો.‌. એક બીજાના ફોન ની આપલે કરીને બસ ની સફર માંથી છૂટા પડ્યા હતાં.

મોબાઇલના કી પેડ પર ચાલતી આંગળીઓ દ્વારા અનાયાસે એક પ્રશ્ન બીજા દિવસે એસ.એમ.એસ ના સ્વરૂપમાં પહોંચ્યા.

હાય, હલો, કેમ છો, મજામાં.. કહેતા ...કહેતા..

હૃદયમાં એવા તો કોરોનટાઈન થયા કે બહાર નો એન્ટ્રી થઇ ગઇ એમની.

નૂપુર જોડે વાત કરતા તુષાર શુક્લ ની કવિતા યાદ આવી ગઈ.

દરિયાના મોજા કઈ રેતી ને પૂછે.

તને ભીજાવુ ગમશે કે કેમ?

એમ પૂછીને થાય નહીં પ્રેમ....

ચાહવાનો, ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું.?

આંખોનો આવકારો વાંચી લેવાનો ભલે હોઠોથી બોલે કૈ, બીજું.

આ બે વ્યક્તિઓ વચ્ચે સમજ ને અલગ-અલગ વિચારસરણી ધરાવતા બે અલગ અલગ મનનું એક પણ થવું જરૂરી હતું.

એક ને એક મળીને એક જ થઈ ગયા પ્રેમની પણ ક્યાં કોઈ ઉંમર હોય છે ..‌ના તો કોઈ તેનો સમય હોય છે...‌ જ્યારે પણ થાય છે અનહદ થાય છે.

ફરી ક્યારે મળીશું એ તો ખબર નથી પણ જ્યારે પણ મળીશું તમે તમે નહીં હોય અને હું પણ હું નહીં હોવ આમ તો વાતો ઘણી કરી છે..‌ પહેલા પણ ક્યારે મળીશું.

મનમાં તો વાતો ઘણી હશે પણ વાતો કરવા શબ્દો નહી જડે એવી અલગ જ હશે મુલાકાત આપણી.

અને આ મુલાકાત કરવા માટે મળવા ના હતાં ને લોક ડાઉન આવી ગયું..

"મળવાના હતાં પણ હવે શું હમણાં જ સમાચાર છે કે કાલે તો લોકડાઉન થવાનું છે. "નૂપુરે કહ્યું.

"નો પ્રોબ્લેમ પછી મળીશું."

"ફરી થોડાક શબ્દો એસ.એમ.એસ માં અઢડક લાગણીઓ સાથે આવ્યા આપણે જેની સાથે સૌથી નજીક હોઈએ છીએ ત્યારે જ આવી પ્રોબ્લેમ કેમ આવી ને ઊભી રહે છે."

"આઈ કેન અન્ડરસ્ટેન્ડ તું એકલી નથી'

એક એસ.એમ.એસ સાથે આંખો ભીની થઈ ગઈ. એક અજ્ઞાત ભયથી.

બહારથી પરફેક્ટ લાગતા.

આ સ્માર્ટ ટુલ્સ ની વચ્ચે..

 અકળામણ, વ્યથા સાથે ભીતરમાં કશુક ખદબદી રહ્યું હતું અને તે ભય હતો આ 'કોરેના' વાયરસ નો.

ખબર નહી કોરેના રૂપી રાક્ષસના ચંગુલમાંથી કયારે છુટાશે અને હવે ફરી ક્યારે મળીશું?


Rate this content
Log in

Similar gujarati story from Romance