હજાર
હજાર
લક્ષ્મીબાઈને રોજ ના કરતાં આજે મોડી આવતાં જોઈને શેઠાણીબા એ ચિંતા કે સંવેદનશીલતાનો ડોળ કર્યા વગર છણકો કર્યો, "આજે વહેલા આવાનું યાદ ન રહ્યું તો બપોરનું ખાવાનું પણ નહીં મળે. અને હા...આજે ઘરના બધા પડદા ધોઈ નાખજે ! "
બિચારી લક્ષ્મીબાઈ કાંઈ બોલી ન શકીને આમ દરેક ઘરેથી દાટ પડીને મોડી રાતે પોતાની ઝૂંપડ પટ્ટી તરફ પાછી ફરી. બાજુવાળી શાંતા એની રાહ જોઈને બેઠી હતી એનો વર ફળીયામાં ઢીંચીને બેભાન અવસ્થામાં ખાટલે પડ્યો હતો. શાંતાબાઈને પણ લક્ષ્મીબાઈની જેમ જ રોજ કામે જવું પડતું . ફક્ત માત્ર એજ હતો કે એનો વર દારૂડિયો હતોને તેને કોઈ છૈયા છોકરાં હતા નહીં. લક્ષ્મીબાઈને દીકરો હતો કે જે બાપના દેવાને લીધે ભરપાઈ કરી કરીને થાકી ગયો હતો પણ વ્યાજ ઉપર વ્યાજ ભરાય પણ બાકી ઉધાર તો બાકી નું બાકી જ રહે.
આખરે એણે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યોને બિચારી લક્ષ્મીબાઈ ગામના વૈતરાં કરતી રહીને એકલી જીવતી રહી. ચાલી ચાલીને ઘસાઈ ગયેલા ચંપલ અંગુઠેથી તૂટ્યા ત્યારે મોચીએ સાંધી દેવાની ના પાડીને કીધું માઈ બીજા નવા લે આ હવે સંધાય તેમ નથી. લક્ષ્મીબાઈને શાંતાબાઈ આજુબાજુની સોસાયટીમાં જઈ કામ કરે રાત પડે ઘરે આવે. કેહવાતી ખોરડી.. અરે નામની ખોરડીમાં માંડ માંડ ચૂલો બળે તો પણ લક્ષ્મીબાઈ શ્રધ્ધાથી રોજ દીવો કરે, મંદિરે જાયને બાજુવાળા કેશુને દીકરાથી વધુ સાચવે. બાજુ ની ખોલમાં રહેતી જમનાબlઈને ત્યાં બકરી હતી તેની પાસેથી લક્ષ્મીબાઈ રોજ વાટકી દૂધ માંગી લાવી એની ચા બનાવી કેશુ
સાથે રકાબી રકાબી પીને આનંદ લેતી. કેશુ પરણેલો પણ માઈ પાસે બેસીને ક્યારેક ચા પીતો બેય સગા મા-દીકરાં જેટલો આનંદ પામતાં.
કેશુએ ચૂંટણીના સમયમાં નેતા એમને ગામ પધારવાના છે તેમ કહ્યું સાથે જમણ પણ હતું. બધા ખૂબ હોંશે હોંશે પહોંચી ગયા. કોઈને ભાષણમાં રસ નહોતો. આ બધા ત્યાં ખુલ્લા મેદાનમાં ધૂળમાં બેઠા હતાને રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ખાવાનું આવે. ને સાચે કેટરીંગ ટ્ર્ક આવીને ઉભી રહી તોનેતા એ પોતાનું ભાષણ જયહિંદ કહીને બંધ કર્યું . બધાને પેકેજ્ડ ફૂડ મળ્યું. બીજાની પાછળ આ બધાને પણ સ્ટેજ પાસેનેતા ના હાથે પૈસા મળ્યા. બધાને સો સોનીનોટ મળતી હતી પણ માઈના આશિર્વાદ મળે તેથી હજારની નોટ દીધી. લક્ષ્મીબાઈની મુઠ્ઠીમાં હજારની નોટ ઘણાની નજર બહાર ના રહી. ડરતાં ડરતાં ઘરે આવીને ક્યાં સંતાડવી એની ચિંતા માં ગાંઠે બાંધીને સાડલો ખોસીને તે સૂઈ ગઈ. વહેલી પરોઢેતેની આંખ ખૂલી ગઈ. પણ પડ્યા પડ્યા એને વિચાર આવ્યા કે આપૈસા માંથી પોતાના તૂટી ગયેલાં ચશ્માં ફિક્સ કરાવવા. મૄત્યુ પામેલા દિકરાના ફોટાની નવી ફ્રેમને કાચ બદલવો. ને કેશુની વહુ માટે સાડલોને એના બાબલા માટે બુશર્ટ પેન્ટ લેવા.
એ તો હરખાતી હરખાતી ઉઠી ગઈ. પૂજા પાઠ પતાવી કેશુ સાથે ચા પીતા પીતા બોલી કે મને બધુ લેવા બાજુના શહેરમાં જવું છે. પણ જો તું સાથે આવે તો. કેશુ એ પૈસા વાપરવા કરતા બિમાર પડે કે કંઇ જરૂર પડે ત્યાં વાપરવા અત્યારે ઉડાડી મૂકવા ખૂબ મના કરી પણ લક્ષ્મીબાઈના માની તે ના જ માની. છેવટે એકલી જઈશ કહીને ચાલવા માંડી. ન છૂટકે મા જેવી જ છે તો સાથે જવા કેશુ તૈયાર થયો. બંને બસમાં બેસી શહેરે પહોંચ્યાં. હજુ તો દુકાનો ખુલી જ હતી. ચશ્મા ના કાચ ફિક્સ તો થઈ ગયા પણ હજારની નોટ ધરી તો સેલ્સમેને કીધું છૂટ્ટા નથી. કેશુ એ પોતાના ખિસ્સામાંથી કાઢીને બિલ ચૂકવ્યું. મૄત્યુ પામેલા દીકરાના ફોટાની ફ્રેમને કાચ નંખાઇ ગયો પણ હજારનીનોટ ના છુટ્ટા દુકાનદાર પાસેથી ના મળ્યા. તેણે કહ્યું કપડા લઈને આવોને ત્યારે છુટા મળે ત્યારે વળતા ફોટો લઈ જજો.
ગમતો સાડલો લઈને બુશર્ટ પેન્ટ પણ લઈને બીલ ભરવા લક્ષ્મીએ હજાર નીનોટ કાઢી તો દુકાનદારને એમનાં દેખાવ ઉપરથી લાગેલ કે આ નોટ હજાર ની સાચીનોટ નથી. સામે ચા પીતા હવાલદારને જોઈને બોલાવી પૂછ્યું શું લાગે હજારની નોટ સાચી છે કે ખોટી. હવાલદાર કંઈ ઉતરે એવો નહોતો. બંનેને લઈ ગયો પોલિસ સ્ટેશને. કલાકો સુધી બહારે બેસાડી સાંજ પડવા આવી ત્યારે જેલમાં પૂરી દીધા. ઉપરથી પટ્ટે પટ્ટૅ કેશુને માર્યો એ અલગ. લક્ષ્મીબાઈની વાત કોઈને સાંભળવી નહોતીને કેશુ એનેતાની વાત કરી તો કોઈ માનવા તૈયાર જ નહોતું. આખો દિવસને આખી રાત ભૂખ્યા એક બીજાની ઓથે પડ્યા રહ્યા. કેશુને બહુ માર મારેલો લક્ષ્મીબાઈ માથા કૂંટતી રો કકળ કરી રહી હતીને પોતાને દોષ દેતી બોલતી હતી કે બધામાં તેનો જ વાંક હતો. જો એણે હજારની નોટ લીધી જ ના હોત તો ? ને લીધી તો ખરચવાનો શોખ ના કર્યો હોત તો ?
હવાલદાર જઈને ગામમાં આવેલા એજનેતાને રાતોરાત મળી આવ્યો. એની પાસેથી વાત જાણ્યા પછી એને બ્લેકમેઈલ કરવાની ધમકી આપી નેતા પાસેથી પચ્ચીસ હજાર કઢાવ્યા. ઉપરથી ચા-પાણીના ચાર-પાંચ હજાર ચૂપ રહેવાના કઢાવ્યા. સવારે ચાને બ્રેડ આપી લક્ષ્મીબાઈને કેશુને ધમકાવતાં હવાલદારે કહ્યું અહીંથી સીધ્ધા તમારા ગામે ચાલ્યા જાવ. આ તારી હજારની નોટને બીજા પચાસ રૂપિયા ભાડા ના રાખ. બંને એ એક્બીજા સામુ જોયું. લક્ષ્મીબાઈ એ હજારની નોટ જ લીધીને ત્યાંથી ભાગતાં ભાગતાં બસ પકડી. કન્ડક્ટર બીજાને ટિકિટ આપતો હતો ત્યારે પેલા ફોટાફ્રેમ વાળા દુકાનદારનો અવાજ સંભળાયો.એણે કહ્યું, 'બાઈ તારા દીકરાનો ફોટો ' લક્ષ્મીબાઈએ હજરનીનોટ કાઢી પણ દુકાનદારે કહ્યું બીજી વાર આવે ત્યારે પૈસા આપજે . રસ્તામાં આવતી નદીમાં હજારની નોટ બસમાંથી ફેંકતાં લક્ષ્મીબાઇને કેશુ એ હળવાશ અનુભવી.
