હિટ એન્ડ રન - હિટલર
હિટ એન્ડ રન - હિટલર
સાડા પાંચ - છ વર્ષનાં દ્વિતિય ગ્લોબલ યુદ્ધ દરમિયાન બાકીનાં દેશોથી બરતરફ કરવામાં આવેલ શહેર એમનું હતું. કે જ્યાં નૉન - જ્યૂઈશ લોકોની સંખ્યા બહોળા પ્રમાણમાં હતી.
કોન્સ્ટ્રેશન રૂમમાં મોકલવા માટે જ્યારે એમ્સનાં ઘરે સમન્સ આવ્યું ત્યારે કોઈને કંઈ સૂઝકો જ ન પડ્યો કે શું કરવું, કેવીરીતે સુરક્ષિત થવું કે ક્યાં જઈને છૂપાવું!?!
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન હિટલરની વિરુદ્ધ જવાનું સાહસ કોઈનામાં નહોતું. અને એ સ્વાભાવિક પણ હતું. એની સત્તા જ એટલી ખતરનાક હતી કે ક્ષણભર માટેની આઝાદી પણ સ્વપ્નવત લાગતી હતી.
કેટલાંક નૉન જ્યૂઈશ લોકોનાં સમૂહને ગુપ્તવાસમાં રહેવાનો સમયગાળો રોમાંચક કદાચ લાગ્યો હોય. પણ, એમ્સ અને એનાં કુટુંબીજનોને 'મરો કે તરો' જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી.
અને, એવામાં એમ્સ એક ઝીંદાદિલ યુવક હતો. જે અબઘડી જીવવામાં માનતો હતો. આવનારી બીજી ત્રીજી ચોથી કોઈપણ પળ નહીં. બસ, આજ, હમણાં, અબઘડી જ આપણા હાથમાં છે. એને ખુશહાલ થઈ જીવો. કાલ કોણે જોઈ છે?
હિંદી ફિલ્મનું ગીત પણ આવું જ કંઈક સમજાવે છે :
"જિંદગી... હસને-ગાને કે લિયે
હૈ પલ દો પલ,
ઇસે ખોના નહીં, ખોકે રોના નહીં...
જિંદગી..."
એમ્સની એક ક્લોઝ ફ્રેન્ડ હતી - ડેઈઝી. એક તરફ ચાલી રહેલી આઝાદીની એ લડત માટેનાં ન્યૂઝ જ્યારે જ્યારે રેડિયો પર સાંભળતી ત્યારે ત્યારે એનાં મનમાંની એ મથામણને કેટલાંક શબ્દોમાં એ એની ડાયરી પર અંકિત કરી દેતી:
બધા લોકોને સ્વતંત્રતામાં જીવવાનો સમાન અધિકાર છે.
ડેઈઝીનાં તથા એમ્સ બંનેનાં વિચારો લગભગ મળતાં આવતા હતાં. અને એટલે જ તેઓ એકમેકના ખરાં સાથી હતાં.
એ ટ્રુ ફ્રેન્ડ્સનું એમ માનવું હતું કે,
જ્યૂઈશ તરીકે જન્મવું કોઈ ગુનો નથી. પણ, કેટલાંક લોકો ધર્મનિરપેક્ષતા પર જોર નથી દેતાં હોતાં એટલે કદાચ એમને અને એમની ફેમલીને દરબદર ભટકવાનો વારો આવ્યો હોવો જોઈએ.
જ્યૂઈશ માટે જે પણ નીતિ નિયમો બનાવવામાં આવ્યાં હતાં એ મુજબ એમનાં માટે અલાયદી માર્કેટ, અલાયદી દુકાનો, અલાયદી સ્કૂલો તથા અલાયદા
રસ્તાઓ હતાં. તેમજ, ઘરની બહાર નીકળવા તથા પોતાનાં જ ઘરમાં આવવા માટેની સમયની પાબંદીઓ પણ ખાસ પ્રકારની હતી.
એથી વિશેષ હિટલરશાહીનો વિરોધ કરનારને જીવવાનો અધિકાર નહોતો. અને મૃત્યુ પણ એનાં કહેવાતાં બાશીંદાઓ દ્વારા જ અમલમાં મૂકવામાં આવતું.
આબાલવૃદ્ધ કોઈ કરતાં કોઈનેય હિટલરે બક્ષ્યાં નહોતાં.
જ્યૂઈશ લોકોને ટોર્ચર રૂમમાં એકઠાં કરવાની નાઝીઓની વૃત્તિ બાબતે કશું જ કહેવા જેવું નથી રહેતું. પણ, ઘણું બધું કહેવા કરતાં કરવામાં માનતો હોવાથી એમ્સ અને એની ફ્રેન્ડ ડેઈઝી બેઉ ભેગા મળીને એમનાં પરિવારને સંભાળી લેતાં. પરંતુ, એમની એ દોસ્તી તથા ઠાવકાઈભરી વાતોમાં કોઈનેય ખાસ રસ નહોતો.
જ્યુઈશ તરીકે આ ધરતી પર આજનાં યુગમાં અહીં જન્મ લઈ મેં ખૂબ ઓછી આઝાદી મેળવી છે. પણ, મારું એ માનવું છે કે, બધા લોકોને સ્વતંત્રતામાં ખુલ્લા મને શ્વાસ લેવાનો, જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે. આવા ઉમદા વિચારો ડેઈઝી ધરાવતી હતી. અને એની ચર્ચા પણ એ એકમાત્ર એમ્સ, એનાં ખાસ ફ્રેન્ડ સાથે કરતી.
આઝાદીની લડત દરમ્યાન હિટલરે જ્યૂઈશ લોકો માટે જહન્નુમથી પણ બદ્તર જિંદગી વિચારી રાખી હતી. નાઝીવાદને અપનાવનાર સ્વર્ગમાં મ્હાલે એવી વ્યવસ્થા હતી. જ્યારે, ન માનનારનાં દેહનાં એક એક અંગનો ય સોદો કર્યો હતો.
જાણવામાં આવ્યું હતું કે, એક પહાડી પર વજનદાર પથ્થર લઈ ઉપર તરફ ચાલતાં રહેવાનું. એ પણ એક કતારમાં. થોભ્યા વગર. રોકાયાં તો ચાબુકનો માર મળતો. અને, ઉપર ટેકરી પર પહોંચી ગયા તો એ દિવસનું જીવનદાન. બીજે દિવસે, નવી ઘડી નવો દાવ. નવી સજા, નવી મોત.
અને, જે મરી ગયા હોય એનાં સોનાનાં દાંત સિખ્ખે તોડીને કાઢી લેવામાં આવતાં. આંગળી, કાનમાંથી રિંગ્સ ન નીકળે તો જે તે અંગે કાપીને મેળવી લેવાતી.
દોઝખભરી જિંદગી શું કહેવાય એ રેડિયો વડે લોકોને જાણવા મળતું. નાઝીવાદનાં ઉદય થકી માનવજાત માટે એક ઉદાહરણ કરવામાં કોન્સન્ટ્રે્શન કેમ્પ કે પછી મોતનાં સ્ટેપ્સ અને હોલોકોસ્ટની અનૈતિક છબીનો આકાર વિશ્વ સામે પ્રસ્તુત કરવા માટે ખાસ કોઈ હાજર નહોતું.
એવામાં, એમ્સ અને એની ફ્રેન્ડ ડેઈઝીએ એક મુહિમ છેડી અને લોકોને જાગૃત કરવા માટે ગુપ્ત મેસેજ લોકો સુધી પહોંચાડતાં.
કે,
આઝાદી મેળવવા માટેની હિંમત, ધૈર્ય, આશા અને દૃઢ નિશ્ચય એ જ્યૂઈશ તરીકે તમારામાં તમારાં પૂર્વજોએ કે પછી શહીદોની શહાદતે ભર્યો છે, એને જાગૃત કરો. પીછેહઠ કરવાને બદલે હિંમતભેર આગળ વધો. સફળતા હાથવેંતમાં જ છે.
યા હોમ કહીને ચલો,
ફતેહ છે આગે...
"ધ્યાનમાં રાખો, લોકો દુષ્ટ હોતા નથી. દયાળુ જ હોય છે. પરિસ્થિતિ મુજબ બદલાઈ જતા હોય છે. પણ કેમ !? એ જાણવાનો સમય હજુ પાક્યો નથી. હાલ ખુદને સ્વસ્થ રાખો, મનથી તેમજ સમજથી. સફળતા તમને જ મળશે."
એક સમયે હિટલરે પણ જે અનુભવ્યું હતું એ સત્ય એની સામે એનું મૃત્યુ લઈ ઊભું હતું. ત્યારે એને પોતાને, પોતે લોકો પર કરેલા જુલમ યાદ ન આવ્યાં.
કેવળ યાદ આવ્યું પ્રકૃતિ દર્શન !
જીવનની સૌથી નાનામાં નાની બિટ્સ, કે ધ્વનિ, ઊગતા અને આથમતા સૂર્યનાં કિરણો, ફૂલોનું મહેકવું, ભ્રમરનું ગુંજન કરવું, તેમ જ પક્ષીઓનો અવાજ તમારી એકલતાને તમારી સાથે માણવા તત્પર હોય એમ હંમેશા અનુભવો. જીવન જીવવા માટે છે, નહીં કે, છીનવવા માટે.
હિટલરશાહીનો અંત હિટલરના જ કોઈ ખાસ અનુયાયી દ્વારા થયો. હિટલરને ઝેર આપીને મારી નાખવામાં આવ્યો.
શું અને કેટલું ભોગવી શક્યો એ હિટલર એની પોતાની સરમુખત્યારશાહી !
મારી હાજરી હશે જ કદાચ એનાં એ વિશ્વમાં. અને એ પણ એની વિરોધમાં જ કદાચ. તરફેણમાં રહેવા યોગ્ય હિટલરનું એક પણ કાર્ય નહોતું.
મનોવિજ્ઞાનની દૃષ્ટિએ,
એવું માનવામાં આવે છે કે, હિટલરને એની માતાએ દગો દીધો. અને એટલે જ, એની માતા પરની દાઝ એણે સમગ્ર વિશ્વ પરનાં જ્યૂઈશ લોકો પર કાઢી. કેમકે, એની માતા જ્યૂઈશ હતી.
મતલબ કે, બુદ્ધિશાળી લોકો (ખાસ કરીને હિટલર)ની બુદ્ધિ પાનીએ જ હોય છે. કાં!!
હિટ એન્ડ રન કર જાયે વો હિટલર.
બિના લડે માર દે વો હિટલર.
