STORYMIRROR

Aniruddhsinh Zala

Tragedy Action Inspirational

4  

Aniruddhsinh Zala

Tragedy Action Inspirational

હિંમતથી મુક્તિ કુરિવાજની કેદમાંથી

હિંમતથી મુક્તિ કુરિવાજની કેદમાંથી

3 mins
387

મા બાપની લાડકી દીકરી સુરભી ભણવામાં ખુબ જ હોશિયાર હતી. કોલેજમાં પસંદ કરેલ યુવક સોહમ સાથેની તેની પાંગરેલી પ્રીતની જાણ થતાં જ મા બાપે સોહમ સાથે લગ્નની મંજૂરી આપી સગાઈ કરી દીધી હતી.

બગીચામાં મળતાં જ સુરભીએ સોહમને કહેલું,

 "સોહમ મારુ ડોક્ટર બનવાનું સ્વપ્ન છે. લગ્ન પછી કોઈ મને ભણતા રોકશે તો નહીં ને ?

વિચારમાં પડેલો સોહમ બોલ્યો, "અરે કોઈ રોકશે તો હું મનાવી લઈશ પણ તું જલ્દી લગ્ન માટે હા પાડી દે પ્લીઝ."

સુરભીએ સોહમની વાત પર વિશ્વાસ મૂકીને લગ્ન માટે સંમતિ આપતાં બંનેના મા બાપની સહમતીથી ધામધૂમથી લગ્ન થઈ ગયા. સુરભી લગ્નબાદ ઢોલીએ બેઠી સોળ શણગાર અને અનેક અરમાનો સાથે પતિની રાહ જોઈ રહી હતી.

 "મીઠડાં મનના અરમાનો સંગે ઊડે આકાશ પાવન પ્રીતની સાચી આજ થાશે શરૂઆત."

 સુહાગરાતના દિવસે જ મોટેથી અવાજ થતાં સુરભીએ બારીમાંથી જોતાં સાસુમા સોહમને ધમકાવી રહ્યાં હતાં,

"ખબરદાર હવે જો વહુને ભણવાની વાત કરી છે તો. વહુને બહાર મોકલીને ઘરની આબરૂના ધજાગરા નહીં કરવાં દઉં."

મયુર કમરામાં પ્રવેશતા જ સુરભીએ તેની માની વાત સાંભળી હોવાનું જણાવીને સોહમનેને પૂછ્યું,

 "તો તમે હવે મને આગળ નહીં જ ભણવા દો એમને ?" પૂછતાં સોહમ બોલ્યો, "સોરી મારી જાન બાની મરજી વિરુદ્ધ હું નહીં જઈ શકું."

"પણ સોહમ તે તો કહ્યું હતું કે,.." સુરભીને વચ્ચે રોકીને સોહમ બોલ્યો,.

"અરે યાર જવા દે ને હું છું તારી સાથે પછી તારે હવે બીજી કોઈ જરૂર જ નહીં પડે. તને એટલો બધો પ્રેમ કરીશ કે તું ડોક્ટર બનવાનું પણ ભૂલીને એક ઉત્તમ વ્હાલી ઘરવાળી બની જઈશ અને થોડા સમયમાં તો તું બાળકો રમાડતી હશે આપણા."

"પ્લીઝ સ્ટોપ સોહમ.." સુરભી બોલી,

 "મને લાગણીમાં બાંધીને મારુ સપનું તોડવાની વાતો બંધ કર.."

સુરભીને બાહોમાં કસીને પકડીને સોહમ બોલ્યો,

"સારું ચાલ આજની રાત તો ભૂલી જા અને બાહોમાં સમાઈ જા કાલે આ વાતની ચર્ચા કરીશું આપણે."

સુરભીએ એક જોરદાર ધક્કો મારતાં સોહમ દૂર પલંગમાં જઈને પટકાયો. અને સુરભીએ રૂમનો દરવાજો ખોલી નાખ્યો એટલે સોહમ બોલ્યો,

 " અરે સુરભી..... આ શું કરે છે તું.."

જોરથી અવાજ થતાં જ સાસુમા દોડતા આવ્યા અને બોલ્યાં,

"શું થયુ દીકરા.? આજ જીવનની અનમોલ ઘડીઓમાં આ દરવાજો કેમ ખોલ્યો.?

"મા માત્ર શ્વાસ ચાલુ હોય તે શું જીવન કહેવાય.?"

સાસુ બોલ્યાં, "કંઈક ફોડ પાડ વાતનો તઈ ખબર પડે બાકી શ્વાસ ચાલુ હોય ઈ જીવન જ ગણું હું તો."

"પણ હું નથી માનતી મારુ સ્વપ્ન રોળાઈ જતું જોઈને બેસી રહેવું તેને." સુરભી બોલતા જ સોહમ ઊભો થઈને આવીને બોલ્યો,

"મા તમે આરામ કરો હું સમજાવી દઈશ સુરભીને."

"ના સોહમ હું આ બાબતે સમજવાની નથી જ." સુરભી બોલતા મા અકળાઈને બોલ્યાં, "એય ડફોળ જરા વાતનો ફોડ પાડ કઈ બાબતે આ નવી આવેલ વહુ આટલું મોઢું ચડાવીને બેઠી છે.?"

 "મા એને આગળ ભણીને ડોક્ટર બનવું છે."

સોહમણી વાત સાંભળતાં જ મા નો ગુસ્સો આસમાને ચડી ગયો. સુરભી સામું જોઈને બોલ્યાં,

"આપણા વિસ્તારમાં બે ડોક્ટર છે તારે ડોક્ટર બનીને શું કામ છે.? અને તું ડોક્ટરની બનીશ તો ઘર કોણ સંભાળશે અમારો વંશ આગળ કોણ વધારશે ?"

"બા હું બધી જ જવાબદારી નિભાવીશ પણ મને મારુ સપનું પૂરું કરવા દો પ્લીઝ."

સુરભી વચ્ચે બોલતા જ મા તાડુક્યા,

"ચૂપ કર એય ચાંપલી.. ! અમારા ઘરની વહુ બહાર નોકરી કરવાં જતી જ નથી સમજી. ઘર સાચવે સારી રીતે એ જ સાચો પત્નીનો ધર્મ છે."

 " પણ મા મારે ભણવું છે.. !" સુરભી ફરી બોલે તે પહેલા જ સોહમ બોલ્યો,

"સુરભી સાસુની મર્યાદા તો રાખતાં શીખ જરા પહેલા જ દિવસે તું સામે બોલે છે."

મા ગુસ્સામાં બોલ્યાં,

 "હવે મારી વાત સાંભળી લ્યે હું કદાપિ તને ભણવા બહાર મોકલવાની નથી મારી આબરૂની નીલામી મારે કરાવવી નથી એટલે હવે ભણવાની વાત કરતી નહીં."

 સાસુમા પગ પછાડતાં ચાલ્યા ગયા અને સુરભીએ પણ સોહમ સામું ગુસ્સામાં નજર નાખી ફટાક કરતાંક રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો.

સુરભીની કશ્તી મજધારે ડૂબી રહી હતી પણ હિંમત કરીને જીવનનૈયા ઉગારવાનો નિર્ણય કરી સોહમ અને સાસુની સામે જ બેગ લઈને મધરાત્રે ઘર બહાર નીકળી અને દહેજમાં પિતાએ આપેલ એક્ટિવા લઈને પિતાના ઘર તરફ રવાનાં થઈ ગઈ અને ઘેર પહોંચી માતા પિતાને સોહમે કરેલ વિશ્વાસઘાતની બધી જ વાત જણાવી દીધી. 

પિતાજી થોડીવાર પછી બોલ્યાં, 

"શાબાશ બેટી હિમત કરીને તું જીવનભરની કેદમાંથી મુક્ત બની ગઈ હવે તને હું ડોક્ટર બનાવીશ પછી જ તારા લગ્નની વાત કરીશું. "

સુરભી આભારવશ રડતી હરખથી પિતાજીને ભેટી પડી. આજે તે ખરા અર્થમાં જિંદગી જીવવા જઈ રહી હતી. પોતાનાં સ્વપ્નો પુરા કરવાં ઉડાન ભરી રહી હોય તેવો હરખ તેના હૈયામાં ઉમટી રહ્યો હતો. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy