હેલ્મેટ
હેલ્મેટ
બેટા ! હેલ્મેટ લેતો જાજે, પપ્પાએ પલંગ પરથી સૂતાં સૂતાં કહ્યું.
રિતેષે ભાઈબંધના મોબાઈલ પર વાત કરતાં કહ્યું : પપ્પા, એકાદ કલાકમાં હોટલ પર જમીને પાછા આવીએ છીએ.
એક કલાકમાં હૉસ્પિટલથી ફોન આવ્યો.
રિતેષને એક્સિડન્ટ થયું છે. આપ જલદી આવો.
બધા હોસ્પિટલ પહોચ્યાં. ડૉક્ટર નિરાશ ચહેરે બોલ્યા, સાહેબ રિતેષને માથાના ભાગે મોટી ઈજા થઈ હતીને લોહી પણ ખૂબ વહી ગયું હતું. અમે પૂરતાં પ્રયત્ન કર્યા પણ..... સો સૉરી સર.....
રિતેષનો આઘાત પરિવાર સહન કરી શકે તેવો ન હતો.
આખરે થોડા દિવસ પછી બેસણાની તારીખ નક્કી થઈ.
બધાય વિચારે ચડી ગયાં કે બેસણામાં આવનારને કંઈક ભેટ આપવી.
કોઈ કહે સીંગ ચણાની પ્રસાદી, કોઈ કહે સુવિચારોનું પુસ્તક, તો કોઈ કહે ભગવાનનો ફોટો.
સવારે પપ્પાએ હીરો મોટરસાઈકલ ગાડીના માલિકને ફોન કરીને કહ્યું; સાંજે ચાર વાગે ૨૦૦ હેલ્મેટ
મોકલજો.
