STORYMIRROR

Rekha Shukla

Tragedy

4  

Rekha Shukla

Tragedy

હાલરડું

હાલરડું

6 mins
184

હર્ષિકા હાલરડું ગાઈ રહી હતીને તેના છ મહિનાના દિકરાને સૂવડાવવાની ટ્રાય કરી રહી હતી. બાજુના રૂમાં યોગેન તેની રાહ જોતો પોતાનું કામ પતાવવાનો ડોળ કરતો મનોમન ધૂંઆફૂંઆ થઈ રહ્યો હતો. બહાર ઝરમરતો વરસાદ દરેક પાંદડીઓને વ્હાલ કરતો રૂફ ઉપર ટપ ટપનાચતો  હતો. ખળખળ વહેતું પાણી કોઈ ખાબોચિયાં માં આશરો લઈ રોકાઈ ગયુંને વધારાનું વહી ગટર તરફ વળી ગયું. 

આકાશ કાળુ ધબ્બ હતું મૂશળધાર વરસાદના એંધાણ દેતું હતું. ' કેટલી વાર છે હજુ ?' ઉદ્વેગતાને ઉગ્રતા સંગ યોગેન બોલ્યોને હર્ષિકા એ બેડરૂમ માં પ્રવેશ કર્યો. 'અરે પણ હજુ હમણાં જ સૂતોને મૂકીને આવી...તમે તો ભારે ઉતાવળા છો હોં, બોલો શું કામ પડ્યું ?' બાકી રહેલા વાળેલાં કપડાં ગોઠવતાં ગોઠવતાં તે બોલી. એના હાથમાંથી કપડાં લઈલેતાં તેણે પાછળથી વળગી હાથોમાં જકડી તેના ગાલે કિસ કરી. 

બીજા ચાર વર્ષે બીજો દિકરો આવ્યો હતો. વચ્ચે એક બે વાર સખત તાવ આવેલો તો પિયર આવેલી. ફેમીલી ડોક્ટરની દવાને થોડો આરામ કર્યોને સાજી થઈ ગયેલી. કદી યોગેન કે ઘરની વાત બહુના થાતી. પણ આ વખતે બંનેને લઈને આવી હતી. થોડી વાતમાં પણ ચિડાઈ જતી. મમ્મીને ઘણી વાત કહી. મમ્મી એ સારો એવો સમય સાંભળી પછી કીધું કે, 'ઉપાય તો બધા આપણે જ કાઢવા પડશે.

સ્ત્રી એ તો એક વિરાંગનાની જેમ લડવું પડે છે બેટા. પુરૂષો તો ભોળા હોય છે ને સંયુક્ત કુટુંબમાં સાસુ-સસરા-દિયર-જેઠ-જેઠાણી તારે તો બધાનું ધ્યાન રાખવાનું છે. ને આમ હિમંત હાર્યે થોડું ચાલશે ?' તે વાતને બીજા પાંચ વર્ષ વિત્યાંને સાસુને કેન્સર થયું હતું. હર્ષિકાએ બાની દિલથી ખૂબ સેવા ચાકરી કરી. નમ્યાં તે ગમ્યાં પણ જ્યાં સુધી પોતાના મા-બાપના કામ પત્યાં. ત્યાં સુધી બધા પતિ સારા તેની જેમ દિકરાઓના લીધે પણ ઘરમાં ખટપટ ચાલુ થઈ ગઈ. સાસરેથી દુઃખી થાતી પિયરે આવી તો ત્યાં પપ્પાને બિમાર જોઈ ખુબ દુઃખ લાગ્યું. પાર્કિનસન બહુ ખરાબ રોગ છે.ને શફલ થાતાં પગલાં ભરતાં પપ્પાને જોઈને તે તો રડી જ પડી. સૌથીનાનો ભાઈ મિડલ સ્કુલ માં હતો હવે એ ક્યારે મોટો થશે ને હેલ્પ કરશે કોણ જાણે ? પણ લાગણીનું બંધન કેવું ગજબ એણે વિચાર્યું કે ભાઈને સાસરે લઈ જઈને ત્યાં એક વર્ષ તો ભણાવું તો મમ્મીને થોડી રાહત થશે ! વિધીના લેખ કોઈના જાણે, પોતાના ભાઈને સુધારવા કરતા પોતાનો દિકરો બગડશે તેની કોઈને ખબર ઓછી હોય ? બન્યું કાંઈક એવું જ કે દિકરા એ હર્ષિકાનું સાંભળવાનું બંધ કર્યું જેને લીધે તેનો અભ્યાસ નબળો પડ્યો. યોગેન તો કામેથી આવીને ગુસ્સો જ કરતો. હવે ઘરનું વાતાવરણ ડહોળાઈ ગયું, બન્ને ભાઈઓ વચ્ચે પણ ઉંમરનો તફાવત તો હતો જને ઉપરથી ત્રીજેપોતાનો ભાઈ કે જે સમજતો નથીને દિકરાને બગાડે છે. લાગણી છિન્નભિન્ન થઈ વિંધાણી. પ્રેમને શાંતિ વાતાવરણમાં ક્યાંક ખોવાઈ ગઈ. ના કહેવાયના સહેવાય આમાં કઈ રીતે જીવાય.

નાની નાની વાતો ભારેલા અગ્નિની .જેમ મોટો દિકરો સોળ વર્ષનો થયો ત્યારે મોટી જ્વાળાઓ થઈ ગયેલી. મનમાં વેર-આવેશ-આવેગ ને ગુસ્સો વસી ગયેલો. યોગેનને હર્ષિકા કે જે એક બીજા વગર રહી ન્હોતા શકતા તે હવે અંડર વન રૂફ રહેવા ન્હોતા માંગતા. બંને વચ્ચેનું અંતર ખૂબ વધેલું ને માનસિક તણાવ વધતાં હર્ષિકાને ખાતરી થઈ ગયેલી કે તેની કોઈને જરૂર ન  હતી. નાની અમથી વાતમાં પણ કોઈનો સાથના મળે ને ઉપેક્ષા થતી જોઈ રહી. 'મા' સંવેદનશીલ હોય છે, શામ-દામ-દંડ-ભેદ બધું અજમાવવા તત્પર બનેલી હર્ષિકાથી હાથ ઉપડી ગયો.

દિકરો અવાક થઈ ગયો પણ સામો થયો, દાંત ભીંસીને બરાડ્યો. ને બાજુમાં પડેલી લાકડી ઉગામી મારવા માંડ્યો. નાનકો દિકરો ડરી ગયો દરવાજા પાછળ સંતાઈ ગયો. પોતાનો ભાઈ આ બધું જોઈ રહ્યો ચૂપચાપ. તે પણ ટીનએજર હતો. ખુલ્લી બારીના લીધે દિકરા-માનો અવાજ પાડોશીઓએ પણ સાંભળ્યો પણ આતુરતાથી બારીની બહાર ડોકિયાં કર્યાં ખરા પણ ત્યાં તો યોગેન ઘરમાં પ્રવેશ્યો. સોસાયટીમાં ઘણી બારીઓ ખુલ્લી હતી પણ જઈને તરત તેણે પોતાના ધરની બારીઓ બંધ કરી દીધી. દિકરાને વઢવાને બદલે વ્હાલ કરી પોતાના બેડરૂમમાં જઈ હર્ષિકાને ભલુબુરું કહી એકાદ બે લાફા મારી દીધા.

ગુસ્સાથી આંખેથી તણખાં ઝરતાં અવાક હર્ષિકા તાકી રહી. સ્કૂલે જાતા દીકરાના મોજાંને પણ ઇસ્ત્રી કરી દેતી. તેના યુનિફોર્મને પોતે જાતે ધોઈનાખતી.  સાચવીને તેનું ટિફીન ભરી રોજ યાદ રાખીને આપતી. સ્કૂટર પર લેવા મૂકવા જતી. બધુંજ નજરે દેખાયુંને આંસુમાં વહી ગયું. હાથ ઉપડ્યો જ કેમ ? તે જ માત્ર યાદ રહ્યુ બધાને. હવે દિકરો બોલતો નથીને યોગેને ડિવોર્સ માટે ફાઈલ કર્યું છે. આજે ખૂબ બફારો હતો. ઘરમાં નિરવતા છવાયેલી હતી. કોઈને હર્ષિકાની જરૂર નહોતી કે નહીં ? પણ એવું તેને લાગ્યાં કરતું. સૌ પોતપોતાનું કામ જાતે કરતા.નાનકો ક્યારેક પાસે આવવા માંગતો પણ પપ્પાના ડરના લીધે હવે તે પણ  મમ્મીથી અલગ થઈ ગયેલો. હર્ષિકાને જીવન જીવવા લાયક જના લાગ્યું..અતિ સંવેદનશીલ વ્યક્તિત્વના લીધે એણે આપઘાત કરવાનું નક્કી કર્યું !! 

ચાર વર્ષના મોટા દિકરાને ખોળામાં બેસાડી હિંચકા ખબડાવતી હર્ષિકા સૂરીલા સૂરમાં ગાતી ત્યારે તે કલાકો સુધી તેને વળગીને સાંભળતો હતો. તેને ભાવતી વસ્તુ ઓ હાથે બનાવીને  જમાડતી કોળિયા ભરાવતી ખુશી ખુશી. પણ ક્યાંને ક્યારે શું ઓછું પડ્યું ! કેટલી વાર સોરી પણ કીધું ..કેટલું રડી ? હવે તો રડી રડીને માથું દુઃખી ગયું ! ઉંઘની ગોળીઓ નો ઓવર ડોઝ લઈને ગોઝારી રાતે લંબાવ્યું. હર્ષિકાને પડેલી જોઈને યોગેને તેને ઢંઢોળી. અડધી સભાનતામાં લખેલી સુસાઈડ નોટ તેની પાસે જ પડી હતી તે વાંચી યોગેન વધારે ગુસ્સો થયો.

તેને વાળથી ખેંચીને દાદરા ઉતરવા લાગ્યો. ઢસડાતી ફંગોળાતી હર્ષિકા અર્ધબેભાન અવસ્થામાં હોસ્પિટલ પહોંચી. ડોકટરે પોલિસ કેસ ફરમાવ્યોને ડોમેસ્ટિક વાયોલન્સ નો કેસ કર્યો. હવે સાથે રહેવામાં મજા નહોતી. ડીવોર્સ ફાઈલ તો કરી જ દીધેલા બધાથી દુઃખી થયેલી હર્ષિકા પિયરે ધસી આવી. ભાઈ-મમ્મી-પપ્પા બધા ગભરાઈ ગયેલા. વાજતે ગાજતે પરણાવેલી દિકરી જ્યારે પાછી આવે છે ત્યારે મા-બાપની શું હાલાત હોય ? તે વિચારવું તો અશકય નથી પણ અનુભવવું કપરું છે ખરું. પાડોશી પણઆવીને દયા ખાઈ જાત વાત જાણી જાય. એમાં થોડું મીઠું મરચું ભભરાવી વાત આગળ વધારે. ગામમાં ઢંઢેરો પીટાતો જાય..કો'કના દિકરા-દિકરી વગોવાતા જાયને મા-બાપના જીવ કકળતા રહે. 

સ્કુલની નોકરી મળી તો ખુશ ખુશ થાતી હર્ષિકા યોગેન પાસે આવી હતી. 'લુક યોગી આઇ એમ ગોઇંગ ટુ ટીચ ઇન કોન્વેન્ટ ' વાહ ખુબ સરસ કહી યોગેને તે દિવસે ફ્લાવર્સ-સાડીને ચોકલેટ ભેટ કરેલાં. દર વીકની જેમ આ વીક પણ પોતાના પતિને રાત્રીના સમયે સમી રહી. પણ અતિશય પીડાતી, પથારીમાંથી ઉઠી પણ નહોતી શક્તી. કાશ પુરૂષ રમજી શકતો હોય રીયલ મેડિકલ રીઝન પણ એની વે સમજવાનો સમય કે જાણવાની ઇંતેજારી કોને હોય છે ? એક રૂમ કે બે રૂમમાં સંયુક્ત કુટુંબમાં બાપરે બાપ બધુ જ રાબેતા મુજબ થાતુ રહે પછી ભલેને આંખ આડા કાન કરવાં પણ પડે...!! સસરા ને સાસુ તો પહેલાં ચાય વગરના ઉઠી શકે, એમાં બીજા દિકરાને રોજ ગાંઠીયા જલેબી જોઈએ. ભલેને પાણી માત્ર બે-ત્રણ કલાક માટે જ આવે પણ એને રડવા દેવાનો નહીંને હર્ષિકા એ બધાનું ધ્યાન રાખવાનું. એમાં વંઠેલ નણંદબા ઘરે આવે ત્યારે સોફા પર પગ વાળીને મા દિકરી બેઠા બેઠા વાતોના ગપાટા મારે  પણ કામ જરાય ના કરે.

દરવખતની જેમ આ વખતે પણ નણંદબા ઘરે આવ્યા હતા પણ પગ વાળીને બેસતા નહોતા.ઘડીએ પડીએ બારીમાં ઝાંખે રાખતાં , કાંઈક ઇશારાને નખરાં તો ચાડી ખાતા જ હતાં. પણ આજે તો ધોયેલા વાળનો ઢીલો ચોટલો લઈને બેય બાજુ લટો કાઢીને લાલ છડી મૈદાન ખડી થૈને ગયેલાને ચાર કલાકે ખબર પડી કે તે બાજુની સોસાયટીના યંગમેન નયન સાથે ભાગી ગયાં છે. હર્ષિકા ચૂપ હતી પણ યોગેન તો ગુસ્સા માં પોતાના ભાઈને લઈને સ્કુટર ભગાવતા ગોતવાં નીકળેલાં. હે ભગવાન શું જમાનો આવ્યો છે !  

આ બધુ થાળે પડ્યુ ન પડ્યુંને કોન્વેન્ટ જવાનું ચાલુ. ત્યાં મોસ્ટલી ખ્રિસ્તીઓ કો-વર્ક્ર્સ હતા. હર્ષિકાની જેમ સાડીના પહેરે તેથી માઇકલની નજર હર્ષિકા પર રોજ પડે. નૈનો નચાવતાં ભાઇ સાહેબ પહોંચી ગયેલા લાઇન મારવાં. પણ હર્ષિકાના હાથ નો લાફો ખાધેલો. પણ આમ હાર માને તેવો નહોતો. સ્કૂલ પછી પાછળ પાછલ ઘર સૂધી આવેલો. હાંફળી ફાંફળી હર્ષિકા એ ઘરમાં યોગેનને કહી દીધુંને યોગેને માઈકલને ધોઈ નાખેલો. પછી તો માઈકલને સ્કૂલમાંથી પણ કાઢી મૂકવામાં આવેલો. સયાજીરાવ ગાયકવાડના મ્યુઝિયમમાં ફરીવાર જ્યારે

જોયો ત્યારે પણ હર્ષિકા ડરી ગયેલી. યોગેને તેને બાંહેધારી આપતાં સમજાવ્યું કે પોતે છે ત્યાં સુધી ડરવાની જરૂર નથી. બે જ મિનિટમાં ઝડપથી પલાયન થતાં માઈકલને જોઈ રહી.

બીજો દિકરો પણ પપ્પા પાસે જ રખાયો ત્યારે મનમાં ભરાયેલો ક્રોષ, સમાજે કરેલી અવગણના, સમયાંતરે એના અજુગતા વર્તનમાં જણાઈ આવતું. પણ હવે તે રડતી નથી ક્યારેક કહે છે:'મને મારો મોટો મળવા આવેલો. ભૂલાતું નથી પોતાનું સંતાન કદીય... મે તો બે બે દિકરાઓને જન્મ આપ્યો છેને હવે તો હું સાસુ પણ બની ગઈ છું. !! ' છેલ્લી વાર સાંભળ્યું કે તે હવે હરિભજન કીર્તન તરફ વળી ગઈ છે. આજે મળી તો કહે 'કોઈને કહેતા નહી પણ હું શ્રી કૄષ્ણ સાથે  વાત કરી શકું છું, મારા માટે ભક્તિ જ મારું ભાવિ છે.' વાહ રે કિસ્મત... વાહ ખુદાઈ

ટુકડે ટુકડે જીવી અષાઢી રાતે રોજ રોજ ઉઠીને મરાતી જિંદગી કેમ જીવી અષાઢી દહાડે !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy