Shaurya Parmar

Children Comedy

4  

Shaurya Parmar

Children Comedy

હાજરી

હાજરી

1 min
14.7K


હું આજથી ૧૦ વર્ષ પહેલાં એક પ્રાથમિક શિક્ષકની નોકરીએ લાગ્યો. આ ૧૦ વર્ષમાં ઘણાબધા અનુભવો એવા થયા કે જેમાં જથ્થાબંધ હાસ્ય મળી રહે. આ કિસ્સો ઘણો નાનો છે પણ ખૂબજ આનંદદાયક છે.

હું કોઈનું નામ નહીં લઇ શકું. ફક્ત શિક્ષક એવો શબ્દ વાપરીશ. હું ધોરણ સાત લેતો. પણ નવો નવો એટલે મારા એક વડીલ શિક્ષક મને શીખવાડવા આવ્યા. મને કહે, "તમે બેસી જાવ જુઓ હું હાજરી પૂરું." મેં કીધું, "સારું સાહેબ તમે કહો એમ."

એ સાહેબે હાજરી પૂરવાનું શરૂ કર્યું ને તરતજ બોલ્યા, "ના આયો હોય, એ ઊભો થાય." બે ત્રણ વાર આવું બોલ્યા કોઈ ઊભું ના થયું એટલે સાહેબે ટીપવાનું શરૂ કરી દીધું. "ઊભો થા... ઊભો થા..." પેલા છોકરા કહે, "સાહેબ... અમે તો આવ્યા છીએ." હું તો જોતોજ રહી ગયો. એટલું બધું હસવું આવતું હતું કે હું રોકી ના શક્યો. એટલે વર્ગખંડની બાહર જતો રહ્યો.

પછી એ સાહેબ બાહર આવ્યા. મેં તરતજ એ સાહેબને કીધું, "સાહેબ, ના આવ્યા હોય એ કઇ રીતે ઊભા થાય?" એ સાહેબ માથું ખંજવાળતા જતા રહ્યા. હારું વાત સાચી.

તમેય ના વાંચો તો હસજો હોકે. એ હાજરી મને આજીવન યાદ રહી ગઈ. પણ મેં હજુ સુધી એવી રીતે હાજરી પૂરી નથી.


Rate this content
Log in

Similar gujarati story from Children