ગુરૂ પૂર્ણિમા
ગુરૂ પૂર્ણિમા


પ્રિય મિત્રો,
વડીલ હોય તો નમસ્કાર,
યુવાન હોય તો માનવંતા,
માતાઓને પ્રણામ,
મોટી બહેનોને પ્રણામ,
અને
લાડલી બહેનોને આશીર્વાદ.
આજે આપ સહુને 'ગુરુપૂર્ણિમા' નિમિત્તે પ્રણામ સહ જય હાટકેશ.
માતા - પિતા,
ગુરુ અને શિક્ષક
આપણાં જીવન ઘડતરમાં અનેરો ફાળો આપે છે.
માતા પિતા લાલન પાલન અને સંસ્કાર આપે,
ગુરુ જીવન મંત્ર અને આશીર્વાદ આપે છે.
શિક્ષક જ્ઞાન તથા ગમ્મત સાથે જીવન ઘડતરની અનોખી વિદ્યા આપે છે.
આપ શું આજે આપના ગુરુ જે કોઈ હોય તેમને યાદ કરી તેમણે આપેલાં સંસ્કાર, વિદ્યા અને અમૂલ્ય ફાળો જે હોય તે યાદ કરી સાચાં અર્થમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરશો..!?
ગુરુનો ખરો અર્થ તો આજકાલ ગુરુ જેવો રહ્યો નથી, પણ છતાંય જેમની પાસેથી હું કંઈક પણ શીખ્યો છું એવાં.
મારા શાળાના અમુક શિક્ષક.
કોલેજ ના અમુક શિક્ષક.
અમુક મિત્રો.
મને ગુરુમંત્ર આપનારા વેદ મંદિરના પૂ.ગુરુ સ્વામી ગંગેશ્વરાનંદ જી,
અને બીજા ઘણાં બધાં એવાં લોકો જેમની પાસેથી અલગ અલગ રીતની પ્રેરણા મળી છે. આ સૌને ગુરૂપૂર્ણિમાના દિવસે નમન કરું છું..!!
મારાં ગુરુ તો ઘણાં બધાં છે કારણ કે મને લોકો પાસેથી કંઈક શીખી લેવાની ટેવ છે.
હકીકતમાં તો મારા માટે મારા સ્વર્ગીય મમ્મી - પપ્પા અને મારી પત્ની'જ મારાં શ્રેષ્ઠ શિક્ષક છે..!
અને હા.. તમારું સારું ઈચ્છનાર જ તમારાં ઞુરુ છે એ ખોટો ભ્રમ હોય છે.
તમારું ખોટુ કરનારાં.
હર હંમેશ તમને નીચા બતાવનારા.
કે તમારું ખરાબ ઈચ્છનારા પણ તમને ઘણું બધું શિખવાડી જતા હોય છે.