Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!
Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!

Diptesh Mehta

Inspirational

5.0  

Diptesh Mehta

Inspirational

નિરાળુ ને હૂંફાળુ પ્રજા ગૃપ

નિરાળુ ને હૂંફાળુ પ્રજા ગૃપ

2 mins
534


સમાજના ઉત્થાન અને પ્રગતિ માટે સોશીયલ મીડિયા હવે અનિવાર્ય બની ગયા છે. આ સોશીયલ મીડિયાના યુગમાં આદાન-પ્રદાન પ્રક્રિયા અંતર્ગત આનંદ/ખુશી કે મદદની આપ-લે ખાતર આપણે સૌ કોઈને કોઈ રીતે વોટ્સએપ ગૃપમાં સંલગ્ન હોઈશું જ.


આવા જ એક સોશીયલ મીડિયાનું વોટસએપ ગૃપ ફ્રેન્ડ્સ પ્રજા ગૃપ આજે તા. ૦૮/૧૦/૨૦૧૯ ના રોજ સફળતા પૂર્વક ૦૬ વર્ષ પૂરા કરી, ૦૭ મા વર્ષમાં સહર્ષ પ્રવેશી રહ્યું છે.

આ ફ્રેન્ડ્સપ્રજા ગૃપ મા રાષ્ટ્રીય તથા આંતરાષ્ટ્રીય કક્ષાએ સ્થિત અને વિવિધ મુકામે કાર્યરત્ ત્થા નીવડેલા સજ્જનો-સન્નારીઓ સામેલ છે જેઓ સમાજમાં ઉત્કૃષ્ઠ રચનાત્મકતા ઉપરાંત જરૂરી પ્રવૃત્તિઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, વસ્ત્ર દાન, અન્ન દાન, કુદરતી આપત્તિ સમયે એક થઈ રાષ્ટ્ર નિર્માણમાં ઋણ ચૂકવે છે. આ ઉપરાંત જન્મદિવસ, નવરાત્રી તથા દિવાળી, ધૂળેટીની ઉજવણી પણ અંધજન મંડળ, અપંગ માનવ મંડળ ખાતે કરી ઉમદા નવતર પ્રયોગો કરે છે.


સમાજસેવી, કલાકારો, મીડીયા સાથે સંકળાયેલા જીવો, ડોક્ટર, એન્જીનીયર, બિલ્ડર, સાહિત્યકાર, શિક્ષકો, ઇવેન્ટ ઓર્ગેનાઇઝર, સ્વાસ્થ્ય ને પરિવાર કલ્યાણ કર્મી તેમજ જીવદયા પ્રતિ સમર્પિત સ્વયમ્ સેવકો જેવા વિવિધ માધ્યમોના ઝુંડથી સુશોભિત એફપીજી ના ટૂંકા રૂપે ઓળખાતા આ વોટ્સએપ સમૂહમાં ૨૭થી ૭૭ની વૈચારિક જુવાન વયના લોકોમાં કોઈ ભાઈ બહેન, આંટી અંકલ, મેડમ સાહેબ કે નાના મોટા નથી : સૌ માત્ર દોસ્તો, સહિયરો, શુભચિંતકો ને સ્નેહ, સ્મિત, ભાવના, મમતાની અમી લાગણીથી તરબતર ટીખળી, મજાકિયા એવા ઉત્સવપ્રેમી આત્માઓ છે !


સૌ સદસ્યો એકબીજાના સુખ દુઃખમાં સદાય તત્પર રહે છે. હોસ્પિટલમાં એડમીટ થયા હોવ કે નવી રેસ્ટોરન્ટનું ઉદઘાટન હોય.. બધા સદસ્યો ખડેપગે હાજર હોય છે.

ખાસ નોંધનીય વાત એ છે કે કોઈ એક વોટસઅપ ગૃપ થકી બ્લડ ડોનેશન યોજી ને '૧૧૧' બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હોય તેવો અનેરો સુખદ કીર્તિમાન પણ ફ્રેન્ડ્સ પ્રજાગૃપ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે. સાથોસાથ આ જ વોટસઅપ ગૃપના સભ્યોને લઈને રેકોર્ડ બ્રેક શોર્ટ ફિલ્મ " વેલકમ ટુ હેવન" બનાવવામાં આવી છે એ પણ અદકેરી ઉપલબ્ધિ કહી શકાય.


તા. ૮/૧૦/૨૦૧૩ ના રોજ સર્જાયેલ ફ્રેન્ડ્સ પ્રજા વોટસએપ ગૃપ સફળતા પૂર્વક ૬ વર્ષ પૂરા કરે છે એ નિમિત્તે સહુ સદસ્યોને હેતાળ તાંતણે જોડી રાખનાર ફ્રેન્ડઝ પ્રજા ગૃપના સંચાલકો એડમિન્સ _શ્રી પ્રજા (પ્રકાશ જાડાવાલા) અને શ્રી આલાપ શાહને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. 


-- નિલેશ ધોળકિયા


Rate this content
Log in

More gujarati story from Diptesh Mehta

Similar gujarati story from Inspirational