ગમકા ખઝાના
ગમકા ખઝાના


એ જિંદગી ગલે લગા લે,
હમને ભી તેરે હર ઈક ગમ કો ગલે સે લગાયા હૈ,
હૈ ના!
ફરિયાદ કરવી કોને?
વર્ષો પહેલાં સાત મહિનાનો ગુલાબના ગોટા જેવો દિકરો એક દિવસના તાવમાં વિરામ પામી ગયો. બહુ ગુસ્સો, આક્રોશ આવ્યો. હુંય નાની હતી એટલે મોટું મન ન જ રખાયું. ભગવાનને ખોબલે ખોબલે ફરિયાદ કરી અને મેણાં માર્યાં.
ઘડી પળમાં બદલાઈ. પળ મિનિટમાં તબદીલ થઈ. મિનિટ કલાકોમાં ફેરવાઈ. કલાક દિવસમાં.. દિવસ મહિનાઓમાં અને વર્ષો પછી ડાયરીનાં પાનાં ફરી ઉથલાવ્યાં તો પહેલો ફકરો આ વિશે વંચાયો.
વર્ષો પછી હું સંપૂર્ણ સકારાત્મક બની ગઈ છું. એટલે વિચારતાં થાય છે કે મગજના તાવમાં જો એ કુમળા બાળકને શારિરીક માનસિક નુકસાન પહોંચી ગયું હોત તો આખી જિંદગી કેવી રીતે નીકળે?
ખેર! કુદરત એની મરજી ચલાવે.