STORYMIRROR

ansh khimatvi

Romance

3  

ansh khimatvi

Romance

ગિફ્ટ

ગિફ્ટ

3 mins
27.5K


કૉલ સૂચિમાં શ્વેતે જોયું તો શ્વેતાના મોબાઈલમાં બીજા કોઈના કોલ રિસીવ કરેલા હતા. આ જોતાં જ આખે આખો શ્વેત ધ્રૂજી ગયો. જમીન પગ તળેથી નીકળી ગઈ. આંખો ભરાઈ ગઈ ને થોડી જ વારમાં આંખો રોઈ પડી. શ્વેત શ્વેતાને એના જીવ કરતાં પણ વધારે ચાહતો હતો. શ્વેતા પણ એટલો જ શ્વેતને પ્રેમ કરતી હતી. પણ ખબર નહિ અચાનક આવું કેમ થયું ? શ્વેત હિંમત ખોઈ બેઠો હતો. દિલ શ્વેતા શ્વેતા પુકારીને ધ્રૂસકે ધ્રૂસકે રડતું હતું. એ શ્વેતા... શ્વેતા કહેતો ભીતરમાં ને ભીતરમાં રડી રહ્યો હતો. એ પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. એ રદય ! કેમ તે શ્વેતાને એટલો દિલથી પ્રેમ કર્યો હશે ! જોયું ને આજ કાલ પ્રેમમાં કેવા પરિણામ મળે છે. આજ કાલ પ્રેમ ક્યાં રહ્યો જ છે. બધા ટાઈમ જ પાસ કરે છે. પણ શ્વેતા તું પણ આવી ? એવું કહેતા તો આંખો એની રોહી પડી. સાવ એકલું એકલું લાગવા માંડ્યું. એની શ્વેતા આજ ખૂબ જ દૂર ચાલી ગઈ હતી.

આવું થતાં જ એની આંખો લાલ ચોળ થઈ ગઈ. એને શ્વેતાએ આપેલી ગિફ્ટ તોડી નાખી. જે એના હાથે કાયમ શ્વેતાની યાદ રૂપે રહેતી. પણ આજે એ દુશ્મન જેવી લાગતી હતી. એને એ ગિફ્ટને ઘર ઉપરથી દૂર ફંગોળી દીધી. બસ એ હવે મારી નજરોમાં ન આવવી જોઈએ. એ શ્વેતાને પણ ધિકકરવા લાગ્યો. તે મારી સાથે એવું કેમ કર્યું ? હું તને પૂરા દિલથી પ્યાર કરતો હતો અને તે એવું કર્યું સાવ એવું બકા. કહેતાં કહેતાં તો ફરી એ રડવા લાગ્યો.

ઘરથી ખેતરે નીકળતા દાદીને રસ્તામાં કંઈક ઝગારા મારતું દેખાયું. તો દાદીએ હાથમાં લીધું અને એમને મનમાં થયું કે લાવ પાછી ઘેર જઉને પૂછતી આવું કે આ કોનું છે. કદાચ કોક ગોતતું હશે ત્યાં તો સામેથી જ મમ્મીએ કહ્યું કે આતો મારા શ્વેતના હાથે હતું. તમને ક્યાંથી મળ્યું ? મમ્મી અને દાદીની વાતો સાંભળી શ્વેતે કહ્યું, "લાવ, મમ્મી આ મારું જ છે." શ્વેતે અનિચ્છાએ પણ આજ લેવું પડ્યું હતું. નહોતું વિચાર્યું કે આ એની ગિફ્ટ પાછી પણ મારે પહેરવી પડશે. મમ્મી સામે તો લઈ લીધી પણ મનમાં તો હજી એ જ નફરત કાયમ હતી. આ પાછી કેવી રીતે આવી ગઈ. હવે તો આ ન જ આવવી જોઈએ બસ એમ કરી એને ફરી દૂર બહાર નાખી દીધી.

હવે તો એ તારી ગિફ્ટનો અંત થઈ જ ગયો. આંખમાંથી જેમ આંસુ બહાર આવે તેમ દિલમાંથી એની યાદો ઊભરાતી હતી. કેમ જાણે હજુ પણ શ્વેત એટલો જ પ્રેમ કરતો હતો. વિચારો એના જ ચકડોળે ચડેલા હતા. એને ભૂલી શકે એમ નથી. ત્યાં તો સામે કોઈ દોડીને આવે એ રીતે આશ્ચર્ય પમાડે એવું બન્યું. ગિફ્ટ છેક વાડમાં પડી હતી પણ એની નજરમાં આવીને પડી. આ ગિફ્ટ પણ શ્વેત માટે તડપતી હોય એવું લાગ્યું. એ હદયથી દૂર જવા માંગતી ન હતી.

શ્વેતે ઘણીવાર આડી નજર કરી જતા રહેવાનું વિચાર્યું પણ એના ડગલાં ત્યાં જ રોકાયેલા રહેતા. અંતે કેમ જાણે ભગવાનનો ઈશારો હોય કે આ ગિફ્ટ તું પહેરીલે એકવાર તું તારી શ્વેતાને માફ કરી દે. કદાચ એને પણ હવે પારાવાર થયો હોય. ચમત્કાર થયો હોય એમ દર વખતે પ્રગટી જાય છે. શ્વેતનો ગુસ્સો શાંત થઇ ગયો. પણ દર્દ તો હદ પાર વહી ગયુ હતું. 

શ્વેત આજે પણ શ્વેતાને એટલો જ પ્રેમ કરે છે જે કાલે કરતો હતો. એને તૂટેલી ગિફ્ટ હાથમાં લીધી. અને શ્વેતાને રૂબરૂ કીસ કરતો હોય એમ ગિફ્ટને જી ભરીને કીસો કરવા લાગ્યો. અને પછી એને હાથમાં પહેરી લીઘી.

સવાર પડી. બન્ને કોલેજમાં મળ્યાં. બન્નેની નજર એકબીજા ના હાથમાં પહેરેલી ગિફ્ટ પર અટકી ગઈ. બેઉના આંખોમાંથી ટપ ટપ પ્રેમ વરસી રહ્યો હતો. બસ પછી તો બેઉ એકબીજાને રડતા રડતા ભેટી પડ્યાં...


Rate this content
Log in

Similar gujarati story from Romance