STORYMIRROR

Chetan Gondalia

Drama Tragedy Inspirational

3.2  

Chetan Gondalia

Drama Tragedy Inspirational

ઘર-પરિવાર

ઘર-પરિવાર

3 mins
649


રોજની જેમ આજે પણ હું મોડી રાતે ઘરે પહોંચ્યો, મને હંમેશાથી કોઈપણ ખરાબ આદતો ન હોવાથી કોલોનીમાં કોઈ પણ મને મોડા આવવા બદ્લ શંકાની નજરે જોતું ન હતું.

હું હંમેશા એ વાતનો ગર્વ લેતો કે લોકો એમના બાળકોને મારી ઉપલબ્ધીઓ અને સંસ્કારોનું ઉદાહરણ દઈને ભણી-ગણી "મારા જેવા" બનવા સલાહ આપતા !

ખેર ! આવું બધું વિચારતાં-વિચારતાં મેં મારી ચાવીથી ઘરનો દરવાજો ખોલ્યો. જો કે મને ખબર હતી કે હું જ્યાં સુધી ઘેર ન પહોંચું ત્યાં સુધી માનસીને ઊંઘ નહોતી આવતી, પણ હું મારા પાંચ વર્ષના દીકરા ગોટુને જગાડવા માંગતો નહોતો.


દરવાજાનાં હલકા શાં અવાજથી માનસી રોજની જેમ જ ઓરડામાંથી બહાર આવી, ત્યાં સુધીમાં હું હાથ-મોં ધોવા બાથરૂમ તરફ પહોંચી ગયો હતો અને માનસી રોજની જેમ જમવાનું ગરમ કરવાં રસોડામાં જતી રહી. રોજ આમ જ ચાલતું... સવારે ઘરેથી નીકળ્યા પછી અમારી મુલાકાત છેક રાતે વાળુ ટાણે જ થતી. માનસીને આવી જીવનશૈલીથી કોઈ જ પ્રોબ્લેમ નહોતો. એક "હાઈ-ક્લાસ" સોસાયટીમાં પોતાની શાખ બનાવવા અને જાળવવા દરેકને આટલી મેહનત તો કરવી જ પડતી હોય છે ને...!

“ગોટુ સુઈ ગયો..?!” - મેં જમતાં-જમતાં માનસીને પૂછ્યું.


“હા, ઘણી વારથી તમારી રાહ જોઈ રહ્યો હતો, પણ રાહ જોતાં-જોતાં જ સુઈ ગયો !! (માનસી એ ફરિયાદભરી સૂરમાં કહ્યું..)

...પણ હંમેશની જેમ જ મેં હસીને વાત ટાળી કાઢી..!


પછીની સવારે ..

રાત્રે મોડા સૂવાને લીધે હું રોજ મોડો જ ઉઠી શકતો, ત્યાં સુધીમાં ગોટુ સ્કુલે જતો રહેતો. ગોટુની હંમેશા ફરિયાદ રહેતી કે હું તેને બહાર ફરવા નથી લઇ જતો, અને કદાચ એટલે જ એ થોડો રીસાયેલો રહેતો. હંમેશની જેમ મેં ઉઠીને માનસીને સાદ પાડ્યો ને બાથરૂમમાં ઘુસી ગયો, થોડીવારમાં માનસી ગરમ પાણી લઇ ને આવી.


“તું ન હોત તો મારુ શું થાત!?” ગરમ પાણીની બાલદી લેતા, મેં હંમેશની જેમ મારો છવાયેલો ડાયલોગ માર્યો અને હંમેશની જેમ માનસી મલકાતી-મલકાતી ટિફિનની તૈયારી કરવાં રસોડાં ઘુ

સી ગઈ.

ખેર, ઓફિસ માટે તૈયાર થઇ હું જેવો ડાયનિંગ-ટેબલ પર પહોંચ્યો તો ગોટુ રિસાઈને બેઠો હતો.

“શું વાત છે?! સાહેબ આજે સ્કુલે નથી ગયા ?” મેં વ્હાલ થી ગોટુનાં વાળમાં હાથ ફેરવતાં કહ્યું.


“આજે રવિવાર છે !!!” ગોટુ એ ગિન્નાયેલા સ્વરે કહ્યું...!

કામની ભાગ-દોડમાં હું એ પણ ભૂલી ગયો હતો કે આજે રવિવાર છે...! અને આજનાં દિવસે મેં ગોટુ ને મૂવી જોવા લઇ જવાનો વાયદો કર્યો હતો.. પણ, આજે તો મારે ક્લાયન્ટ-મિટિંગ માટે ઓફિસે જવાનું હતું...!


મને ઓફિસ જતો જોઈ, ગોટુનો મુવી જોવા જવા નો પ્લાન ખતરામાં પડતો હોઈ કદાચ એ મારી સાથે ગુસ્સાથી વાત કરતો હતો.

"પપ્પા, તમે એક કલાક માં કેટલા પૈસા કમાઈ લો છો?!?" અચાનક ગોટુ એ પૂછ્યું..

ગોટુ એ પહેલા ક્યારેય આ રીતે મારી સાથે વાત કરી નહોતી, કદાચ ગુસ્સામાં એણે આમ પૂછી લીધું હોય...!

"લગભગ ૧૦૦૦ રૂપિયા.." હું બોલ્યો.

"મને ૫૦૦ રૂપિયા ઉધાર આપશો? " ગોટુ એ કહ્યું.

"પણ તને રૂપિયા શું કામ જોઈએ ?" મેં ગંભીર થતા પૂછ્યું.

"મને જોઈએ છે.." ગોટુ એ બનાવતી મોં બનાવી કહ્યું.

ખેર, મેં ગોટુ ને ૫૦૦ રૂપિયા આપી દીધાં. ગોટુ તરત ઉઠ્યો અને અંદરથી પોતાનો ગલ્લો લઇ આવ્યો.


ગોટુ એ ગલ્લાંમાંથી ૫૦૦ રૂપિયા કાઢી મને ૧૦૦૦ રૂપિયા મારા હાથમાં રાખતા કહ્યું : "શું તમે કાલે મને તમારી એક કલાક આપશો, મારે તમારી સાથે બેસી જમવું છે...! ..."


"બહુ બગાડી રાખ્યો છે, તારી મમ્મી એ તને..!" મેં ગુસ્સાથી ગોટુને એક થપ્પડ લગાવતા કહ્યું.

આજ ઓફિસ જતાં બસ મનોમન એ જ વિચારતો હતો "શું આજની ભાગ-દોડ ભરી જિંદગીમાં બધું જ ખરીદી શકાય છે?"

જો કે હું પોતે જ ગોટુને એ જ તો શીખવી રહ્યો હતો...!!


સાચ્ચે જ પરિવાર માટે પૈસા કમાવવાની લાહ્યમાં આપણે પરિવારને જ સમય આપવાનું ભૂલી જ જઈએ છીએ ; જીવનમાં બધા વચ્ચે સંતુલન રાખી, તાલ-મેલ બેસાડી ચાલવામાં જ સમજદારી છે...!


Rate this content
Log in

Similar gujarati story from Drama