ઘેટાંના નેતા
ઘેટાંના નેતા
ઘેટાંએ એક વરુને પોતાના નેતા તરીકે ચૂંટી કાઢ્યું. કેમ કે વરુએ એમને વચન આપેલું કે જો તમે મને તમારા નેતા તરીકે ચૂંટશો તો હું તમને વાઘ અને સિંહના ઉપદ્રવથી બચાવીશ. પછી વરુભાઈ તો ઘેટાંને વાઘ અને સિંહના ઉપદ્રવથી બચાવવા લાગ્યા. હશે એમનામાં કોઈક દૈવીશક્તિ.
પણ, બન્યું એવું કે થોડા વખત પછી વરુભાઈ ઘેટાંને ખાવા લાગ્યા. અલબત્ત, વારાફરતી. જ્યારે કેટલાંક ઘેટાંએ ફરીયાદ કરી કે તમે અમને વાઘ અને સિંહથી બચાવવાનું વચન આપેલું અને હવે તમે અમને મારીને ખાઓ છો ! વરુએ કહ્યું: મેં તમને મારાથી બચાવવાનું કોઈ વચન ન'તું આપ્યું. એટલામાં એક વિખૂટું પડી ગયેલું ઘેટું ત્યાં આવી ચડ્યું. એણે બીજાં ઘેટાંને કહ્યું, "આપણે સાચે જ નસીબદાર છીએ કે આપણને વાઘ કે સિંહ નથી મારી ખાતા.
