ગૌરીવ્રત
ગૌરીવ્રત
બા:- "ટીની ઓલુ રામપાત્ર લાવ તો જવારા વાવી દઉં, આ વરસથી તો મારી ઢીંગલી પણ ગૌરીવ્રત કરશેને ?"
ટીની:- "બા એનાથી શું થાય ?"
બા:- "અરે ગાંડી, સારો વર મળે, બધી દીકરીયુ કરે આ વ્રત".
ટીની:- "પણ બા તમે તો કહેતા હતા ને કે ફૈબાએ તો પાણીય પીધા વગર કર્યા હતા વ્રત, તો પછી ફૂવાએ કેમ એમને કાઢી મૂક્યા"?
નિઃશબ્દ થઈને બા રડતાં-રડતાં ટીનીને ભેટી પડ્યા.
ટીનીના નાનકડા મગજમાં રોપાયેલ અચરજનાં બીજમાંથી વધુ એક અણીદાર ફણગો ફૂટ્યો !
ટીની:- "ભઈલુ પણ કરશેને આ વ્રત"? પણ જો હું પહેલેથી જ કહી દઉ છું હો બા, એના જવારા અલગ વાવજો, નહી તો એ મને નહી અડવા દે !
