Rohit Kapadia

Tragedy

3.4  

Rohit Kapadia

Tragedy

એપ્રિલ ફૂલ

એપ્રિલ ફૂલ

1 min
209


આખરે શાંતિ મંત્રણા સફળ મહિનાથી

ચાલતાં લોહિયાળ સંઘર્ષનો અંત.


વિમાનોની ઘરઘરટી, સાયરનોની ચિચિયારી, ગોળીબારીના અવાજો

બોમ્બના ધડાકાઓ બધું જ શાંત થઈ ગયું.


ચોમેર વેરાયેલા વિનાશથી વિશ્વ સ્તબ્ધ.

અનેક દેશો અણુ અને પરમાણુ

શસ્ત્રોની દોડમાંથી પાછા ફરવા કટિબદ્ધ

મોજૂદા જીવલેણ શસ્ત્રોનો નાશ કરવા

સંમત.


ભૂમિ વિસ્તારની જિદ છોડીને

અનેક પડોશી દુશ્મન દેશો સુમેળથી

રહેવા તૈયાર.


વિશ્વના શક્તિશાળી

દેશો વેરની જવાળાઓને ઠારી પ્રેમની ગંગા વહાવવા તૈયાર.


એક ભયાનક યુદ્ધે

વિશ્વને આપી વિશ્વશાંતિની ભેટ.

ધરા

પર ઊગેલો શાંતિનો સૂરજ.

વાચતા

હૈયું ગદગદ થઈ ગયું.

આંખ ભીની

થઈ ગઈ.


મેં જોરથી બૂમ પાડતાં

કહ્યું " મમતા, જો હું હંમેશા કહેતો

હતો ને કે એક દિવસ વિશ્વને વેરને

ભૂલીને પ્રેમનું શરણું લેવું જ પડશે. 

અહિંસાના માર્ગે જ આગળ વધવું

પડશે.

લે જો આજના અખબારના

મુખ્ય સમાચાર.

"

ગયા મહિનાના કેલેન્ડરનું પાનું

ફેરવતી મમતાએ આવીને કહ્યું

"બોલો, શું કહો છો ? જુઓ ને સમય કેટલી જલ્દી પસાર થાય છે.


આજે

પહેલી એપ્રિલ થઈ ગઈ.

" આ સાંભળતા જ મારા મનમાં એક

ઝબકારો થયો.

મેં અખબારના સમાચાર

નીચે નજર નાખી તો લાલ અક્ષરોમાં

લખ્યું હતું 'એપ્રિલ ફૂલ'.


ગુસ્સામાં અખબાર પછાડતા મેં કહ્યું "હે ! ભગવાન આવી મજાક કરવાની ? "

ત્યાં જ ઈશ્વરના અવાજનો પડઘો

સંભળાયો "મારા રચેલા સુંદર વિશ્વને 

આ રીતે ઊજાડી દેવાનું ? આવી મજાક

કરવાની ? "

મમતાએ ફરીથી પૂછયું

" બોલો, શું કહેતાં હતાં ".

મેં હસીને

કહ્યું" એપ્રિલ ફૂલ."


Rate this content
Log in

Similar gujarati story from Tragedy