Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Rahul Makwana

Tragedy

3  

Rahul Makwana

Tragedy

એન્જીયોગ્રાફી....

એન્જીયોગ્રાફી....

3 mins
613


મિત્રો, આપણાં જીવનમાં અમુક પરિસ્થિતિ કે ઘટનાં એવી બનતી હોય છે, જેને લીધે આપણી ચિંતાઓથી ઘેરાઈ જતાં હોઈએ છીએ, અને એ પરિસ્થિતિ દરમ્યાન આપણે એક એક પળ ચિંતાઓ સાથે પસાર કરતાં હોઈએ છીએ !


આવી જ એક ઘટનાં મારી સાથે પણ બનેલ હતી, આજથી માંડીને એક વર્ષ પહેલાં મારા પપ્પાને થોડુંક ચેસ્ટ પેઈન (છાતીમાં દુ:ખાવો) થઈ રહ્યું હતું, આથી અમરેલી સિવિલ હોસ્પિટલમાં મારા પપ્પાની મેડિકલ તપાસ કરવામાં આવી જેમાં કાર્ડિયોગ્રામ, લેબોરેટરી તપાસ અને 2 D ઈકો કરવામાં આવ્યો, જે પરથી મારા પપ્પાનો મેડિકલ ડાયગ્નોસિસ "આઈ.એચ.ડી." એટલે કે ઇસચેમિક હાર્ડ ડીસીઝ" (જેમાં હૃદયને ઓછું લોહી મળે છે.) કરવામાં આવ્યો, અને મેડિકલ. પ્રિસ્ક્રિપ્શન એન્જીયોગ્રાફી અને એક્સપર્ટ કાર્ડિયોલોજિસ્ટ ઓપિનિયન માટે સલાહ આપવામાં આવી!


આથી મેં મારા પપ્પાને રાજકોટ બોલાવી લીધાં, અને રાજકોટની ખ્યાતનામ કાર્ડિયાક હોસ્પિટલમાં લઈ ગયો, જયાં કાર્ડિયોલોજિસ્ટ દ્વારા મારા પપ્પાની તપાસ કરવામાં આવી..અને આ ઉપરાંત અલગ - અલગ લેબોરેટરી તપાસ કરવામાં આવી. ત્યાંના ડોકટર અને સ્ટાફ, હું સિવિલ હોસ્પિટલમાં જોબ કરતો હોવાથી મને સારી રીતે ઓળખતાં હતાં, જેનાં તરફથી મને પૂરેપૂરો સહકાર પણ મળેલ હતો.


લગભગ બપોરનાં બાર વાગ્યાની આસપાસ મારા પપ્પાને કેથ લેબમાં એન્જીયોગ્રાફી માટે લઈ ગયાં, અને લગભગ એકાદ કલાક બાદ મારા પપ્પાની એન્જીયોગ્રાફી થઈ ગઈ, અને તેમને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં...!


બપોરનાં બાર વાગ્યાથી માંડીને એક વાગ્યાં સુધી હું કેથ લેબની બહાર બેસી રહ્યો, જ્યારે મારા પત્ની અને મારા મમ્મી મારા પપ્પાની બાજુમાં જ તેમની સંભાળ લેવાં માટે બેસેલાં હતાં.


કેથલેબની બહાર બેઠાં - બેઠાં મારા મનમાં અનેક સારા અને ખરાબ વિચારો આવવા માંડ્યા, આમ તો હું મેડિકલ પર્સન હતો. હું જાણતો પણ હતો કે આ વધતી જતી ઉંમર સાથે હૃદયમાં આવી તકલીફ થવી એ સામાન્ય છે, આ સમય મારી લાઇફનો એ સમય હતો કે મેં એક એક સેકન્ડ મારા પપ્પાની એન્જીયોગ્રાફીનો શું રિપોર્ટ આવશે? શું મારા પપ્પાનાં હૃદયમાં કોઈ બ્લોકેજ આવશે..? જો હૃદયમાં બ્લોક આવશે તો કેટલાં ટકા બ્લોક આવશે ? જો હૃદયમાં વધુ બ્લોકેજ આવશે તો હું શું કરીશ..? મારા મમ્મી અને મારા ઘરનાં બીજા સભ્યોને હું કેવી રીતે આ બાબતની જાણ કરીશ? શું મારા પપ્પાનાં હૃદયમાં એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરવાની જરૂરિયાત ઉભી થશે? જો આ સર્જરી કરવાની જરૂરીયાત ઉભી થશે..તો હું રૂપિયાનું કેવી રીતે મેનેજ કરીશ...? - આમ આવાં અનેક પ્રકારનોના પ્રશ્નોનું એક ભારે વાવાઝોડું મારા મનમાં ઉઠેલ હતું...! - આ એક કલાક મેં હરેક પળ ચિંતાઓ સાથે મેં પસાર કરી!


એવામાં કૅથલેબમાં રહેલ એક સ્ટાફ કે જે મારો જ મિત્ર હતો તેણે મને કહ્યું કે, "તમને સાહેબ અંદર બોલાવે છે..!" - આથી હું ઉભો થઈને કૅથલેબમાં રહેલ કાર્ડિયોલોજિસ્ટની ચેમ્બરમાં દાખલ થયો, આ સમયે મારા મનમાં ખુબ જ ચિંતાઓ હતી, મારા મનમાં રહેલ પ્રશ્નો વધુને વધુ મજબૂત થતાં હતાં, મારા પણ હૃદયનાં ધબકારા એકદમથી વધી ગયેલાં હતાં, આવી હાલતમાં હું કાર્ડિયોલોજિસ્ટની ચેમ્બરમાં તેમની સહમતી લઈને પ્રવેશ્યો, મને જોઈને તે ડોકટર સાહેબે કોમ્પ્યુટરનું ડેસ્કબોર્ડ મારા તરફ ફેરવીને મને કહ્યું..." રાહુલ ! ચિંતા કરવાની કંઈ જરૂર નથી.. તારા પપ્પાનો એન્જીયોગ્રાફીનો રીપોર્ટ નોર્મલ છે, જેમાં એકપણ પ્રકારનું બ્લોકેજ આવેલ નથી બસ હું અમુક દવા લખી આપું છું...એ બધી દવાઓ અને થોડીક હળવી કસરત કરવાનું ચાલુ રાખવાનું છે !"


કાર્ડિયોલોજિસ્ટ દ્વારા બોલાયેલા આ શબ્દો સાંભળીને મને એટલી શાંતિ થઈ કે જેમ ઘનઘોર વાદળો છવાઈ ગયાં પછી ધોધમાર વરસાદ આવે અને મનને જેમ એક અલગ પ્રકારની શાંતિ થાય એવી જ શાંતિ મને થઈ! મારી બધી જ ચિંતાઓ જાણે એક જ પળમાં ઓછી થઈ ગઈ હોય તેવું મને લાગી રહ્યું હતું!


મારા પપ્પાને એન્જીયોગ્રાફી માટે કેથ લેબમાં લઈ ગયાં ત્યારથી માંડીને બહાર લઈ આવ્યાં, ત્યાં સુધીને જે એક કલાક મેં ચિંતાઓમાં વિતાવી છે એ મારી લાઈફની વિતાવેલ સૌથી ચિંતાજનક પરિસ્થિતિ હતી!


Rate this content
Log in

More gujarati story from Rahul Makwana

Similar gujarati story from Tragedy