એલિયન્સ સાથે મૈત્રી
એલિયન્સ સાથે મૈત્રી
રાઘવ દવે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનનો જુનિયર સાયન્ટીસ્ટ છે.. ઈસરો અને નાસાનાં સયુંકત ઉપક્રમે મૂન મિશન માટે ચાર જુનિયર વૈજ્ઞાનિકોની ટીમમાં ભારતીય વૈજ્ઞાનિક રાઘવ દવેની પસંદગી કરવામાં આવી હતી. જેનાં માનમાં આજે તેનાં મિત્રો એ નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું.
આવતી કાલે તેને વોશિંગ્ટન ખાતે હાજર થઈ જવાનું હોવાથી તેણે સૂતાં પહેલાં ખૂબ જ ઝડપથી પોતાનું પી.સી. ઓપન કર્યું અને અગત્યનાં ઈ મેઈલ્સ ચેક કરવા લાગ્યો.
ત્યાં તો ઓચિંતા જ તેનાં સ્ક્રીન પર ડિજીટલ રેડીયો સિગનલ્સ દેખાવા લાગ્યાં. પોતે રેડીયો સિગનલ્સને ડીટેકટ કરવામાં એક્સપર્ટ હતો. કોઈ અંતરીક્ષમાંથી તેની મદદ માંગી રહ્યું હતું. ત્યાંતો ઝળહળતી નેવીગેશન લાઇટ્સવાળી એક ડીસ્ક આંખનાં એક પલકારામાં જ આવીને અદ્ર્શ્ય થઈ ગઈ ! રાઘવ કંઈ વિચારે ત્યાં તો ફરી તેનાં સ્ક્રીન પર બીપ બીપ...અવાજ સાથે " હેલ્પ અસ....હેલ્પ અસ...! " એવાં એકસામટા અવાજ આવવાં લાગ્યાં. શું હશે ? એવું કોણ હશે જે મારી મદદ ઈચ્છતું હશે ? અવકાશી પદાર્થો કે પરગ્રહવાસીઓ ? વિચારમાં ને વિચારમાં રાઘવને કયારે નીંદર આવી ગઈ !
સમયસર વોશિંગટન નાસાની ઓફિસમાં હાજર થઈ ગયો. ત્યાં તેની સાથે જાપાનીઝ વૈજ્ઞાનિક સુમીઓ અને બે અમેરિકન વૈજ્ઞાનિકો માઈકલ અને ફિલિપ પણ જોડાયાં. ત્રિશૂલ નામનાં એક સ્પેસ યાનમાં તેઓએ તેમની અવકાશીય સફર શરૂ કરી. નિર્ધારિત સ્થળે પહોંચવાની તૈયારી જ હતી ત્યાં અવકાશમાં કોઈ ગ્રહોની ટક્કર લાગવાથી તેમનું યાન દૂર ફંગોળાયું. તેઓએ સ્પેસ વોક શરૂ કર્યું.
ફરી એ... જ અવાજ " હેલ્પ અસ... હેલ્પ અસ...! " તેણે પોતાનાં સાથી મિત્રોને ખૂબ જ ઝડપથી રાત્રે પોતાનાં પી.સી. પર દેખાયેલ ઘટનાથી વાકેફ કર્યા. અવાજની દિશામાં જેવી ડોક ઘુમાવી કે પાંચથી છ વામન કદનાં એલિયન્સ તેમની તરફ આવી રહ્યા હતાં...!
ઓચિંતા એલિયન્સના હુમલાથી તેઓ બે ઘડી ડરી ગયાં.
" હેલ્લો રાઘવ ! અમે શુંભ પ્રજાતિનાં એલિયન્સ છીએ. આ ઝળહળી રહેલો સપાટ અવકાશી પદાર્થ જે તમે જોઈ રહ્યાં છો તે અમારું સ્પેસ યાન છે. અહીં અમારી જ એક આક્રમક પ્રજાતિ જે નિશુંભ નામથી ઓળખાય છે તેનાંથી અમને બચાવવાં અમે વારંવાર તારી મદદ માંગી રહ્યાં છીએ. શું તમે માનવી અમારી મૈત્રી સ્વીકારીને અમને મદદ કરશો ? "
રાઘવ પોતાનાં સાથી મિત્રોને જોઈ રહ્યો.

