Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

Kalpesh Patel

Fantasy Thriller


5.0  

Kalpesh Patel

Fantasy Thriller


એલિયન - વોયેજ ટુ હેલ્પ ધ મધરલેન્ડ

એલિયન - વોયેજ ટુ હેલ્પ ધ મધરલેન્ડ

9 mins 2.5K 9 mins 2.5K

સ્ટોરી મીરર – બોસ તરફથી બીજા તબબકા માં આપેલ "એલિયનની પૃથ્વીની મુલાકાત" ના ટાસ્ક પ્રોબની આસપાસ રચેલ કથાનકને ખરી રીતે માણવા માટે વાર્તાના વાતાવરણમાં પોતાને એક-લીન કરી દો. આવી વાર્તાઓ, કથાઓ કે ફિલ્મોને આંતર ચક્ષુથી જુઓ તેમ વાંચન કરો અને વાંચન યાત્રા દરમ્યાન ઉદભાવતા ધ્વનિને પણ આઈ-પોડમાં તેને સાંભળો, કે વીજ્યુલાઈઝ્ડ કટી વિડિયોમાં કાલ્પનિક સ્વરૂપે માણો, તે પણ બિલકુલ બાળકની જેમ મુક્ત મનથી, આજે તમને એક આવીજ એક દિલધડક વૈજ્ઞાનિક કાલ્પનિક વાર્તા જણાવીશું.

અસ્વીકરણ:-રજુ કરેલી રચના લખેલા, નામો, પાત્રો, વ્યવસાયો, સ્થળો, ઘટનાઓ અને ઘટના સ્થળ કે સમય ક્યાં તો લેખકની કલ્પનાશીલતાના અથવા કેવળ કાલ્પનિક છે, અને તે રીતે વપરાયેલ છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સામ્યતા સંપૂર્ણ રીતે યોગાનુયોગ છે/ગણવાનો રહેશે. તેમજ પ્રસ્તુત રજુઆત કોઈ રાજકીય, સામાજિક, ધર્મ કે રિવાજ કે માન્યતાની રજુઆત કે સમર્થનથી પર છે.


તારીખ ૨જી એપ્રિલ, વરસ ૨૦૨૧ ની વહેલી સવારે લગભગ ચાર વાગે, સ્પેસ એપ્લીકેશન સેંટર ( અંતરિક્ષ ઉપભોગ કેન્દ્ર) અમદાવાદ સ્થિત આવેલા સ્પેસ સેન્ટરના નોસ્ટ્રોમો કમ્પ્યુટર રૂમની આંતર ગ્રહીય મેસેજ રીસિવિંગ ડિવાઈસ ઉપર સતત સિતારના તારથી વહેતો "તટ્રંગ ત્રીંગ ટ્રોંગ" મેસેજ આવી રહ્યો હતો. મસેજ ક્યાંથી આવતો હતો તે લોકેટ થતો નહતો, અને ઈસરોના વૈજ્ઞાનિકો આ સતત આવી રહેલા મેસેજને યોગનું-યોગ, કે કોઈની મજાક ગણી અવગણી શકતા નહતાં. આખરે ઈસરોના એક યુવાન વિજ્ઞાનિકે તેનો તોડ કાઢ્યો, અને એક વર્જીન મેગ્નેટીક ડિસ્કને રોકોર્ડરમાં મૂકી અને નોસ્ટ્રોમો કમ્પ્યુટર ઉપર આવતો ફોન રેકોર્ડ કર્યો. નોસ્ટ્રોમો કમ્પ્યુટરનો મળેલ મેસેજ કોડિંગ કરેલો ઈ, તેને ઉકેલવામાં ઈસરોની આખી ટીમ લાગી ગઈ. સતત કોઈ બાંબુ પાઈપ સિતાર જેવુ વાયુ વાદ્ય વાગતું હોય તેવી સંગીતની સૂરાવલિ જેવા મેસેજનો આખી ઈસરોની ટીમ તેનો અર્થ તારવવામાં લાગી ગઈ. કોઈ મેળ પડતો નહતો. ત્યારે ઈસરોના ડાયરેકટર ડોક્ટર રાવને એક અખતરો કરવાનું સુજયું, અને મેસેજના સ્પીકરના વાયરો પેંટોગ્રાફને કનેક્ટ કરી દીઘા અને બધાના અચંબા વચ્ચે એ ૪ સાઈઝના પેપરમાં આઉટ પ્રિન્ટ આઉટ તે પ્રિન્ટરમાંથી નીકળતી હતી.

મેસેજ મળ્યો અને તેની બીજી મિનિટે ઈસરોના ટોચના બધા વૈજ્ઞાનિકો બોર્ડ રુમમાં એકઠા થયા. અને તાબડતોબ, પ્રાઈમ મિનિસ્ટરની ઓફિસ અને ડિફેન્સ મિનિસ્ટરને ઓનલાઈન મિટિંગ એરેંજ કરવા જણાવ્યુ હતું,

ગણતરીની મિનિટોમાં ઓન લાઈન મિટિંગ એરેંગ થઈ ગઈ. સાઓ કોઈ હવે ઓવરહેડ પ્રોજેક્ટર ઉપર એન્લાર્જ કરી મૂકેલો મેસેજને જોતા હવે તે સહેલાઈથી બધા જોઈ અને સમજી શકે તેવો હતો.

"મારા વ્હાલા પૃથ્વી નિવાસીઓ, હું જેન – જુબાંગ (id- zxxs$87623451#Zz), ગલેક્સી નંબર XX2376K પ્લેનેટ 21ના અવકાશ યાન નંબર 99765 વોએજ નબર 51થી આ સંદેશો તમને પાઠવી રહ્યો છું, હાલ માં આજે તમે પૃથ્વી નિવાસીઓ કોવિદ -૨૦૧૯ની બીજી અને ખતરનાક લહેરની ઝપેટમાં આવેલા છો, તે જાણી અમે ઘેરા શોકની લાગણી અનુભવીએ છીએ.  અમે જાણીએ છીએ કે આ રોગ કેવો ખતરનાક છે, પણ અમારી ગલેક્સી નંબર XX2376K પ્લેનેટ 21ના અમારા સાથી વિજ્ઞાનિકે આ કોવિદ ૨૦૧૯ વાયરસના નસ માટે ગેસ શોધેલો છે. અને તે કોઈ પણ જાતના એડી અસર વ્રહિત અને ખુબજ અસર કારક છે. તે મને મારા ગ્રહ તરફથી ભારત દેશને સમગ્ર માનવ જાતિના ઉત્કર્ષ અને સલામતી માટે તમને પહોચડવા માંગુ છું. અમારું યાન આ ગેસનો જથો લઈ,કચ્છના રણમાં GPS- XXX/$$$-786- સ્પોટ ઉપર ડિલિવરી આપવા જઈ રહેલ છે, તેમાં તમારા માટે ક્રિસ્ટલ સિલિન્ડરમાં રસી મોકલવી રહ્યા છીએ, જે તમારે સત્વરે મેળવવાની રહેશે તમને ચાલીસ મિનિટ પછી મળી જશે. આ માટે અમારા યાન ને લેંડિંગ માટે 540 મેગા હોર્સ ફોર્સ ઝીલે તેવ પેડ ની સુવિધા પૂરી પાડવાની રહેશે જે અંગે તો તમે તજવીજ કરશો. 

ભારતવાસીઓ તમને થશે કે અમે કેમ તમારી મદદ માટે ઉત્સુક છીએ. તો સાંભળો તેની પાછળ મોટી કથની છે, હું સિંધુનદીની ખીણમાં વસેલા ધોળાવીરા મુકામે માતા પિતા સાથે નદીને કિનારે રહેતો હતો. અને મારા પિતાને ખેતીમાં મદદ કરી આનંદથી મજા કરતો હતો. મારુ નામ "જેન – જુબાંગ" છે એક દિવસે સિંધુનદીની ખીણના જંગલમાં જ્યારે ઊડતી રકાબી આવી હતી ત્યારે અકસ્માતથી તે રકાબીમાં, હું ચઢી ગયેલો. અને અહીં આ ગેલેક્સીના લોકોએ મને તેઓનો ગણી અપનાવી લીધો છે. અને અહીં બીજલોકોની જેમ મને પણ ચીર આયુ પ્રાપ્ત થયેલું છે.આમ મારૂ મૂળ અને કુળ પૃથ્વી ઉપર આવેલા ભારત દેશ સાથે સંકળાયેલું, મને માનવ જાતિની ચિંતા થાય તે સ્વાભાવિક છે.

મારા મેસેજને મજાક સમજવાની ભૂલ કરશો તો તે માનવ જાત માટે કદાચ કલંક સાબિત થશે. મોકલેલ ક્રિસ્ટલ સિલિન્ડરનો પ્રવાહી ગેસ આખે ભારત ઉપરાંત સમગ્ર પૃથ્વી ઉપરના હયાત તેમજ હવે પછીના ૨૦૦ વરસ માં જન્મ લેનાર દરેક માનવી માટે પૂરતો છે.

મેસેજ જોઈ બધા આવક થઈ ગયા, અને ડોક્ટર રાવ સામે જોયું, માત્ર ચાલીસ મિનિટમાં કચ્છના આપેલા લોકેશન ઉપર લેંડિંગ માટે 540 મેગા હોર્સ ફોર્સ ઝીલે તેવાં પેડ ની સુવિધા કેવી રીતે પૂરી પાડી શકીશું, ડોક્ટર રાવે વિસ્તૃત ગણતરી કરીને જણાવ્યુકે ગલેક્સી નંબર XX2376K પ્લેનેટ 21ના ટાઈમ ઝોન પ્રમાણે ત્યાંની ચાલીશ મિનિટ એટલે આપણાં નવ દિવસ થાય. માટે આપણે પંદરમાં દિવસે ત્યાં સવલત સાથે પહોચવાનું છે. હાલમાં ચંદ્ર યાનની માટેનું લોંચિંગ પેડ ફાઝલ હતું અને આ અંગે અનુરૂપ હતું. આમ આપણી પાસે જરૂરી યાનને ઉતારવા માટે જરૂરી તૈયાર છે. આપણી પાસે પેડ માટે સાત દિવસનો ટ્રાન્સ્મિશન પિરિયડ અને પેડને કાઉન્ટ ડાઉનમાં મૂકવા માટે એક દિવસ, એમ કુલ ૮દિવસ જોઈએ તે બાદ કથા આપની પાસે હવે અત્યારે ફક્ત ૨૦ કલાક બચેલા છે. આ ૨૦ કલાકમાં નિર્ણય ન લેવાય તો આપણે ગલેક્સી નંબર XX2376K પ્લેનેટ 21 ની ફેરી બોટને રિસીવ નહીં શકીએ શકીએ, અને કોવીડ-૨૦૧૯ ના વાયરસ સામેની નિર્ણાયક લડાઈ માટેનો ગૅસ નહીં મેળવી શકીએ.

ઓન લાઈન મિટિંગમાં હાજર રહેલા પ્રાઈમ મિનિસ્ટર સાહેબે અને ડિફેન્સ તથા હેલ્થ મિનિસ્ટર સાહેબે મિશનને મંજૂરી આપી અને મિશનને "સુરખાબ" " ફ્લેમિગો" નામ આપવામાં આવ્યું. કારણકે આ એક બીજા ગ્રહ તરફથી સમગ્ર માનવ જાતિની સલામતિમતે ફેલાયેલો દોસ્તીનો હાથ હતો. આ અંગે અમેરિકની સ્પેસ એજન્સી નાસાને પણ આ માનવ જાતિની સલામતી માટેના મિશનમાં જોડાવવા કહેવું તેવું હાજર રહેલા તમામ સભ્યોએ સૂચન કર્યું. અને ઈસરો અને નાસાની ટીમ હવે આ "ફ્લેમિગો" મિશનને પર પાડવા કામે લાગવાના હતાં.

હવે છેક હરિકોટા આંતરીક્ષ સેંટરથી લોંચિંગ પેડને કચ્છમાં લાવી અને કામ પતે એટ્લે હરિકોટા સકુશળ પાછું મોકલવા માટે એક અત્યંત શક્તિશાળી અને મજબૂત ટ્રેલર અને મૂવિંગ પ્લેટફોર્મની જરૂર હતી. ઈસરોએ સતત આકરી મહેનત પછી પુલર – પેડનું મોડલ પહેલેથીજ તૈયાર કર્યું જ હતું, જેને સુદર્શન નામ અપાયું હતું. લોંચિંગ પેડને કચ્છ સુધી પહોંચાડવા અને તેને પાછું હરિકોટા મોકલવા માટે શક્તિ શાળી અને ભરોસાપાત્ર હતું. ઈસરોએ લોંચિંગ પેડ મુવમેંટ માટે વિશ્વનું સૌથીનાનું પરંતુ શક્તિશાળી ઈન લેન્ડ પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું અને કોમ્પુટર ઉપર અનેક ટેસ્ટિંગ કરી સફળતાની ખાતરી પાકી કરેલી હતી, તેમ છતાય આ સફર ઐતિહાસીક અને ખતરનાક પણ હતી. પરગ્રહ ના યાન ને લેન્ડ કરવાનું ઈસરોના સ્પેસ પ્રોગ્રામમાં પહેલું અભિયાન હતું. આમ માત્ર ૨૦ કલાકની અત્યંત ટૂંકી નોટિસ પછી કાઉન્ટ ડાઉન માટે તૈયાર કરેલા લોંચિંગ પેડથી કોઈ બીજા ગ્રહના યાન ને લેંડિંગ કરવવાનો ભારતનોજ નહીં પરંતુ દુનિયાનો પ્રથમ પ્રયાસ હતો. સમગ્ર પૃથ્વી ઉપરની માનવ વસાહતના અસ્તિત્વ અને સલામતી માટેનો રસ્તો મેળવવાનો હોવાથી, સૌ કોઈ ઉત્તેજિત હતાં. ભારતના છેલ્લા માનવ રહિત યાનમાં છેલ્લી ઘડીના યાંત્રિક ફેલિયોર પછી પણ પ્રાઈમ મિનિસ્ટર તરફથી સતત મળતા રહેતા મોટીવેશનને લઈને ઈસરોના કર્મચારી અને વૈજ્ઞાનિકોનું મનોબળ ચરમ સીમાએ હતું. મિશનના પ્રમુખ ડોક્ટર રાવે આખા મિશનનો પ્લાન આખરે લૉન્ચ કર્યો. અને બધા કામે લાગી ગયા.

ડોક્ટર રાવે કહ્યું કે આપણે માત્ર પર ગ્રહના અવકાશ યાનને લેંડિંગ કરવાનું નથી, પરંતુ અજાણ્યા – એલિયન પરગ્રહ વાસીને આપણે ત્યાં રોકાઈ ને પરત ફરવા માટેની માટેની સવલત પૂરી પાડવા જઈ રહ્યા છે. અને એટલે જ આ નવા મિશનમાં આપણી જવાબદારી વધી જાય છે.

આ સમગ્ર મિશન નો ખર્ચ અંદાજે 30 લાખ ડૉલર થશે, પરંતુ હવે આ ખર્ચ માત્ર અંતરિક્ષ ક્ષેત્રે પ્રયોગ ના માટે સીમિત ના રહેતા, માનવ જાતિની સુખાકારી માટે થવાનો, ખરચેલા નાણાંનું પૂરું વળતર મળવાનું છે.

આખરે ૧૦ મી એપ્રિલે વહેલી સવારે, લોંચિંગ પેડ રેડી નો મેસેજ કાનવે કરી મિશનને કાઉન્ટ ડાઉન મોડમાં મૂકાતા, મારવાવાળા કરતાં બચાવનાર મહાન સાબિત થશે. કોવિદની મહામારીને નાથવા ના પ્રયાસોમાં ભારતનું નામ સમગ્ર વિશ્વમાં હમેશા આદરથી લેવાશે. ડોક્ટર રાવે આપેલી માહિતી બદલ બધાએ તેઓનો આભાર માન્યો.

આખરે ઈંતેજારીનો અંત આવ્યો અને કચ્છના અફાટ રણમાં ઊભા કરેલ હંગામી પણ અધ્યતન લોંચિંગ સેન્ટરના રડારમાં સિગનલ મળવા ચાલુ થયા અને જોત જોતામાં ભર બપોરે એક નવોજ નજારો જોવા મળ્યો, એક વિરાટકાય લંબગોળ ઈંડા આકારના યાનમાંથી એક તેના જેવુ જ નાનકડું ઈંડા આકારનું પ્રોપેલર સાથેનું બીજી અવકાશ યાન અલગ પડ્યું અને ઈસરોએ સ્થાપેલાં લોંચિંગ પેડ તરફ આવવા લાગ્યું, ત્યારે અવકાશમાં રહેલું પ્રેરેન્ટ યાન આવ્યું હતું તે ઝડપે પરત જતું રહ્યું. અને ગણતરીની ક્ષણોમાં હવે તે કેપસુલ યાન લોંચિંગ પેડ ઉપર સલામત રીતે ઉતારી ચૂક્યું હતું.

લગભગ એકાદ કલાક થયો પણ ઉતરાયણ કરેલ યાન તરફથી કોઈ પ્રતિક્રિયા કે મેસેજ નહતો. સૌ ચિંતા કરતાં હતાં ત્યાં પાછો સાઈટ ઓફિસમાં સ્પેસ સેન્ટરના નોસ્ટ્રોમો કમ્પ્યુટર ઉપર મેસેજ આવ્યો. હવે પહેથીજ મેસેજના સ્પીકરના વાયરો પેંટોગ્રાફને કનેક્ટ કરી દીઘા હતાં તેથી એ ૪ સાઈઝના પેપરમાં આઉટ પ્રિન્ટ આઉટ તે પ્રિન્ટરમાંથી નીકળતી હતી.

જેન – જુબાંગ તરફથી મોકલેલ મેસેજમાં જણાવ્યુ હતું કે ટેકનિકલ કારણ સર તે કેપસુલ યાનમાં પોતે આવી શક્યો નથી પણ યાનમા ગલેક્સી નંબર XX2376K પ્લેનેટ 21માં વૈજ્ઞાનિકોની ટીમ છે તેઓને તમારે લિક્વિડ કાર્બન ડાયરોક્સાઈડ આપવાનો રહેશે અને તેઓ તમને ગેસનું સિલિન્ડર આપશે.

જેટલી અચાનક માંગણી હતી તેટલી જ નવાઈની વાત હતી, લિક્વિડ કાર્બન ડાયરોક્સાઈક અહી રણ વચ્ચે ક્યાથી લાવવો સૌ માટે મુઝવણ વધારનાર માંગણી હતી. પણ લિક્વિડ કાર્બન ડાયરોક્સાઈડ બરફના કારખાના અને કોલ્ડ સ્ટોરેજમાં વાપરાશી હોવાતી જિલ્લા મથકે હાજર હતો આખરે તાબડતોબ હેલિકોપ્ટરથી માંગવી લીધો.

રાહ જોવા છતાં, લેન્ડ થયેલા યાન તરફથી કોઈ અણસાર ન આવ્યો એટલે ઈસરોની ટિમના બે બાહોશ સાથી બેલડી રજત અને કનકે અવકાશ યાત્રીનો પોષક પહેર્યો અને તેઓ બંને તે યાન પાસે ગયા તે સમયે યાનનો દરવાજો આપોઆપ ખૂલી ગયો. સેન્સર ઓપરેટિંગ સિસ્ટમ હશે તેવું માની તેઓ બંને અવકાશ યાનમાં દાખલ થયા, અંદર યાનમાં ટેમ્પરેચર નીચું હતું અસંખ્ય લાઈટોના ઝબકરા વચ્ચે કોઈ પર ગ્રહમાં તેઓ હોય તેવું તે બંનેને લાગ્યું. વધારે અંદર જઈ ને જુવે છે તો અહીં સંખ્યા બંધ રેક હતાં અને તેની છાજલીઓ ઉપર વાદળી રંગના ઈંડાઓ પડેલા હતાં, રાજતે કુતુહુલવસ એક રેક ઉપરના ઈંડાને હાથ લગાવ્યો, તેની સાથે તેના મો ઉપર માસ્કની માફક તે ચીપકી ગયુ. અચાનક બનેલી બીનાથી કનક સાવધ થઈ ગયો અને તેણે રજતને ખેંચીને યાન બાહર લાવી ચપ્પા વડે તે વાદળી ઈંડાને છૂટું પાડવા અથાગ પ્રયત્ન કર્યા. આ અજાણ્યા સજીવ અંગેની કોઈ વિગત હતી નહીં અને તે અજીબ વાદળી રંગનું સજીવ ઈંડું રજતને મોઢે ચોંટેલ રહે તો રાજન ને શ્વાશ લેવામાં તકલીફ થતી હતી અને મૃત્યુ પામે તેમ હતો તેથી બહાર ખૂલી હવામાં, કનકે રજતના સ્પેસ સુટને કાપ-કૂપ કરી, પણ તે પરગ્રહ વાસી એલિયન છૂટા પાડવાનું નામ નહતો લેતો. આખરે ભારે કાપકૂપ બાદ કનક રજતને એલિયનની ચુંગાલમાથી છોડાવી શક્યો. પણ આ પંચાતમાં એલિયનનું વાદળી રંગનું લોહી નીકળેલું તે રજતના સ્પેસ સુટને વટાવી જમીન ઉપર પડવા માંડ્યુ હતું અને તેના પ્રત્યેક ટીંપે એક એક નવું એલિયન પેદા થવા માંડ્યુ.

દૂર કંટ્રોલ રૂમમાં બેસેલા ડોક્ટર રાવ સાહેબે પરિસ્થિતિની વિકટતા સમજી તરત કનકને આદેશ આપ્યો કે તેઓની પાસે રહેલા ઑક્સીજનના સિલિન્ડરમાંથી ઑક્સીજનનો મારો આ ફટ ફટ ફૂટતા એલિયન ઉપર મારે, અને કાનકે પણ સમય ગુમાયા વગર તેમ કર્યું અને જોયું તો બધા એલિયાનો કોઈ ઘેરી નીંદમાં સારી પડ્યા હતાં. હકીકતમાં જો કાર્બન ડાયરોક્સાઈડ જો એલિયન માટે જીવન હોય તો ઑક્સીજન તેઓનો મારક હોઈ શકે તેવી ધારણાંથી ડોક્ટર રાવે ખેલેલો જુગાર સફળ રહ્યો અને રજત બચી ગયો.

જેમ જેમ સમય વિતતો હતો તેમ તેમ ડોક્ટર રાવ અને બીજા લોકોની ચિંતા અને ધબકારા વધી ગયેલ હતાં, આખરે વિચારને અંતે લિક્વિડ કાર્બન ડાયરોકસાઈડના સિલિન્ડરોને યાનમા સરકાવી જોવું  અને રજત અને કનકની ટીમે તેમ કર્યું. થોડીક્જ વારમાં યાનમા રહેલા વિચિત્ર ઈંડા આકારના એલિયનોએ હવે સજીવનું રૂપ ધારણ કરી લીધુ હતું, તેમના શરીર ઉપર સોનેરી આવરણ હતું અને લાંબા પગ અને ટૂંકા હાથ સાથે બધા સોહામણા લગતા હતાં, તેઓ કતાર બંધ યાનમાથી ઉતારીને બાહર આવી ઊભા રહ્યા. અને છેલ્લે બે એલિયન આવ્યા તેઓના હાથમાં એક ક્રિસ્ટલનું બનેલું સિલિન્ડર હતું જે તેઓએ યાનની બહાર રણની રેતીમાં મૂક્યું.

સૂર્ય પ્રકાશમાં આ ક્રિસ્ટલ સિલિન્ડર હજારો ચમકતા અરિસાઓ માફક પ્રકાશને પરાવર્તિત કરતું હતું તેથી બધાની આંખો અંજાઈ ગઈ. કોઈ આંખ ઊંચી કરી ખૂલી આંખે જોઈ શકતું નહતું સમગ્ર વાતાવરણમાં એક મનમોહક ખુશ્બુ સાથે અજબનું રોમાંચ રેલાતું હતું, બધા જાણે કોઈ ભાવ સમાધિમાં સરી પડ્યા હોય તેવું હતું. અને તેવામાં બધા લોકોએ એક મોટો અવાજ સાંભ્ળ્યો અને તે ક્ષણે રણની રેતીના વાદળ ફેલાવી સૂર્યને રેતીની ડમરીમાં ઢાંકી તે યાન પરત ઊડી ગયું. ત્યારે આથમણી દિશાએ સૂરજ આથમી રહ્યો હતો, પણ માનવ જીવનમાં કારોનાની મહામારીના અંધકાર વચ્ચે પ્રભાત થવાની હતી. હા સામાન્ય રીતે દુનિયા આખી પશ્ચિમના દેશો ઉપર નભતા હોય છે, અને આ પહેલો પ્રસંગ હતો કે હવે પશ્ચિમના દેશો પૂર્વ દિશામાં આવેલા ભારત દેશના આધારે રહેવાનો હતો.

ડોક્ટર રાવની આગેવાની હેઠળ ઈસરો અને નાસાની ટીમ ઊંચા હોંસલા સાથે 'મિશન ફ્લેમિંગો' દરમ્યાન મેળવેલ ગેસ ઉપર પ્રયોગો આદરીને તેના ઉપયોગથી કારોના-૧૯ને હમેશ માટે નાથવા કામે વળગી ગયા જેથી સત્વરે, ગલેક્સી નંબર XX2376K પ્લેનેટ 21 થી મેળવેલ કોવિડ-૨૦૧૯ વાયરસ નાશક ગેસ દ્વારા સમગ્ર માનવ જાતને કોરોના વાયરસ સામે સત્વરે કવચ પૂરું પડી શકાય.

ત્યારે બીજી બાજુ ડોક્ટર રાવ અમદાવાદ ખાતેની તેમની ઓફિસમાંથી, જેન – જુબાંગને આભાર સંદેશ આપી રજત અને કનકને શિખામણ આપતા હતાં કે સૃષ્ટિના જીવો પ્રત્યે દયાભાવ રાખો. કોઈ પણ જીવ જ્યાં સુધી તમને કનડે નહીં, ત્યાં સુધી તેઓને હેરાન ન કરો. આજથી આ પૃથ્વીનું આખું જગત નહીં, પરંતુ, હવે આખું બ્રહ્માંડ પણ આપણું કુટુંબ છે.


Rate this content
Log in

More gujarati story from Kalpesh Patel

Similar gujarati story from Fantasy