Kanala Dharmendra

Drama Thriller

3  

Kanala Dharmendra

Drama Thriller

એકમેકમાં ઓતપ્રોત

એકમેકમાં ઓતપ્રોત

1 min
398


"તો શું કહ્યું મમ્મીએ?", સાગર જવાબ સાંભળવા તલપાપડ હતો. સામે છેડેથી તેને સરિતાનો નિસાસો સ્પષ્ટ અનુભવાયો. " બોલ ને, પ્લીઝ. મમ્મીએ હા કહીને?", સાગર ધૂંધવાતો હતો. " ના. મમ્મીએ કહ્યું કે સાગર સાથે લગ્ન કરીશ તો અમે બંને આત્મહત્યા કરીશું", વાત કરતાં- કરતાં સરિતાની આંખ અને સમગ્ર અસ્તિત્વમાંથી સાગર નીતરી રહ્યો હતો. " તો.....", સાગરનાં આગળના સવાલનો સરિતાએ કાપ્યો. " તો કઈ નહીં. મેં કહ્યું હતું એ જ. આપણને મળતાં તો આ દુનિયામાં કોઈ અટકાવી શકશે નહીં."


ફટાફટ તેને એક નાનકડી બેગ અને એક પર્સ લીધાં. તે નક્કી કરેલા સ્થળે આવી પહોંચી. સાગર આવે તે પહેલાં તેને પર્સમાંથી મમ્મી- પપ્પાની તસવીરને કેટલીયે ચૂમીઓ ભરી. સાગર આવ્યો. સરિતા દોડીને તેનાં બાહુપાશમાં સમાઈ ગઈ. "સાગર અને સરિતા એકમેકમાં ઓતપ્રોત થઈ ગયાં", બીજે દિવસે છાપામાં આ હેડલાઈન હતી. દરિયામાં બેગમાંથી નીકળી ગયેલ ગિફ્ટસ હજુ તણાઈ રહી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Drama