Pramod Mevada

Classics Romance Fantasy

4  

Pramod Mevada

Classics Romance Fantasy

એક સબંધ આવો પણ...! ( ભાગ - ૧ )

એક સબંધ આવો પણ...! ( ભાગ - ૧ )

3 mins
13.7K


સવારના સાત વાગ્યે આંખ ખુલી ગઈ. ઇશાએ આળસ મરડી અને બેડની પાસે પડેલું લેપટોપ ઉઠાવ્યું અને ઓન કર્યું. રોજિંદા ક્રમ મુજબ પહેલું એણે મેસેન્જર ઓપન કર્યું. ઢગલાબંધ મેસેજ વચ્ચે એક જાણીતું નામ ઝળકયું ને એની આંખમાં ચમક આવી ગઈ. બીજી જ પળે આવનાર વિયોગની યાદ આવતા હતાશ પણ થઈ ગઈ. એ નામ જે પહેલા કઈ ખાસ ન હતું પણ સમય વીતતા જાણે કે એની અંગત લાગણી સાથે ગાઢ પણે વણાઈ ગયું હતું. એક નામ જેના પર કદાચ ઈશા પોતાનાથીય વધુ ભરોસો કરતી હતી. 

અત્યારે એ બધું યાદ કરી સમય બગાડવા ન ઇચ્છતી ઇશાએ આળસ ખંખેરી ઊભી થઈ અને ફ્રેશ થઈ હાથમાં કોફીનો મગ લઈને બેઠી. કપમાંથી નીકળતી વરાળ જોતા જોતા એ વિચારે ચડી ગઈ. આ એની છેલ્લી કોફી છે. હવે રોજ જેવી સવાર નહિ પડે. હજુ બેડમાં જ હોય ને એનો મેસેજ નહિ મળે. એની સાથે ક્યારેય વિડિઓ કોલ કે વિકેન્ડ પર જતી વખતે કેવી સજીધજીને નીકળી એ ખુશી શેર કરવા નહિ મળે. નેઇલપોલિશ કેવી અલગ રીતે કરી એ વિશે કોઈ કોમ્પ્લીમેન્ટ નહિ મળે. હવે બધું બદલાઈ જશે. સાંજે નવ વાગ્યાની ફ્લાઇટ છે અને ફરી ક્યારેય અહીં આવવાની નથી એ કરતા ફરી ક્યારેય એની સાથે વાત નહિ થાય એ દુઃખ વધુ અનુભવતી ઈશાની આંખથી એક આંસુ સરી પડ્યું ને કપની બાજુમાં પડ્યું. આંસુનીએ બુંદમાં એ પાંચેક વર્ષનો સમયગાળો જોઈ રહી...

પાંચ વરસ પહેલાં જ્યારે તે ઘરથી દૂર જોબ લાગતા આંખોમાં કઈ કેટલાય અરમાન... સ્વપ્નો લઈને અહીં હિથ્રો એરપોર્ટ પર ઉતરી હતી. ઓળખીતા એકાદ બે દૂરના સગાંવહાલાં એને લેવા માટે આવ્યા હતા. ઇશાને એકાદ બે દિવસ એમની સાથે રહ્યા પછી જોબ પર જવાનું થયું. જોબ ચોવીસ કલાકની એટલે રહેવાનું પણ ત્યાંજ. અઠવાડિયે રજા મળે પણ એ ક્યારેક જ અહીં એ બધાને મળવા આવતી બાકી તો એ જોબ પર જ હોય. ઈશા ક્યારેક ઘણી એકલતા અનુભવતી. હા અહીં પૈસા મળતા. જોબ પણ ખાસ ટેંશન વાળી નહિ. કહેવા જેવું કોઈ દુઃખ નહિ પણ ઘણી વખત માણસને એકાંત કરતા એકલતા કોરી ખાય એમ ઈશાને પણ એકલતા કોરી ખાતી. એક દિવસ એણે એની ફ્રેન્ડના કહેવાથી ફેસબુક પર એનું એકાઉન્ટ બનાવ્યું અને સહુથી પહેલી એના હસબન્ડને રિકવેસ્ટ મોકલી. ઈશાને સપનેય ખ્યાલ ન હતો કે આનું પરિણામ શું આવશે. રિકવેસ્ટ જેવી એના હસબન્ડે જોઈ અને તરત જ એનો ફોન આવ્યો અને ઈશાને સીધા ને સાફ શબ્દોમાં કહી દીધું કે આમ સોશિઅલ મીડિયા પર એક્ટિવ ન રહે. 

ઈશા હતાશામાં સરી પડી. આ કેવું કહેવાય એણે ફક્ત એકાઉન્ટ જ બનાવ્યું ને એટલું બધું સાંભળવું પડ્યું ! જ્યારે એની બધી ફ્રેન્ડસતો ફેસબુક પર કેટકેટલા મિત્રો સાથે બિન્દાસ્ત વાત કરી શકતી હતી. એ પણ કોઈ જ રોકટોક વગર ! એ ન સમજી શકી કે આમ કેવી રીતે બની શકે. ઇશાએ ઘણું વિચાર્યું પણ જવાબ ન જ મળ્યો. એક વિકેન્ડ પર એ રજા માણવા ગઈ ત્યારે એની બેસ્ટ ફ્રેન્ડ સિમિએ એને એક આઈડિયા આપ્યો અને સમજાવી કે આમ કરીશ તો તને પણ કોઈ તકલીફ નહિ પડે અને તું એકલતા દૂર કરી શકીશ. જોબ પર પાછા આવ્યા બાદ ઇશાએ એમ જ કર્યું. એણે એક ફેક આઈડી બનાવ્યું. સૂરીલી નામથી. હજુતો આ ફેક આઈડી બનાવે કલાક પણ નહતો થયો ત્યાં તો એને એક રિકવેસ્ટ આવી. કોઈ મિસ્ટર ગગન આર્યનની. એણે એ રિકવેસ્ટ એક્સેપટ કરી ત્યાંતો...

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Classics