Kaushik Dave

Drama Fantasy Inspirational

4.3  

Kaushik Dave

Drama Fantasy Inspirational

" એક પત્ર ફાનસને "

" એક પત્ર ફાનસને "

2 mins
198


જુના જમાનાનું બધાનું પ્યારું પ્રિય ફાનસ, 

યાદ આજે આવે છે એનું કારણ એ છે કે આજે પણ રેલ્વેના ફાટક મેન પાસે લાલ ટેન જોઉં છું. એક જમાનામાં સૌનું રાત્રિ દરમિયાન પ્રકાશ આપતું સરળ સાધન એટલે ફાનસ.

ફાનસ તને લોકો જુદા જુદા નામે પણ ઓળખે છે. તારા રૂપરંગ પણ જમાના પ્રમાણે બદલાયા છે. નાનકડી ચીમની લાલટેનથી શરૂ કરીને ફાનસ, લાલટેન, પેટ્રોમેક્સ, લેંટર્ન વગેરે વગેરે.  

હાલમાં પણ ગરીબો માટે પ્રકાશ મેળવવા માટેનું હાથવગુ સાધન એટલે ફાનસ.  

હમણાં દિવાળી પહેલા ડીમાર્ટમાં ખરીદી કરવા ગયો ત્યારે મારા દિકરાએ નાનકડું ફાનસ ખરીદ્યું હતું જેમાં મીણબત્તી મુકવામાં આવે છે. એટલે પણ મને ફાનસ યાદ આવી ગયું.  

વર્ષો પહેલાં મારા વતનમાં લાઈટો બહુ જતી હતી. અરે આખી રાત લાઈટો આવે જ નહીં. એ વખતે ઘરમાં રાખેલું ફાનસ અને નાનકડી ચીમનીનો ઉપયોગ કરતા હતા.  

ફાનસનું સુધારેલું રૂપ એટલે પેટ્રોમેક્સ.

રાત્રે લગ્નનો વરઘોડો નીકળે છે ત્યારે અજવાળા માટે પેટ્રોમેક્સનો ઉપયોગ થાય છે ‌બાળકો પૂછે પણ ખરા આ ફાનસ જેવું દેખાય છે !

ફાનસ તારો ઉપયોગ કેવો સરસ, અંધારું દૂર કરે ને અજવાળું લાવે. . .  

દેખાય ના મને અંધકારમાં,લાઈટો પણ ના જણાતી,

એક સમયે એવા ગામમાં, મારો રાતવાસો પણ થાતો, 


રાત્રે લાગે તરસ ત્યારે પાણિયારૂ પણ ના દેખાતું,

ફાનસના અજવાળામાં, કીચન પણ દેખાતું, 


રાત્રિઓમાં રાતવાસો કેવો બધાનો જાતો ! 

એવો હતો જમાનો, ફાનસ વગર ના રહેવાતું, 


નવી નવી શોધો પછી લાઈટો ગામમાં આવી,

ચોવીસ કલાક લાઈટો પછી, ફાનસ સૂનું રહેતું, 


કાતરિયામાં પડેલું ફાનસ, મૂંગું મૂંગું પૂછતું !

ક્યારેક તો કરશો યાદ ! સ્પર્ધા આવશે એ રાત,


લખું હું પત્ર ફાનસ તને, આજ યાદોમાં આવ્યો,

કાલે પડશે સવાર પછી ફાનસ પણ ભૂલી જવાનો ! 


હે ફાનસ, આજના સમયમાં તું ભૂલેબીસરે યાદો જેવો ગણાય. પણ જેમ ભૂલેબીસરે યાદો સ્મરણમાં રહી જાય છે. ભૂલેબીસરે ગીતો પણ યાદગાર બની જાય છે, એવી રીતે ફાનસ તારૂં અસ્તિત્વ ભૂલાશે નહીં. કોઈને કોઈ પ્રસંગે ફાનસ યાદ આવવાનું છે.  

હાઈવે પરની કાઠીયાવાડી હોટલ અને રાજસ્થાની હોટલમાં રાત્રે જુદા જુદા ફાનસો રાખીને બધાને સતત જુની યાદો અપાવે છે.

હે ફાનસ, હવે તો ઘણીવાર લગ્ન પ્રસંગે પણ થીમ પ્રમાણેની સજાવટમાં અવનવા ફાનસોનો ઉપયોગ થાય છે.

ચાઈનીઝ ફાનસની વાત જવા દો. ઉત્તરાયણ વખતે એવા ફાનસ પણ યાદ આવે છે.

પણ ફાનસ તું દેશી ફાનસ જ ગમે.

જુની રહસ્ય ફિલ્મમાં રાતે દેખાડતા હોરર સીનમાં ફાનસ તારો ઉપયોગ કરીને રહસ્યને વધુ રહસ્યમય બનાવે છે.  

આજે તો બહુ વાતો લખી નાખી.

ફાનસ તારી યાદો પણ કરી નાખી 

એજ લિખિતંગ 

તારી હયાતીનો એક સાક્ષી સિનિયર સિટીઝન.


Rate this content
Log in

Similar gujarati story from Drama