STORYMIRROR

Nayana Viradiya

Romance Tragedy

4  

Nayana Viradiya

Romance Tragedy

"એ પાછી આવી પણ મારાં માટે નહિ."

"એ પાછી આવી પણ મારાં માટે નહિ."

4 mins
0



        અમદાવાદ શહેર ની વરસાદી રાત ને ધોધમાર વરસતો વરસાદ ઠેર ઠેર પાણી જ પાણી .
રોડ પર લાઇટ્સ ધૂંધળી લાગી રહી હતી… અને આરવની આંખોમાં પણ ઉંઘ ભરાય ગઈ હતી એટલે તેને પણ બધું એટલું જ ધૂંધળું લાગતું હતું. તે આંખો ને વિરામ આપે એટલી જ વાર હતી ને તેનો ફોન વાગ્યો.
અજાણ્યો નંબર
આરવે ફોન ઉઠાવ્યો.ત્યાં જ સામેથી એક મૃદુભાષી ને પહેલા સાંભળેલ એક મીઠો અવાજ સંભળાયો
“હેલો… આરવ?”

એક એવો અવાજ… જે એણે વર્ષોથી સાંભળ્યો નહોતો, પણ ભૂલ્યો પણ નહોતો.
“અચૅના…?”
સામે શાંતિ.
પછી ધીમે :  “હા… હું.”
આરવના હાથમાં પસીનો આવી ગયો.
પાંચ વર્ષ પછી… કોઈ “હાય હેલ્લો” નહીં, કોઈ મેસેજ નહીં… સીધો ફોન.
“તમે કાલે મળી શકો છો?”
અચૅનાએ પૂછ્યું.
આરવે કંઈ વિચાર્યું જ નહીં: સીધી જ “હા."

    પાંચ વર્ષ પહેલા તેમની વચ્ચે એક મેટ્રો સ્ટેશન પર  પ્રેમ શરૂ થયો હતો.
અચૅના અને આરવ સ્ટેશન  મળ્યા હતા.
ભીડમાં અચૅના નો ફોન પડી ગયો… અને આરવે ઉઠાવીને  આપ્યો.આ તેમની પહેલી મુલાકાત
“Thanks,” એણે હસીને કહ્યું
“રિટૅન ગીફ્ટ ?” આરવે મજાકમાં કહ્યું.
“કોફી?” અચૅનાએ આંખ ઉંચી કરી.
અને ત્યાંથી શરૂ થઈ ગઈ એવી સ્ટોરી…
બંને વચ્ચે  વાતચીત નો શરૂ થયો ને પછી તો રોજ  મળવાનું કલાકો ના કલાકો વાતો કરવી જે એમને લાગતું હતું કે ક્યારેય પૂરી નહીં થાય.
મોડીરાત્રે લોંગડ્રાઈવ...
અનાયાસે ગોઠવાતી મુલાકાતો..
બિનજરૂરી ફાઈટ…
અને દરેક ફાઇટ પછી “સોરી” કહેવાની એક જ સ્ટાઈલ.
એમનો પ્રેમ પરફેક્ટ નહોતો… પણ સાચો હતો.

એક દિવસ…
અચૅના ગાયબ થઈ ગઈ ના કોઈ મેસેજ ના કોઈ કોલ
ફક્ત મૌન.
અચાનક અંત પ્રેમ નો અંત એ પણ કોઈ કારણ વગર.

આરવે દિવસો સુધી રાહ જોઈ.
પછી મહિના.
પછી એને સમજાવા લાગ્યું કે  આ બ્રેકઅપ વગરનો અંત હતો.
અને આજે  ફરી એ જ આંખો સામે અચાનક....
આગલા દિવસે નક્કી કેફે માં આરવ રાહ જોતો બેઠો હતો.
થોડીવારમાં બારણું ખુલ્યું.અચૅના અંદર આવી.
આરવ તો જોતો જ રહી ગયો  એ પહેલા કરતાં પણ વધુ સુંદર લાગી રહી હતી.
પણ આંખોમાં કંઈક ખોવાઈ ગયેલું લાગતું હતું.
“તમે કેમ છો?”
અચૅનાએ એ પૂછ્યું.
આરવ હસ્યો: “તુ જે રીતે છોડી ગઈ… એ પ્રમાણે તો બહુ સારું છું. 'તું' નહિ કહેવાનો હક મેં પાછો લીધો નથી."
સીધો ઘા.
અચૅનાએ  નજર ઝૂકાવી: “મને ખબર છે… મેં ખોટું કર્યું.”
“ખોટું?” આરવનો અવાજ ઊંચો થયો.
“તું ગાયબ થઈ ગઈ હતી! એ ‘ખોટું’ નથી, તને નથી લાગતું એ… કંઈક વધારે જ છે!”
લોકો જોઈ રહ્યા હતા.
પણ આ વખતે, કોઈને ફરક પડતો નહોતો.થોડી શાંતિ પછી, અચૅનાએ એ એક એન્વેલપ બહાર કાઢ્યું.
“હું શા માટે ગઈ… એ કહેવા આવી છું.”
આરવે એન્વેલપ ખોલ્યું.અંદર… મેડિકલ રિપોર્ટ

“મને કેન્સર હતું,”
અચૅના ધીમે બોલી.
આરવનું દિલ એક સેકન્ડ માટે  જાણે થંભી ગયું.
“Stage 3. ડૉક્ટરે કહ્યું હતું… ચાન્સ બહુ ઓછાં હતાં બચવાના"
એટલે  “તો તું મને છોડીને ગઈ?” એટલો પણ વિશ્વાસ નહોતો કે હું સાથ આપીશ.
આરવ એકદમ ગુસ્સામાં ચીસ્યો.
“હું તને તોડી નાંખવા નહોતી માગતી,”
અચૅનાની આંખોમાં આંસુ આવી ગયા.
“હું ઈચ્છતી હતી કે તું મને ભૂલી જાય… અને આગળ વધે.”
આરવ ખુરશી પરથી ઊભો થઈ ગયો.
“તને લાગે છે હું એટલો નબળો હતો?”
અચૅના શાંત રહી.
કેમ કે સાચો જવાબ બંનેને ખબર હતો
એ નબળો નહોતો… પણ એ તૂટે તો સંપૂર્ણ તૂટે.
થોડી ક્ષણ પછી, આરવે ધીમેથી પૂછ્યું:
“હવે… તું ઠીક છે?”
અચૅનાએ એની  આંખોમાં નજર ઠેરવી...
અને કહ્યું:
“હું બચી ગઈ.”
એક સેકંડ માટે, દુનિયા પાછી સામાન્ય થઈ ગઈ.
આરવે હસવું શરૂ કર્યું…  રડતાં રડતાં:
“તું પાગલ છે! તું મને કહી શકતી હતી!”
અચૅના હળવું હસી…
પણ પછી એણે જે કહ્યું… એ બધું ફરી તોડી ગયું.
“હું બચી ગઈ… પણ બધું પહેલા જેવું નથી રહ્યું.”
એણે હાથ આગળ કર્યો.
આરવે જોયું…
એના હાથમાં engagement ring હતી.
“હું હવે કોઈ બીજાની છું,”
અચૅના બોલી.
આરવ થોડીવાર  તો પથ્થરની જેમ સ્થિર મુર્તિ થઈ ગયો.
“તો પછી મને શા માટે બોલાવ્યો?”
અચૅનાએ  છેલ્લી વાર એની આંખોમાં જોયું:
“કેમ કે તું મારી જિંદગીનો સૌથી સાચો, સુંદર ભાગ હતો…
અને હું એને ‘અધૂરું’ નહીં છોડી શકી.”. થોડીવાર વાતચીત નો દોર  અટક્યો ને મૌન સંવાદ ચાલ્યો.
આખરે એ ઊભી થઈને ધીમે ધીમે ચાલતી જતી રહી.
આ વખતે…
આરવે એને રોકી નહીં.
બહાર વરસાદ શરૂ થયો.
આરવ એ જ ખુરશી પર બેઠો રહ્યો.
કેમ કે કેટલીક વાર…
લોકો પાછા આવે છે ફક્ત એટલું કહેવા માટે કે
“હું તને ભૂલી નથી…
પણ હવે તારી રહી પણ નથી."



Rate this content
Log in

Similar gujarati story from Romance