STORYMIRROR

Nayana Viradiya

Inspirational Others Children

4  

Nayana Viradiya

Inspirational Others Children

અંધારી રાત

અંધારી રાત

2 mins
0

         એક ઘોર અંધારી કાળી રાત ખૂબ જ ડરાવની હતી. પવન પણ જાણે થાકી ગયો હોય તેમ એકદમ સ્થિર હતો. આકાશમાં ચાંદ નહોતો, તારાઓ પણ જાણે છુપાઈ ગયા હતા. ગામની બહાર એક જૂનું કાચું ઘર હતું, જ્યાં વર્ષોથી કોઈ રહેતું નહોતું. લોકો કહેતા—“એ ઘરમાં કંઈક છે.” આ ઘર વિશે ઘણી અફવાઓ ફેલાવવામાં આવેલી,  આ વાતોને લોકો ગંભીરતાથી પણ લેતા.
    સ્મિત,શહેરમાંથી આવેલો એક યુવાન, તેણે જ્યારે આ વાત સાંભળીને ત્યારે તેણે આ વાતને હાસ્યમાં ઉડાવી દીધેલી. “ભૂત-પ્રેત? આ બધું બકવાસ છે,” એ કહેતો.
હા, દિવસના સમયે તો બધા મોટી  મોટી વાતો કરે. રાત પડે પછી જ સાચી ખબર  પડે કે બેટરી ડાઉન થઈ જાય છે કે હસવું આવે છે‌. આંખો દિવસ બધા આ ઘરની ભયાનકતા ના કિસ્સાઓ કહેતા રહ્યા. બધાને ખોટા સાબિત કરવા અને બહાદુરીનું બિરૂદ મેળવવા તેણે એ ઘરમાં રહેવાનું નક્કી કર્યું
     એક રાત સ્મિત  આ ઘરમાં જ રહીને સાબિત કરશે કે આ બધું ખોટું છે. ગામવાળાઓએ ઘણું સમજાવ્યું, પણ જિદ્દી માણસને કોણ સમજાવે?
રાતના બાર વાગ્યા. સ્મિત એ ઘરમાં એકલો હતો. દીવાલો પર જૂના દાગ હતા, અને બારીઓમાંથી પવનનો હળવો અવાજ આવતો. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું. પરંતુ સ્મિત ને પણ ઊંડે ઊંડે થોડો ડર હતો એમાં જ અચાનક… એક દરવાજો ધીમે ધીમે ખૂલ્યો.
સ્મિતે વિચાર્યું—“પવન હશે.” હા, હંમેશા પહેલાં  તો સહુ    સરળ કારણ શોધે છે, જેથી ડર થોડો ઓછો લાગે.
પણ પછી ફરી અવાજ આવ્યો… આ વખતે પગલાં જેવો અવાજ હતો.ફરી બારી ખખડવાનો અવાજ...સન..સન...પવન કાન સાથે અથડાયો
સ્મિતનું દિલ જોરથી ધબકવા લાગ્યું. “કોણ છે... અહીં?” એ બોલ્યો, પણ જવાબમાં માત્ર શાંતિ હતી. એવી શાંતિ, જે કાનમાં ગૂંજવા લાગે.
ફટાક પાછળથી કોઈએ એના ખભા પર હાથ મૂક્યો.
સ્મિતે ધીમે ધીમે પાછું વળીને જોયું…
પણ ત્યાં કોઈ નહોતું.
હવે વાત મજાકમાંથી થોડી ગંભીર થઈ ગઈ. એનો શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો. એ બહારની તરફ દોડી ગયો, પણ દરવાજો બંધ હતો.
એક અવાજ આવ્યો— “તને લાગ્યું હતું કે અહીં કંઈ નથી?”
સ્મિતે બૂમ પાડી, “કોણ છે?”
અટ્ટહાસ્ય. “તારા અંદર જે ડર છે… એ જ અહીં છે.”
અચાનક બધું શાંત થઈ ગયું. દરવાજો ખુલી ગયો.
સ્મિત દોડી ને બહાર આવ્યો. બીજા દિવસે સવારે ગામવાળાઓએ એને રસ્તા પર બેઠેલો જોયો—ચહેરો ફિક્કો, આંખોમાં ડર.
એ દિવસે પછી સ્મિતે ક્યારેય ભૂતો વિશે મજાક ન કરી.
ઘોર અંધારી કાળી રાત આપણને કોઈ ભૂત બતાવે કે નહીં, પણ એ ચોક્કસપણે આપણને આપણો ડર બતાવે છે. અને સચ્ચાઈ એ છે કે સૌથી ભયંકર “વસ્તુ” બહાર નથી… અંદર જ વસે છે.



Rate this content
Log in

Similar gujarati story from Inspirational