પ્રેમની દિવાનગી
પ્રેમની દિવાનગી
મારી શાળામાં એક છોકરો હતો હતો.નામ હતું તેનું વિશેષ. વિશેષ બાકી બધાની જેમ સામાન્ય વિધાર્થી જ, પણ દિલ થોડું વધારે “ઓવરએક્ટિવ”. એક દિવસ તેના ક્લાસમાં એક નવી છોકરી આવી … નામ કાશ્મીરા ખુબ જ હોશિંયાર, સુંદર અને ડાહી છોકરી વિશેષે જ્યારથી કાશ્મીરાને જોઈ બસ, ત્યારથી તેનું દિમાગ તો જાણે રજા પર ગયું.અને દિલે કમાન સંભાળી લીધી. કાશ્મીરા માટે વિશેષ બધું કરી શકે—એવો એને ભ્રમ હતો. સવારે ઊઠે ત્યારે પણ કાશ્મીરા, રાત્રે સૂવે ત્યારે પણ કાશ્મીરા. વાંચવા બેસે તો બુકમાં પણ એનો જ ચહેરો દેખાય. હવે આને શું કહેવાય? પ્રેમ… કે પછી દિમાગની છુટ્ટી? મિત્રો તો કહેતા, “આ છોકરો તો ગયો… પ્રેમ દિવાનો બની ગયો!” વિશેષને કોઈ ફરક પડતો નહોતો. એ રોજ કાશમીરાના રસ્તે જ ઉભો રહે. ક્યારેક વરસાદમાં ભીંજાઈને, ક્યારેક તડકામાં તપીને—માત્ર એક સ્મિત માટે. અરે, લોકો નોકરી માટે પણ એટલી મહેનત ન કરે જેટલી આ પ્રેમ માટે! કાશ્મીરાને આ વાતની ખબર જ નહોતી એતો પોતાની રૂટીન લાઈફ જીવી રહી હતી. એક દિવસ તેમને પોતાની બહેનપણી ક્રિશવા પાસેથી આ વાતની જાણ થઈ. કાશ્મીરા ખુબ જ હોશિંયાર અને ડાહી છોકરી હતી. એક દિવસ કાશ્મીરા ની એક ઝલક મેળવવા ઉભેલા વિશેષ પાસે ગઈ અને કાશ્મીરાએ રસ્તામાં જ પૂછ્યું, “તુ આવું શા માટે કરે છે?” વિશેષ હસ્યો, “કારણ કે હું તને પ્રેમ કરું છું.” કાશ્મીરા થોડી શાંત રહી. પછી ધીમેથી બોલી, “પ્રેમ એટલે કોઈના માટે આમ ઊભા રહેવાનું કે પીછો કરવાથી નથી થતો. પ્રેમ એ સમજણનો વિષય છે, પરસ્પર સન્માનની લાગણી છે… જો એટલી જ લાગણી હોય તો કંઈક બનીને બતાવ.. સન્માન જળવાય એવું કંઈક કર. અને ખરેખર લાગણી જ હોય તો મને ગર્વ અનુભવાય એવો બનીને બતાવ .”કોઈને જોયા કરવું ,પાગલોની જેમ કોઈ પાછળ ફયૉ કરવું એ શું પ્રેમ હોય શકે? સાચો પ્રેમ મેળવવો હોય તો તપ કરવું પડે એકમેક ના વિકાસ અને સન્માન માટે મહેનત કરવી પડે.કોઈ માટે આપણું જીવન વેડફી દેવું નહીં પરંતુ ખુદ ખીલીને તમારા પ્રેમ ને ખીલવવો એ સાચો પ્રેમ. આ શબ્દો વિશેષને પહેલી વાર સમજાવા લાગ્યા. પ્રેમમાં દિવાનો બનવું સરળ છે… પણ પ્રેમને સમજવું મુશ્કેલ. તે દિવસે વિશેષ ઘરે ગયો. પહેલી વાર તેણે કરીશ્મા માટે નહિ, પણ પોતાને માટે વિચાર્યું. એને સમજાયું કે પ્રેમમાં ખોવાઈ જવું સરસ છે, પણ પોતાને ગુમાવી દેવું… થોડું વધારે જ નાટકીય, પાગલપન થઈ જાય. થોડા દિવસો પછી વિશેષ કરીશ્માને ફરી મળ્યો—આ વખતે શાંત, સમજદાર. હવે એ કરિશ્માને દૂરથી સન્માનથી જુએ છે. દિલમાં પ્રેમ છે, પણ દિમાગ પણ પાછું કામ પર આવી ગયું છે. એને હવે સમજાય ગયું હતું કે... પ્રેમ દિવાનો બનવું ખરાબ નથી… પણ જો પ્રેમમાં પોતાને ભૂલી જાવ,જીવનને વેડફી નાખીએ તો એ પ્રેમ નહીં—એ તો એક પાગલપન છે. હવે તે ભણવામાં હોશિયાર થવા લાગ્યો. ઘણા વષૅ પછી તે એક મોટો ઓફિસર બનીને કરિશ્માને મળ્યો .

