STORYMIRROR

Nayana Viradiya

Inspirational Others Children

4  

Nayana Viradiya

Inspirational Others Children

"દિપક જેવો માણસ "

"દિપક જેવો માણસ "

2 mins
13





     ધરમપુર નામે એક નાનું ગામ હતું.  ત્યાં યુવરાજ  નામે એક યુવાન રહેતો હતો.યુવરાજ નામ જ એવું કે સાંભળતા લાગે કે કોઈ રાજા હશે. પણ હકીકતમાં તો તે એક સામાન્ય શાળાનો શિક્ષક. પગાર ખુબ ઓછો અને  જવાબદારીઓ વધુ.....
તે હંમેશા સપનાઓ… બસ, પોતાના માટે નહીં, બીજાઓ માટે જોતો અને જીવતો.
દેવરાજનો એક નિયમ હતો:
મારું જીવન મારા માટે નહીં, પણ જેને જરૂર છે તેના માટે.”
ગામમાં ગરીબ બાળકો ઘણાં હતાં. ઘણા બાળકો ફી ન આપી શકતા, પુસ્તકો ખરીદી શકતા નહીં. શાળાના નિયમો તો કડક હતા, પણ દેવરાજના દિલના નિયમો એનાથી નિયમો વધુ કડક હતા.
તે પોતાનો પગાર બચાવીને બાળકોને પુસ્તકો આપતો. ઘણી વાર પોતે જૂના કપડાં પહેરીને ફરતો, પણ બાળકોને નવી નોટબુક આપતો.
લોકો કહેતા:“તું પોતાનો વિચાર કર, યુવરાજ! આખું જીવન બીજાઓ માટે જીવીને શું મળશે?”
યુવરાજ હસતો:“શાંતિ.”
એક દિવસ ગામમાં મોટો દુષ્કાળ પડ્યો. પાણીની કમી, ખાવાની તંગી. લોકો પોતાનું જ બચાવવા દોડ્યા.
યુવરાજ પાસે થોડું બચેલું ધન હતું. તે સરળતાથી પોતાનું જીવન આરામથી પસાર કરી શકતો.પણ તેણે શું કર્યું? તેણે બધું ગામના લોકોમાં વહેંચી દીધું.
હવે તેની પાસે કંઈ જ નહોતું.
એક રાતે તે ભૂખ્યો સૂતો… અને એ રાતે તેને તાવ આવ્યો.
ગામના લોકોને આ વાતની જાણ થતાં જ  બધા દોડી આવ્યા.
જેઓને તેણે ક્યારેક મદદ કરી હતી, એ બધા જ અત્યારે એની પાસે ઊભા રહ્યા.
એક નાનકડો   છોકરો જેને તેણે પુસ્તકો  અને શાળા ની ફી  ભરીને ભણાવ્યો હતો જે હવે થોડો મોટો થયો હતો, બોલ્યો:
“ગુરુજી, તમે અમને બધું આપ્યું… હવે  આજે અમારો વારો છે.”
લોકોએ મળીને યુવરાજની સારવાર કરી.
કોઈ ખાવાનું લાવ્યા તો કોઈ દવા તો ઘણા બધા એ  સેવા.
ધીમે ધીમે યુવરાજ સાજો થયો.
એક સાંજ, તે ફરી શાળાના આંગણામાં બેઠો હતો.
તેના આસપાસ એ જ બાળકો હતા જે હવે થોડા સમજદાર, થોડા મજબૂતબની ગયેલા તેમાંથી એક વિદ્યાર્થીએ પૂછ્યું:
“ગુરુજી, તમે આમ કેમ કર્યું? તમને ડર ન લાગ્યો કે તમે ખાલી થઈ જશો?”
યુવરાજ થોડી ક્ષણ શાંત રહ્યો. પછી બોલ્યો:
“દિપક ક્યારેય નથી વિચારે કે તે પોતે બળીને ખતમ થઈ જશે.
તે ફક્ત એટલું વિચારે છે કે આસપાસ અંધારું ન રહે.”
તે દિવસ પછી ગામ બદલાઈ ગયું.
લોકોએ શીખી લીધું કે સાચું સુખ પોતાના માટે એકઠું કરવામાં નથી, પણ બીજાઓ માટે વહેંચવામાં છે.
યુવરાજ કોઈ મહાન પુરુષ ન હતો.
તે કોઈ પુસ્તકમાં લખાયેલો આદર્શ પણ ન હતો.
પણ તે જીવંત ઉદાહરણ હતો કે
કે ત્યાગ એટલે શું, અને આદર્શ જીવન એટલે શુ??



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational