Bhavna Bhatt

Comedy Children

4  

Bhavna Bhatt

Comedy Children

એ ખુશખુશાલ

એ ખુશખુશાલ

2 mins
171


એ ખુશખુશાલ થઈ ગયા સૌ.

ટીવીમાં સમાચાર આવ્યા કે નિયમો પાલન કરીને સ્કૂલ ચાલુ કરવાની છે. પણ સાવચેતી જરૂરી છે. કબાટમાં બે વર્ષથી પડેલાં કંપાસ, બોલપેન, સ્કૂલ બેગ, પાણીની બોટલ, મોજાં, યુનિફોર્મ,લંચ બોક્ષ આઈ કાર્ડ, બૂટ બધાંજ એકબીજાને ખુશખુશાલ થઈ તાળીઓ આપી રહ્યાં.

અંદર કબાટમાં બધાં ડોલવા લાગ્યાં. એક બીજાને તાળી આપીને પૂછ્યું હવે આપણે બહાર નીકળી શકીશું. આમ એકબીજા સાથે ખુશખુશાલ થઈ બોલતાં બોલતાં ડોલવા લાગ્યાં. એકદમ જ દોડતું આગળ આવીને લંચ બોક્ષ બોલ્યું.

"રીસેસમાં હવે હું બધાનાં હાથમાં રમીશ જાણે હું લંચ બોક્ષ નહિ પણ જાણે હું જાદુઈ અક્ષયપાત્ર હોવ એવી લાગણી થાય. આહાહા. એક બીજાનાં લંચ બોક્ષનાં ઢાંકણાં ખોલતા દોસ્તારો એકબીજાની ભાવતી વસ્તુઓને મોમાં ફટાફટ મુઠ્ઠી ભરીને ઓરી દેતાં એ જોવાની મજા કંઈક અલગ જ હોય છે."

"અને, કિટ્ટા કર્યા પછી ફરી પાછા બોલી જતાં દોસ્તોને દિલથી ભેટતાં જોઈ મારું જીવન સાર્થક બની જતું." આમ કહીને યુનિફોર્મે આંખો લૂછી. "

એમ દરેક પોતાની વ્યક્તિગત યાદ રજૂ કરી રહ્યાં હતાં.

"ચાલ ને યાર." એક જૂની નોટબુક બોલી "આપણે સ્કૂલ બેગમાં ગોઠવાઈ જઈએ તો ઝટપટ સ્કૂલ જવા મળે પછી ચાલુ ક્લાસે મારાં પાનાં ફાડીને એકબીજાની સામે તાકીને વિમાન મારતાં એ મઝા અનેરી છે."

પછી હસતાં હસતાં. "આપણું જીવન જ બીજાને કામ આવે માટે તો છે. કોઈપણ જાતનાં એગ્રીમેન્ટ વગર  આપણે એકબીજાની સાથે હરપળ વસ્યાં છીએ કેવું અજબ ભાવનાત્મક જોડાણ છે. એક વાર હોમવર્ક નહોતું કર્યું બાબા ભાઈએ તો બહાર કેવાં અંગૂઠા પકડાવ્યા હતાં એ જોઈ મારી આંખોમાં પાણી આવી ગયું હતું.

"તેં કરી આપવું હતું ને !" બૂટ બોલ્યું..

નોટબુક ચૂપ થઈ ગઈ..

આપણે કેવાં કેવાં સપના જોઈએ છીએ. સ્કૂલ જવાનો દિવસ આવી ગયો. હે દોસ્ત આ બાબાભાઈ તો કોરોનાથી ડરીને સ્કૂલ જવાની ના પાડે છે."

નોટબુક ને બીજા બધાં, "હા..હવે શું કરવું ?

એક પણ પ્રશ્ન પૂછ્યા વગર બોટલ જોરથી ગબડી પડી અને કબાટમાંથી બહાર આવી ગઈ. અને જાણે કહેતી હોય એમ બાબાભાઈ સામે જોયું કે મને લઈ લો. ચલો આપણે સ્કૂલમાં ધમાલ મસ્તી કરવા જઈએ. જ્યાં આપણા આંસુઓ કોઈ લૂછતાં અને પાણી પીવડાવતા..

એકલી બોટલ બહાર પડી રહી છે એ જોઈને એકાએક કબાટમાં ભૂકંપ આવ્યો હોય એમ બધીજ ચીજવસ્તુઓ કૂદી કૂદીને બહાર આવી ગઈ પછી એકબીજાને પૂછી રહી "શું વાત છે ?"{

બધાં એકસાથે "અરે આપણો દુશ્મન કોરોના. આપણે તો બે વર્ષથી કેદખાનામાં છીએ. આપણું દુઃખ ક્યાં કોઈ પૂછે છે !"

 ખાનગી વાત કરતાં હોય એમ  સાવ નજીક આવી એક બીજાનાં કાનમાં ગૂસપૂસ કરવાં લાગ્યાં. હકીકતમાં ખાનગી કશું જ નહોતું અને છતાં ખાનગીમાં એકબીજાને કહેતા’તા.

"હવે, આ બધી ખાનગી વાતો છે. પણ કોની સાથે શેર કરીએ ? દોસ્ત, આપણે પાછાં આપણાં દેશમાં પૂરાઈ જઈશું. ક્યાં રાત ને ક્યાં દિવસ છે એ પણ ખબર નથી પડતી."

"મને તો ચક્કર આવવા લાગ્યા છે."- એમ કહીને બોલપેન ગબડી પડી.

"ચાલો ને યાર, આપણે જ સ્કૂલ જતાં રહીએ." એક જૂની નોટબુક બોલી.

અને બધાં જ સોગિયુ મોં કરીને જોવાં લાગ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Comedy