Gediya Girish

Romance Others

1  

Gediya Girish

Romance Others

એ ગુલાબ કોણે આપ્યું હતું

એ ગુલાબ કોણે આપ્યું હતું

7 mins
34


યાર હજી પણ ખબર પડી નહી એ ગુલાબ કોને ખુશ્બૂને આપ્યું હતું ?.

હેલ્લો મિતેષ કેમ એકલો બેઠો છે અહીં આવી અમારી સાથે બેસ તું, ત્યાં વર્ષા પણ કહે હા.. હા.. મિતેષ તું અહીં આવી જાય, મિતેષ કહે છે હું કઈ લાંબુ વિચારી રહ્યો છું

નક્કી ઘેરથી પોકેટમની બંધ થઇ લાગે છે અને મિતેષ કહે છે ના યાર પણ છે કોઈ વાત હું પછી કહું તમને બધાંને

ને ફરી મિતેષ વિચારોમાં પડી ગયો પાછો એ ખુસીને પસંદ કરતો હોય છે પણ કહી શકતો નથી.

કોલેજમાં આવ્યાં બધાં લેક્ચર ભરવા અને મિતેષ આવતો ખાલી ખુશ્બૂ ને જોવા બસ, કોઈને કોઈ રીતે એની સાથે વાત કરવા કોશિશ તો કરતોજ જેથી દોસ્તી થઇ શકે ખુશ્બૂ સાથે.

ખુશ્બૂ એક સારી વિદ્યાર્થીની અને પાછો એનો સ્વભાવ પણ સ્ટ્રોંગ માટે કઈ વાત કરતા ઘણું વિચારવું પડે, દેખાવમાં તો કોઈ હિરોઈન જેવી લાગે એ ખુશ્બૂ.

હમણાં થોડા દિવસ પહેલા એક વિધાર્થીએ ખુશ્બૂ સાથે વાત કરી અને દોસ્તી માટે પ્રસ્તાવ મુક્યો ને એનો ગાલ લાલ થઇ ગયો જવાબમાં બિચારો જીવનભર આ ભૂલી શકશે નહી.

માટે મિતેષ તો કેમ આવી વાત કરે? ખુશ્બૂ ને

ખુશ્બૂ મારી સાથે વાત કરે છે એજ ઘણું છે,બાકી આપણે પેલા વિધાર્થી જેમ કોઈ આવી યાદગાર પળ નથી બનાવી.

આપણે તો દોસ્તી માંજ સંતોષ બસ...

એકજ બેન્ચ પર બેસતા બન્ને, મિતેષ પૂછે યાર ખુશ્બૂ તે કેમ પેલા નો ગાલ લાલ કરી દીધો ? તું ના કહીને પણ વાત કરી સકતી હતી,

ત્યાં ખુશ્બૂ ક્હે છે, લાફો મારવાનું કારણ એકજ બીજીવાર આવી ખોટી હિમ્મત કરે નહી બસ, હજી પણ આવું કરશે તો ફરીવાર આવુજ થશે,

મિતેષ કહે છે પણ ખુશ્બૂ તું એકલી રહી જઈશ કોઈ તારું મિત્ર પણ રહેશે નહી, તો ખુશ્બૂ કહે છે હું અહીં ભણવા આવું છું માટે પહેલી પાયોરીટી મારી અભ્યાસ જ છે અને બીજું ભલે કોઈ મને બોલાવે નહી તું એક મિત્ર તો બસ યાર ક્યાં આપણે અહીં આખો દિવસ કાઢવો છે માટે આવી બધી વાત થી દૂર રહેવામાં સારું છે.

અને આ વાત સાંભળી મિતેષના મોતિયા મારી ગયા અહીં કઈ થાય એમ નથી, ખાલી દોસ્તી રાખવી ઘણું છે બાકી કોઈ ચાન્સ નહી.....

આ વાત બીજા કોઈ મિત્ર જાણતા નહી, હા એટલું કેહતા યાર મિતેષ તું આ ખુશ્બૂ સાથે બોર થતો નથી, એની પાસે ક્યાં કોઈ હસવાની વાતો કે મજાક કઈ....

મિતેષ કહે યાર એની સાથે રહેવાથી બીજો કોઈ ફાયદો નહી પણ એક મોટો ફાયદો મને એ છે કે હું સરળતાથી પરીક્ષાની તૈયારી કરી શકું છું, ખુશ્બૂની મદદ અને એની સાથે રહેવાથી આ મોટો બેનિફિટ મને છે....

રિતેશ કહે વાત તો તારી સાચી છે. ખુશ્બૂ સાથે રહેવાથી પરીક્ષાને સારી એવી તૈયારી કરી શકીશ...

ખુશ્બૂ આવી અને બધાં ફોર્માલિટી કરી હાય, હેલ્લો કરી ચૂપ અને મિતેષ પાસે આવી ક્હે છે તારું કામ છે...... એકબાજુ આવ તું મિતેષ કહે છે નો પ્રોબ્લેમ આવું છું

મિતેષ એક વાત કરવી છે મારી બેગમાંથી એક લેટર મળી આવ્યો મને કદાચ હું વૉસરૂમ ગઈ હતી એ સમય કોઈ મૂકી ગયુ હશે.

મિતેષ પૂછે છે, પણ એ લેટરમાં શું લખીયુ હતું ? એતો કહે,

એમાં બસ એટલુંજ લખીયુ હતું કે "બસ હું અને 'તું " બીજું શું?,

બસ આટલુંજ હતું એ લેટરમાં જરૂર પેલા મંથનનું કામ હશે એક લાફો ખાધા પછી પણ હજી આવા ચેન-ચાળા કરે છે,

શું મિતેષ તને કઈ ખબર છે આ કોણ મૂકી ગયુ એવું કઈ ?

મિતેષ કહે છે ના યાર લેક્ચર પૂરો થયો હું અહીં નીચે ગાર્ડનમાં આવી ગયો હતો અને તું ત્યાં ક્લાસ માજ હતી તારી સામે તો ગયો ખુશ્બૂ....

પણ આ કામ મંથનનું કોનું હોઇ શકે નહી કારણ એકવાર ફટકાર તારા હાથની ખાય ફરી આવું કરે નહી એ...

ખખુશ્બૂ પૂછે છે તો હોઇ શકે આવી મસ્તી કરે મારી સાથે? કોઈ આઈડિયા ખરી તને ?

ના ખુશ્બૂ કોઈજ આઈડીયા નથી મને, હા કોઈ જાણ થશે તો ચોક્કસ તને કહીશ, હા પણ ખુશ્બૂ યુ આર લકી....

કોઈ તને આટલુ પસંદ કરે છે, અને હસી પડે છે ખુશ્બૂ કહે છે હું ડર ફિલ્મની જુહી ચાવલા નથી તો જવાબ આપી ના શકું, બસ છે એ ખબર પડે એટલી વાત....

કોલેજમાં વેલેન્ટાઈન દિવસ ચાલતા હતા અને કોઈ પાર્કિંગમાં ખુશ્બૂની એકટીવા પર ચોકલેટ મૂકી અને સાથે એક લેટર પાછો જેમાં લખીયુ હતું એજ શબ્દો જે ક્લાસ રૂમમાં બેગની અંદર લેટરમાં હતું "બસ હું અને તું "બીજી શું.?...

ફરી ખુશ્બૂ વિચારમાં પડી ગઈ આવું કોણ કરી રહીયુ છે?

જે ખુશ્બૂ માટે આ એક સવાલ બની ગયો હતો, એને બધાજ મિત્રોને આ વાત કરી પણ કોઈ કંઈજ જાણતા નથી.

મિતેષને પણ વાત કરી યાર તું કોઈ મદદ કેમ કરતો નથી મારી? જો કોઈ ફરી આવું કરીયુ મારી સાથે અને મિતેષ કહે છે, મેં બધાજ મારા ગ્રુપમાં આ વાત કરી છે, માટે દરેક

એજ ફોકસમાં છે.

આટલી વાત કરી છુટા પડ્યા બન્ને પણ એ સવાલનો જવાબ મળ્યો નહી.....

હવે ખુશ્બૂ એની બેગ એકલી છૂટી મુક્તિ નથી આ પ્રોબ્લેમ ના હિસાબે અને દોસ્તો હવે કેહતા "કિરણ " તું ડર ફિલ્મની....

અને બધાં હસી પડતા અને ખુશ્બૂ કેહતી અભી પિક્ચર બાકી હેં,ડર ફિલ્મ નો હીરો સન્ની દેવલ નો રોલ એ પણ હુંજ કરીશ જોજે મિતેષ કેહતો જે હોય પણ જયારે પણ તારા હાથમાં આવ્યો એનાં રામ રમી જશે.

મિતેષ એક વાત પૂછે છે, ખુશ્બૂ શું તને કઈ ફીલ થતું નથી આ બધુ જોઈને કોઈ તને આટલો પ્રેમ કરે છે તો......

ખુશ્બૂ કહે ના નથી થતું અને એ બાબતમાં વિચારતીજ નથી, બીજી વાત હજી કેવો છે મેં જોયો નથી તો કેમ જજ કરી શકું હું, હાલ તો કોઈજ એવી વાત નથી.....

ફરી એકવાર લેટર અને રોજ ડે પર કોઈ એક સુંદર ગુલાબ મૂકી ગયુ એક્ટિવા પર અને સાથે એક લેટર જેમાં એજ લખીયુ હતું,"બસ અને તું બીજું શું?"અને કાલ વેલેન્ટાઈન દિવસ છે અને હું તને મારા હાથથી ગુલાબ આપીશ અને મારો પ્રેમ વ્યક્ત કરીશ.

વેલેન્ટાઈન ડે એટલે કોલેજોમાં મેળા જેવું લાગે અને ક્લાસ ખાલી હોય સ્વાભાવિક આ બાબત છે........

ખુશ્બૂ એ આ બધી વાત મિતેષને કરે છે, અને મિતેષ કહે છે કોઈ પ્રોબ્લેમ નહી કાલ હું તારી સાથેજ રહીશ ચિંતા કરતી નહી અને તું એક કામ કરે કાલ મારી સાથે મારા ગ્રુપ માંજ રે જેથી કોઈપણ આવે તારી પાસે તો ખબર પડે અમને કે પછી તું ક્યાંક એકલી ઊભી રહે તો તું એકલી છે તો તારી પાસે એ રોમિયોં આવે.

મિતેષની બીજી વાત માની ખુશ્બૂ એકલી ઊભી રહેવાનું નક્કી કરે છે અને કોલેજના ગાર્ડ માં જઈ ઊભી રહે છે અને સામે મિતેષ અને એનું ગ્રુપ એની સામે ઉભા રહ્યા અલગ,

ત્યાં ખુશ્બૂ જે આગળ લેટર મળ્યો હતો એ ફરી કાઢી વાંચી રહી હોય.. એ શબ્દો..

બસ "હું અને તું બીજું શું?"....

અને ત્યાં વળી મિતેષ આવી ગુલાબ કાઢી ખુશ્બૂ સામે લઇ આવી રહ્યો હોય અને હાથમાં ગુલાબ જોઈ ખુશ્બૂને લાગે છે શું મિતેષ જ છે જે આ પત્ર, ચોકલેટ, ગુલાબ બધુજ મને આપે છે ?

ખુશ્બૂ કઈ સમજી સકતી નથી અને મિતેષ નજીક આવ્યો તરત પૂછે છે શુ મિતેષ તું આ બધુ મને આમ રહસ્યમય બની આપી રહ્યો ? બોલ મિતેષ.. શુ.. આ... બધુ...

મિતેષ હસીને કહે છે, મારે તારા હાથની માર ખાવી નથી તો હું આવું કઈ કરું સમજી.

હું તો આ ગુલાબ તને આપવા આવ્યો છું જે પેલો રહસ્ય મય તારો દીવાનો ખુશ થઇ તારી પાસે કોઈ સંકોચ વગર

આવી એનો પ્રોમિસ પાળી શકે, પછી તારે એનાં જે હાલ કરવા હોય કરજે.

ખુશ્બૂ કહે છે, યાર મિતેષ તે તો મને ડરાવી દીધી, હું તો સમજી તું છે એ દીવાનો મારો.

મિતેષ પણ મજાકમાં એની વાત કરી દે છે.

કઈ આમ, ખુશ્બૂ મેં તને પ્રપોઝ કરીયુ હોય તો તું શું જવાબ આપે ?

ખુશ્બૂ એક અંદાઝથી મિતેષ સામે જોઈ કહે તું બધી રીતે બરાબર છે મારા માટે માટે થોડું વિચારીને તને મારો જવાબ કહું.. અને હસી પડી તું આવું કઈ કરતોજ નથી અને જો બીજા આવા મને રહસ્ય રહી વેલેન્ટાઈન દિવસોની ગિફ્ટ આપી રહીયુ છે..

મિતેષ લાલ ગુલાબ ખુશ્બૂના હાથમાં આપી કહે છે તારો આશિક કોઈપણ રીતે આવશે ખરો જ.

મિતેષ પાછો જતો રહે છે અને ખુશ્બૂ રાહ જોઈ ઘણું ઊભી રહી પણ કોઈ આવીયુ નહી અને મિતેષ પાસે આવી કહે છે, આજ એ આવ્યો નહી એનું પ્રોમિસ પાળીયુ નહી.

પણ હવે બધાં એક સાથે બેઠા હોય બહાર જાણે કોઈ ટ્રેનનાં ડબ્બા જેમ સીધા દરેક એનાં પાર્ટનર કે મિત્ર સાથે બેઠા છે આમાં એક સુંદર ગુલાબ જે ફિલ્મી સ્ટાઇલ દરેકનાં હાથમાં જતું અને કેહતા જતા આગળ આપી દે.. આગળ.. આપીદે... આજ રીતે લાસ્ટમાં ખુશ્બૂ પાસે જઈ એ ગુલાબનો સફર ને એનો મુકામ એટલે કે ખુશ્બૂ સુધી પોહચિ ગયુ ,

જે હાથમાં આવતા ખુશ્બૂ પણ કઈ સમજી શકી નહી કોણે આ આપ્યું મને એક પછી એક દરેક ને પૂછતાં જવાબ આવતો આગળથી આવીયુ મારી પાસે આગળ આપવા કહીંયુ અને આમ મિતેષ અને મેઘા બેઠા હોય ત્યાં આવી ઊભી રહીને ખુશ્બૂ એ પુછીયુ મિતેષ તે આપ્યું મને ? તો મિતેષ પણ એજ જવાબ આપે છે મને કોઈકે આગળ આપવા કહીંયુ માટે મેં મેઘાને આપ્યું..

ખુશ્બૂ કહે છે તે ચહેરો તો જોયો હશેને એનો?

મિતેષ કહે છે હા.. હા.. જોયો છે, ફરી સામે આવશે તો હવે હું ઓળખી જઈશ જરૂર.

અને આમ એક સવાલ બની ગયો આ ગુલાબ કોણે આપ્યું ?

કોલેજ પતી બધાં છુટા પડ્યા ઘેર જવા અને મિતેષ થોડીવાર બેસ્યો એકલો એ શબ્દો બોલે છે........

"હું અને તું.. બીજું શું ?

મિતેષ રહસ્ય રહી ગુલાબ પણ આપી દીધું અને એ ખુશ્બૂ કે કોઈને ખબર પણ પડી નહી..

હા આ બધુજ મિતેષ કરતો હોય છે, બસ સામે નથી આવતો, સારી મિત્ર ખોઈ ના દે એ ડર થી બાકી કોઈ ખરાબ ઇન્ટન્સ ન હતો મિતેષનો..

ખુશ્બૂ એની એકટીવા પાસે જઈ ઊભી રહી ત્યાં ફરી એક લેટર જેમાં એજ શબ્દો

      "બસ હું અને તું બીજું શું?."

પ્રસ્ન તો ઉભોજ રહ્યો એ ગુલાબ કોણે આપ્યું હતું?

ખુશ્બૂને હજી પણ ખબર નથી કોણે ગુલાબ આપ્યું ?


Rate this content
Log in

Similar gujarati story from Romance