Kalpesh Patel

Fantasy Inspirational

4.9  

Kalpesh Patel

Fantasy Inspirational

એ-બી, અ લોસ્ટ બ્રધર

એ-બી, અ લોસ્ટ બ્રધર

6 mins
3.2K


ગ્રહ મંડળના ચંદ્ર ઉપર ઉત્તર ભાગમાં એક આપણાં પૂરા ભારત દેશ જેવડો ટાપુ છે, આ ટાપુ ઘણા વર્ષોથી આજની આપણી આધુનિક દુનિયાની નજરમાં નહતો આવ્યો. પરતું વાત એમ બની કે ચંદ્ર ઉપરના છેલ્લા એક્ષ્પિડેશન વખતે, ભારતે મોકલેલ ચંદ્રયાન-૨ છેલ્લી ક્ષણોમાં, ભુમી મથક સાથેનો સંપર્ક ગુમાવતાં ચંદ્રયાન-૨ બે-કાબૂ બની નિર્ધારિત જગ્યા કરતાં બીજી જગ્યાએ લેન્ડ કરેલું હતું. ભારત અને અમેરિકા સંયુક્ત રીતે આ ગુમ થયેલા યાનની તપસમાં હતા. ચંદ્રયાનનું લઘુ યાન વોએજર હજુ ચંદ્રની ફરતે, આજ્ઞાંકિત દીકરાની મક્ફ ભૂમિ કેન્દ્રના આદેશ માની રહ્યું હતું. છ માહિનામાં તેને ચંદ્રની ઈંચે ઈંચ જગ્યાને મેપીગ કરી દીધા પછી ચંદ્રયાનને, આખરે વોએજરે ચંદ્રના ઉત્તર ભાગમા આવેલા તે મોટા ટાપુ ઉપર લોકેટ કરી, ભૂમિ મથકે તેની તસવીર મોકલી, તસ્વીરો જોઈ ત્યારે ભૂમિ મથકે વિજ્ઞાનિકો ચંદ્રયાન –ર ને પડેલા મોટા ગોબાથી ચિંતિત હતા, યાનને અવાડો મોટો ગોબો ક્યાંથી પડ્યો ?

***

રાત્રિના અંધારમાં પૃથ્વીથી ૩.૮૫લાખ કિલોમીટરના અંતરે આવેલ ચંદ્રની વેરાન ધરતી ઉપર ઉત્તર ભાગમાં આવેલા ટાપુ ઉપર કોઈ ચલપહલ થઈ હતી. અહીં એક બાજુ ચંદ્રયાન-૨ ચંદ્રની ધરતીને સેજ બનાવી આડુ પડીને એક ધૂમ્ર સેર વાતાવરણમાં ફેલાવતું હતું, ઠીક અહીંથી થોડેક દૂર એક મોટુ અંડાકાર વેસલ અટપટી લાઈટોના પ્રકાશ રેલાવતું તેના પાંચ પગવાળા લેંડિંગ પેડ ઉપર લંગરેલું હતું. પવન કે લાઈટ વગરના વેરાન સપાટ પરદેશની શાંતિમાં એક તીણા સિસકારાના અવાજના વચ્ચે તે અંડાકાર વેસલનું પડખુ ખૂલ્યું, અને તેમાં રહેલી એક નાની નિસરણી સરકી પડી અને ચંદ્રની ધારાએ લપકી જડાઈ ગઈ. થોડા સમયના વિરામ બાદ એક લીલા પ્રકાશનો રેલો તે અંડાકાર વેસલની અંદરથી રેલયો. અને તે પ્રકાશના શેરડામાં એક બેફૂટીયા અજીબ પ્રાણીએ નિસરણી ઉતરી, ચંદ્રની ધરતી ઉપર પગ મૂક્યો અને દૂર પડખે પડી લાંબી સોડ પડેલા ચંદ્રયાન-૨ ને જોઈ તે તરફ ધીમે ધીમે પ્રયાણ કર્યું.

હા તે એલિયન હતો, તેનું નામ ‘જાદુ’ હતું .. હકીકત એવી હતી કે જાદુના દેશનું વિમાન કેટલાક વરસો પહેલા અંતરિક્ષમાં ખોવાઈ ગયેલું હતું. અને વરસોનાં પ્રયત્નો પછી, તે ચંદ્ર ઉપર છે તેવું જણાતા, જાગું તેની બે માણસની ટીમ સાથે રેસક્યું માટે, ચંદ્ર ઉપર આવી, નિર્ધારિત જગ્યાએ તેનું યાન લઈ ઉતરે તે પહેલા, આખરી તબબ્કામાં ભારતના ચંદ્રયાન-૨ ટકરાઈ જવાથી બીજી અજાણી, જગ્યાએ તાકીદનું ઉત્તરાણ કરવું પડ્યું. આડા પડેલા, ભારતના યાન પાસે પહોચતા રસ્તામાં જાદુ વિચારતો હતો, આ ચંદ્ર ખાસ્સો મનહૂસ છે, કે તેની સાથે તેના દેશને લહેણું નથી ? એટલું સારું હતું કે આવખતે તે મજબૂત અવકાશ યાન લઈને અહી આવ્યો હતો નહીતો, તેના આજે બાર વાગવાના જ હતા. જાદુએ ... પડખે પડેલા તે ચંદ્રયાન-૨ના ચિબાઈ ગયેલા મથાળાંના ભાગને જોઈ, તને પોતાના દેશના વિજ્ઞાનીઓ ઉપર માન થયું, કે તેનો 'ઝમબોલી ગ્રહ' પણ હવે મજબૂત અવકાશ યાન બનાવતો થયો છે ને કઈ ! ચંદ્રયાન-૨ના ચિબાયેલા મથાળાંના ભાગને વટાવી જાદુ જમણી બાજુ ફરે છે અને તેની નજર ચંદ્રયાન-૨ ઉપર દોરેલા 'ત્રિરંગા' ઉપર પડતાં તેને, તેના દોસ્ત રોહિત મિત્રાની યાદ આવી ગઈ, તે બેચેન બની ગયો, શું રોહિત તો આ યાન લઈને તો નહતો નીકળ્યો ? જાદુ ઉચાટ ભરેલા મનથી, યાન નો દરવાજો ખોલી જુવે છે તો આખું યાન માનવ વિહીન હતું, ત્યારે તેના હૈયે હાશ થાય છે.

પોતાના મિત્ર રોહિતના દેશનું યાન આમ ખોટકાઈ પડેલું જુવે તો, જાદુ બેસી રહે ખરો?. તેણે દોટ મૂકી પોતાના યાનમાંથી ઓજાર લઈ, ચંદ્રયાન-૨ ની ખોરવાઈ ગયેલી સિગ્નલ સિસ્ટમ ચાલુ કરી. અને યાનની બધીજ બેટરીઓને પોતાની શક્તિથી, ચાર્જ કરી .. પોતાના અંડાકાર વેસલમાં પરત આવી સુકાન સાંભળી, યાન ને ઉડાવી ચંદ્રની પૂર્વ બાજુએ પોતાની નિર્ધારિત જગ્યાએ જવા હંકારી ગયો.

અંડાકાર વેસલની નેવિગેશન સિસ્ટમના સ્ક્રીન ઉપર ચંદ્ર નું પૂર્વ બાજુનું લોકેશન XXSSZHWKUT#$!~^. ડિસપ્લે થયું. જાદુએ યાનને હવે ‘ઓટો મોડ’ માંથી મેનુઅલ મોડમાં ચેન્જ કરી યાનનું સુકાન તેના કાબેલ હાથમાં લીધું, અને ખુબજ ચીવટથી યાનને લોકેશન XXSSZHWKUT#$!~^.ઉપર ઉતારી, પોતાના 'ઝમબોલી ગ્રહ' ઉપર ‘ઓલ ઈજ વેલ’ નો ઈમોજી નો એસ-એમ-એસ મોકલ્યો. સેટલિંગ પિરિયડ પછી પાંચ પગવાળા લેંડિંગ પેડ ઉપર લંગરેલા જદુના અંડાકાર વેસલનું એક તીણા સિસકારાના અવાજના વચ્ચે પડખુ ખૂલ્યું, અને તેમાં રહેલી એક નાની નિસરણી સરકી પડી અને ચંદ્રની ધારાએ લપકી જડાઈ ગઈ. થોડા સમયના વિરામ બાદ એક લીલા પ્રકાશનો રેલો તે અંડાકાર વેસલની અંદરથી રેલયો અને તે પ્રકાશના શેરડામાં જાદુ અને તેના બે મદદનીશ અવકાશ યાત્રીઓએ નિસરણીથી ઉતરી, ચંદ્રની ધરતી ઉપર પગ મૂક્યા.અને વેસલના બીજા પડખેથી પાંચ પૈડાંવાળી મોટા તીતીઘોડા જેવી ગાડી બહાર કાઢી અને ત્રણેય તેમાં સવાર થઈ ગયા. જાદુએ આ 'પેંટાપોસ' ગાડીનું સુકાન સાંભળી, હાથમાં રહેલા ઓબ્જેક્ટ લોકેટરની બતાવેલ 'ગ્રાઉંડ ઝીરો' પાસે હંકારી લીધી.

'ગ્રાઉંડ ઝીરો' પાસે જ્યારે જાદુની 'પેંટાપોસ' ગાડી પહોચી ત્યારે, 'ગ્રાઉંડ ઝીરો' ઉપર પથરાયેલો 'ઝમબોલી ગ્રહ'ના યાનનો ભંગાર જોઈ રહયી સહી, 'ઝમબોલી ગ્રહ' ના તડકા દ્વારા બેટરી ચાર્જ થનારા નિવાસીને બચાવવાની આશા ઉપર પાણી ફરતું લાગ્યું. છતાય જાદુને રોહિતે વિદાય વખતે કહેલું યાદ આવી ગયું કે 'ફીર જરૂર મિલેંગે', 'હજાર નિરાશાઓમાં એક જલતી રહેલી આશાની જ્યોત, મહાન છે. અને બધા લક્ષ પૂરા કરાવતી હોય છે. જાદુ ને તેના પૃથ્વીના એકમાત્ર પરમ મિત્ર રોહિતે કીધેલા શબ્દો યાદ આવતા, નિરાશા ખંખેરી, 'ઝમબોલી ગ્રહ'ના તૂટેલા યાનનો ભંગાર ફેંદવાનો ચાલુ કર્યો, અહીં પવન કે પાણી તો હતું નહીં એટ્લે ભંગાર એમ ને એમ, અન ટચ પડેલો હતો કામ આસાન હતું ત્રણેય યાત્રીઓએ બચાવ કામગીરી ચાલુ કરી અને આખરે તે તૂટેલા યાનના બંને અવકાશ યાત્રીઓને શોધી કાઢ્યા ત્યારે જાદુનો ઉત્સાહ ઉભરાતો હતો. બંને યાત્રીઓને પોતાના અંડાકાર વેસલ લઈ જવા મદદનીશોને આદેશ આપી પોતે તૂટેલા યાનનું બ્લેક બોક્સ શોધવા ચારે કોર ફર્યો અને આખરે તૂટેલા યાનનું બ્લેક બોક્સ શોધી કાઢી , તેને લઈ જાદુ જ્યારે પોતાના અંડાકાર વેસલમાં પહોચે છે ત્યારે,તે બંને નિષ્ક્રિય 'ઝમબોલી ગ્રહ'ના નિવાસીઓ યાનના વર્ક ટેબલ ઉપર હતા. જાદુએ, હવે તેના અંડાકાર વેસલને ટેક ઓફના કાઉન્ટ ડાઉન મોડમાં મૂક્યું. અને થોડા સમય પછી હવે અંડાકાર વેસલ સુખરૂપ 'ઝમબોલી ગ્રહ'ના માર્ગે હતું.

વેસલ ઓટો મોડમાં હતું, હવે જાદુ યાનના વર્કિંગ ટેબલ ઉયપર આવ્યો, બંને યાત્રીના ડેટા એસેસ કરવા માટે સિરિયલ નબર ડીકોડ કર્યો અને ફરી તેના મિત્ર રોહિતે વિદાય વખતે બોલેલા શબ્દો ' ફીર જરૂર મિલેંગે', 'હજાર નિરાશાઓમાં એક જલતી રહેલી આશાની જ્યોત, મહાન છે. કાન માં ગુંજી ઉઠ્યા. 'ઝમબોલી ગ્રહ'ના તૂટેલા યાનના ભંગારમાંથી શોધેલા બંને અવકાશ યાત્રીમાં એક યાત્રી તેનો મોટો ભાઈ પી,કે હતો, જે ને જાદુ વરસોથી મળવા તડપતો હતો.

જાદુએ હવે બેવડા ઉત્સાહથી બંને યાત્રીઓની સોલર પેનલ બદલી અને બંનેના હાર્ડ-વેરમાં નવી તડકા બેટરી ફિટ કરી, સૉફ્ટવેર અપ ડેટ કરતાં, બંને યાત્રીઓ, પોતાને, ઝમબોલી ગ્રહ'ના નિવાસીઓ સાથે જોઈ આનંદ વિભોર થઈ ગયા. પરંતુ હજુ, પી,કૅ, જાદુને ઓળખી નહતો શક્યો, કારણ કે જાદુ તેની પૃથ્વીની મૂલકાત પછી 'ઝમબોલી ગ્રહ' પરત આવ્યો હતો ત્યારે, સલામતી માટે તેનુ કંપલિટ રિવેમ્પિંગ કરવામાં આવેલું તેથી જદુના દેખાવમાં મોટો ફરક હતો. આ લોસ્ટ બ્રધર અચાનક મળી આવતા યાનમાં પ્રસરી રહેલ ઉત્સાહ અને મિજબાની દરમ્યાન જેવો જાદુએ પી કે ના ખભે હાથ મૂક્યો .... ત્યારે પી કે,તેના નાના ભાઈ જાદુને ઓળખી ગયો, પી કે, હવે જાદુને, નજર સામે પોતાના તારણહારના રૂપમાં ઉભેલો જોઈ તેને પગે પડ્યા વગર રહી ન શકયો. અને જાદુ તેના આ લોસ્ટ બ્રધર મોટાભાઈના ‘આ બિગ હગ' વહાલને માણવામાં વ્યસ્ત હતો ત્યારે......... 

------ઈસરોના શ્રી હરિકોટા સ્પેસ સેંટરમાં ભેગા થયેલા વિજ્ઞાનીઓ, વોએજરે મોકલેલી તસવીરનું પૃથ્થકરણ કરે અને કોઈ નિષ્કર્ષ ઉપર આવે ત્યાં સેન્ટરના વિરાટ સ્ક્રીન ઉપર ચંદ્રયાન -૨ તરફથી રેલાતા સિગ્નલોનો એક ધારો મારો જીલાતો જોઈ સૌ ઉત્સાહમાં આવી તેના સંચાલનમાં લાગી ગયા.......અને કંટ્રોલરૂમ ની દીવાલ ઉપર આજનો સુવિચાર 'હજાર નિરાશાઓમાં એક જલતી રહેલી આશાની જ્યોત, મહાન છે. અને બધા લક્ષ પૂરા કરાવતી હોય છે.' ઝબકી રહયો હતો.

અને પ્રાઈમ મિનિસ્ટરની ઓફિસથે મેસેજ હતો...

Even with all the chaos around life that has presented us with, there is still so much to be thankful for. In many ways, our life has given us the gift of perspective, growth, and acknowledgement of all the things we once took for granted. In the spirit of Thanksgiving one should to take a moment of gratitude and think of all the things we are thankful for; we have so many things to be thankful for on this bountiful life and universe.

પૂરક માહિતી:- 'ઝમબોલી ગ્રહ' નું નામ કાલ્પનિક છે, જ્યારે આપણે છ પગાને ઑક્ટોપસ કહીયે છીએ, તેમ પાંચ પૈડાંવાળી ગાડીને માટે 'પેંટાપોસ' ઈંડિકેટીવ નામ વાપરેલ છે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy