Mrugtrushna Tarang

Horror Thriller

3  

Mrugtrushna Tarang

Horror Thriller

એ ભયાનક રાત

એ ભયાનક રાત

2 mins
210


    ૨૦૨૦નાં અંત સુધીમાં આ યુગનો પણ અંત આવી ગયો ત્રીજા વિશ્વયુદ્ધ દરમ્યાન.

     ૨૦૨૦ની ડિસેમ્બર ૩૧, આખરી રાતનો ઓછાયો એનું સૌંદર્ય નિતારે અને તમસ આખાય વિશ્વને પોતાનાં કબ્જામાં લઈ લે એ પહેલાં એક વિચિત્ર પ્રકારનું પ્રાણી કે જેનાં વાઘ જેવા તીક્ષ્ણ દાંત અને સિંહ જેવા લાંબા પોઇન્ટેડ નખ મને ફાડી ખાવા તમારી નિકટ આવી રહ્યાં હતાં...

     આવું બિહામણું દૃશ્ય જોઈ નેત્રો ફાટી ગયાં... નજર તરડાઈ ગઈ... કપાળ પરની વિખરાયેલી રેખાઓ મેદાન છોડીને ભાગી ગઈ. હોંઠ પણ વાંકાઈ ગયાં.. આંખ નીચેનાં કાળા કુંડાળાઓ ઘેરા વધુ કાળાશ પાથરી બિહામણા થવા લાગ્યાં.

     અને ત્યાં ડિજિટલ મોબાઈલની લાઈટ ઝબુકી.... 'ડરના મના હૈ..' વાળો મેસેજ ટૉન વાગ્યો. પૂરો થાય એ પહેલાં જ આંગળીએ ટચ સ્ક્રીન પર આડી અવળી ફેરવી સ્ક્રીન લોક ખોલી ઝીણી આંખે મેસેજ વાંચવા માંડ્યો...

     "આ યુનિવર્સનાં આખરી એલિયન તરીકે જીવંત રહેવું ખાસ બીભત્સ નથી, પણ, ભૂખ્યાં વરુ જેવા પાડોશીઓથી બચીને રહેવું એજ તમારી સર્વોત્તમ જીત બની રહેશે. તમારે ફક્ત એવી તીવ્ર ઈચ્છા રાખવી જ યોગ્ય તથા તમારી સુરક્ષા કાયમ કરે એવી બની રહે કે, તમારી આસપાસનાં અધકચરો જીવ રાખી મરવાની અંતિમ ક્ષણો ગણી રહેલાં તમને મારીને નવા બ્રહ્માંડના એકમાત્ર દર્શક બનવાનું શ્રેય તેઓ હસ્તક ન કરી લે...

     અને તમે પોતે એકમેવ અંતિમ દર્શક બની નવા વિશ્વનું સ્વાગત કરનાર બનો !"

     હા... હા... હા...

     એક અટ્ટહાસ્ય ચોમેર ફરી વળ્યું..

     અને,

     તમારી બાજુનો લોખંડી દરવાજો જોરજોરથી ઠોકાયો. એ 'ઠક ઠક, ઠક ઠક'નો અવાજ વધુને વધુ કર્કશ બનતો ગયો. તેમ તેમ દરવાજાની ભીતરથી વિચિત્ર પ્રકારનાં આવજો એકસામટા ચહુ દિશાથી આવવા લાગ્યાં ..

     અને, યકાયક, મધુર સ્વર એકદમ તમારી લગોલગ આવીને ગણગણી રહ્યો - "મૃગાક્ષિ જેવાં ચંચળ, ચપળ તેમજ સમુદ્રની ઊંડાઈ માપતા એ સુંદર સજળ નેત્રો ન ખોલીશ સખે...

     ક્યાંક હું ડૂબી ન જાઉં બાહોશ તરવૈયો હોવા બાદ પણ...!!!    

  રેડિયો પર ચાલતો હેલોવીન કાર્યક્રમ રાતની ભયાનકતા ઓછી કરવાને બદલે અકારણ વધારી રહ્યો હતો અને ત્યાં દરવાજે પડી દસ્તક -

    'ઠક ઠક, ઠક યહક, ઠાક ઠુક, ઠુક ઠાક....'


Rate this content
Log in

Similar gujarati story from Horror