દૂર થશે : ગરીબી કે ગરીબ ?
દૂર થશે : ગરીબી કે ગરીબ ?
શહેરમાં આજે રાજ્યના મુખ્યમંત્રી આવવાના હતાં. બધા જ રોડ રસ્તાઓ સાફ કરીને લાઈટો વડે શણગારેલા અને રોડની આજુબાજુ આવતી લગભગ બિલ્ડિંગને પણ કલર કામ કરાવીને નવા જેવી જ બનાવી દીધેલી.
આગળ રસ્તામાં આવતાં મેદાનની બંને બાજુ રંગબેરંગી પડદાઓ લગાવીને મેદાન ઢાંકી રોડને સરસ બનાવી દીધેલો.
મુખ્યમંત્રીની રેલી પસાર થઈ અને રેલીમાં નારા લગાવતા લોકો એક સૂત્ર જોર-શોરથી બોલતા હતા. "આવતી વખતની અમારી સરકાર, કરશે દૂર ગરીબી અને લાવશે સુખ અપરંપાર"
મેદાનમાં લગાવેલા પડદા વચ્ચેની થોડી જગ્યામાંથી એક મેલાઘેલા કપડાં અને હાથમાં રોટલીના કટકા સાથે રહેલું બાળક બહાર બધુ જોવા મથી રહ્યું હતું.
