Hardik Parmar

Drama Tragedy

3  

Hardik Parmar

Drama Tragedy

પૈસા..પૈસા

પૈસા..પૈસા

1 min
133


"બસ હવે જયારે હોય ત્યારે પૈસા-પૈસા..! તારા બાપને પૈસાનું ઝાડ નથી કે નથી ઘરે પૈસાનો વરસાદ થતો એટલે હવે પૈસા ઓછા વાપરવાનાં કરી દે અને હવે તને ઘરેથી જે આપવામાં આવે તે અઠવાડિયું ચલાવવાનું." પાંચસો રૂપિયાની નોટ રાહુલના હાથમાં મૂકતા ગીરીશભાઈ ગુસ્સામાં બોલ્યા.

પૈસાનો ઘા કરતાં રાહુલ બોલ્યો, "નથી જોઈતાં તમારા પૈસા હું જાઉં છું." આટલું બોલી ગુસ્સામાં ઘરની બહાર ચાલ્યો ગયો.

"શું કરવું આ છોકરાનું..! એકનો એક છે એટલે આપણે તેની દરેક ઈચ્છા પૂરી કરીએ છીએ, તેનો મતલબ એવો તો નથી કે બેફામ બની જાય પૈસાની કદર જ ના કરે..! મેં શું ખોટું કહ્યું ?" ગીરીશભાઈએ તેની પત્નીને પૂછ્યું.

કોઈ કશું બોલ્યું નહીં. રાત પડવા આવી છતાં રાહુલ ઘરે ન આવ્યો, ઘરના બધા જ લોકો ચિંતામાં હતાં; ફોન પણ બંધ આવતો હતો.

બીજા દિવસે ટીવીમાં સમાચાર આવ્યાં કે ડ્રગ્સ હેરફેરમાં શહેરના ઘણાબધા નાની ઉંમરના છોકરાઓ પકડાયા છે. દરેકના નામ વાંચ્યા અને તેમાં રાહુલનું નામ વાંચતા જ ગીરીશભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા.

પોતાની મોટી વગના લીધે રાહુલ છૂટી પણ ગયો. ઘરે આવ્યો બધાએ શાંતિથી સમજાવ્યો, જમી પરવારી રાત્રે સૂતા અને સવારે જયારે રાહુલને ઊઠાડવા તેના મમ્મી રૂમમાં ગયા કે તેમના મોઢામાંથી ચીસ નીકળી ગઈ અને આંખો ખુલ્લીને ખુલ્લી રહી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Drama