Hardik Parmar

Romance Tragedy Fantasy

4  

Hardik Parmar

Romance Tragedy Fantasy

રાધાહરિ

રાધાહરિ

3 mins
297


"બહાર આવ ને રાધા..! જોને કેટલો મસ્ત વરસાદ આવે છે, ભલે મળી ના શકીએ પણ દૂરથી જોઈ તો શકાય ને ? આવ ને બહાર..." હરિએ પોતાની પ્રેમિકા રાધાને કહ્યું.

"ના હો ! મને વરસાદ બિલકુલ પસંદ નહીં. થોડીવાર પણ પલળું તો શરદી અને ઈન્ફેક્શન થઈ જાય છે." રાધાએ જવાબ આપ્યો.

"હા તું બહુ કુમળી રહીને, વરસાદ જાણે તને વાગી જવાનો હોય. સાવ ઢીલી છો તું... મને આવી ઢીલી રાધા નહીં પસંદ." હરિએ કટાક્ષ કરતાં કહ્યું.

  હરિ ગામડામાં ઉછરીને મોટો થયેલો એટલે પ્રકૃતિ સાથે થોડો વધારે લગાવ તેને વરસાદી વાતાવરણ બહુ પસંદ, વરસાદ આવે એટલે બહાર નીકળી જ પડે; પોતાના આગળના ભણતર માટે તે શહેરમાં રૂમ રાખીને રહેતો અને રાધા તેની બાજુના મકાનમાં જ રહેતી.

 હવે સામેની બાજુ રાધાનું કામ એટલું જ વિરોધી, શહેરમાં રહેલી, સાથે સાથે પૈસેટકે પણ સુખી ઘરની છોકરી આ બધું તેને પસંદ નહોતું પણ સંજોગો કદાચ કંઈક અલગ વિચારતા હશે. એક ઉત્તર તો એક દક્ષિણ એવા બંનેના વિચારો છતાં એકબીજાને ખૂબ જ પ્રેમ કરે.

ધીરે ધીરે બંને વચ્ચે પ્રેમ ગાઢ થતો ગયો પણ કહેવાય છેને પ્રેમને સો વિઘ્નો પાર કરવા પડે. ધીરે ધીરે સમાજ અને પૈસાની દીવાલો પણ બાધા બનવા લાગી. છતાં બંનેના પ્રેમમાં કશો ફર્ક પડ્યો નહીં.

આગળના ભણતર માટે બીજા શહેરમાં હરિને જવાનું થયું. રાધા અને હરિ માટે આ નિર્ણય બહુ જ અઘરો હતો છતાં સારા ભવિષ્ય માટે કરવું જરૂરી હતું. ભલે રોજ જોઈ ના શકાય પણ મનમાં યાદો એટલી હતી કે એટલામાં જીવન પણ પસાર થઈ જાય.

ભણતર પૂરું થયા બાદ હરિ હવે સારી રીતે સેટ થઈ ગયો હતો એટલે તેને આશા બંધાઈ કે હવે મારા અને રાધાના મિલનમાં અડચણ નહીં આવે અને ટૂંક જ સમયમાં આ વિયોગના દિવસો પૂરા અને ખુશીના દિવસો શરુ થશે.

 રાધા પણ ખુશ હતી કે હવે હરિ તેને મળી જશે. ઘરના લોકોને બધી વાત કરી હરિ વિષે પણ રૂઢિવાદી લોકો આ કેમ સ્વીકારે અંતે જ્ઞાતિની દીવાલ બંને વચ્ચે ઊભી થઈ ગઈ.

આટલા બધા અંતરાયો અને વિયોગ સહન કર્યા પછી પણ પરિણામમાં હજુ કશું જ મળ્યું નહોતું છતાં બંનેએ ઈશ્વર અને પોતાના પ્રેમ પર ભરોસો રાખ્યો.

સમય વીતતો ગયો બંને વચ્ચેના પ્રેમના છ વર્ષ પૂરા થવા આવ્યા અને આજે અચાનક રાધાના પપ્પાનો ફોન હરિ પર આવ્યો, " બહુ સમજાવી, ધમકાવી અને મનાવી પણ એકમાંથી બે ના થઈ. કેટલા સારા સારા છોકરા તેને બતાવ્યા પણ બસ હરિ..હરિ.. ની રટ લઈને બેઠી છે બસ હવે હું મારી દીકરીને દુઃખી ન કરી શકું. મારી રાજીખુશીથી મારી દીકરી રાધા તને સોંપું છું, ધ્યાન રાખજે અને તેનો વિશ્વાસ જે તારા પર છે તે કાયમ રાખજે." હરિનું કંઈપણ સાંભળ્યા વગર રાધાના પપ્પા બોલી ગયા.

રાધાના પપ્પાના મોઢે આ વાત સાંભળી હરિને તો થોડીવાર પોતાના પર વિશ્વાસ ન આવ્યો કે તે જાગે છે કે સ્વપ્ન જુએ છે, પણ પોતાના જાગ્રત હોવાનો એહસાસ ફરી તેના કાનમાં પડતા અવાજે કરાવ્યો. ગળગળા અવાજે માત્ર એટલું જ બોલાયું, "હા પપ્પા...!" 

ફરી આજે બહાર કાળાડિબાંગ વાદળો વરસી પડ્યાં અને વરસાદ જોઈ રાધા રૂમમાં આવી અને હરિનો હાથ પકડી બહાર લઈ આવી. બંને આજે વરસાદની મજા માણતા એકમેકમાં ભળી કાયમ માટેના સાથી બની ચુક્યા હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Romance