Hardik Parmar

Drama Tragedy Inspirational

4  

Hardik Parmar

Drama Tragedy Inspirational

સમયચક્ર

સમયચક્ર

2 mins
214


હેરી પોટરની વાર્તાઓનો બહુ મોટો ફેન દિપક હંમેશા જાદુગર બનવા માંગતો હતો. નવા નવા પ્રયોગો, અખતરાઓ કરી તે સમયચક્રને ફેરવવા માંગતો હતો. ઘણીબધી નિષ્ફ્ળતા બાદ આખરે તેને જાદુઈ લાકડી બનાવવામાં સફળતા મળી કે જેના વડે તે વીતી ગયેલાં સમયનાં આયમમાં જઈ શકવા સક્ષમ હતો. હવે તેણે એ જાદુઈ લાકડીનો પ્રથમ પ્રયોગ અમલમાં મૂકવા વિચાર્યુ.

પ્રયોગ સમયે કોઈપણ અનહોની થાય તો ઉકેલી શકાય એ માટે એણે પોતાના ફ્રેન્ડને બોલાવી બધી વાત જણાવી ટાઈમ ટ્રાવેલ કરવા સંમત કર્યો. આમતો, એનો મિત્ર આ વાત માનતો નહોતો પણ આજે દિપક નો પ્રયોગ લગભગ સફળ જેવો લાગતાં એ તો આશ્ચર્ય સાથે ખુશ પણ થઈ ગયો. બંને કંઈક મંત્ર બોલી પેલી જાદુઈ લાકડીને ગોળ ગોળ ઘુમાવી અને એ જ સેકન્ડ તેઓ તેના બાળપણના સમયમાં પહોંચી જાય છે.

આખો દિવસ ત્યાં ફર્યા પછી પરત જવા માટે દિપક ફરી લાકડી ફેરવી મંત્ર બોલે છે પણ કશો ફર્ક પડતો નથી તે ત્યાં ને ત્યાં જ હોય છે. દિપક ફરી પ્રયત્ન કરે છે; બીજા પ્રયત્ને પણ નિષ્ફ્ળ, આમ વારંવાર પ્રયત્ન કરવા છતાં નિષ્ફળ થાય છે.

દિપક વિચારમાં પડી ગયો કે આ શક્ય નથી મારી ભૂલ ન હોઈ શકે..! તે સાથે લીધેલી બુકમાં, કે જેમાંથી જોઈને જાદુઈ લાકડી બનાવી હતી, એ ખોલે છે તો તેમાં પાનાં નંબર 75 પછી સીધા 78 હતાં. અચાનક તેને યાદ આવે છે કે તે દિવસે એનાં મિત્ર સાથે બોલાચાલીમાં જ એ પાનાઓ ફાટીને ઊડી ગયાં હતાં. 

તે બૂકમાંથી માથું ઊંચું કરી જોવે છે તો મિત્ર ગાયબ હતો. દિપક પરસેવો લૂંછતો ત્યાં જ ફસડાઈ પડ્યો !


Rate this content
Log in

Similar gujarati story from Drama