Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Kantilal Hemani

Drama

3  

Kantilal Hemani

Drama

દોસ્તનો ખભો

દોસ્તનો ખભો

2 mins
11.8K


અરદીન અને ફરદીનની દોસ્તી એવી કે ઇતિહાસની પ્રસિદ્ધ દોસ્ત જોડીઓથી આ જોડી ક્યાંક ક્યાંક તો આગળ નીકળી જાય.

બંને કાંઠા વિસ્તારના ગામડા માં જન્મ્યા અને સાથે અભ્યાસ કર્યો. ભણ્યા એમ કહી એ તો ચાલે. કેમકે અભ્યાસ એમને ગણ્યા કરતાં થોડો કમ જાગતો હતો. એટલે ભણ્યા અને ગણ્યા સાથે એમ કહી શકાય.

  મારી વાતમાં કાંઠો આવે એટલે તમારે સમજી જવાનું કે હું વાવ-થરાદ ની વાત કરી રહ્યો છું. આ અરદીન અને ફરદીન ને કાંઠો બહુ વાલો. આસપાસ ના ગામડામાં જ્યાં જાય ત્યાં આ બે મૂર્તિઓ સાથે ને સાથે જ હોય. શુભ પ્રસંગ હોય કે માઠો.

એમનાં સાચાં નામ તો ફક્ત એમના પ્રોપર ગામ વાળાઓને જ ખબર હતા, બાકી આ બંને નામ તો અન્ય લોકો એ આપેલી શિર ના છોગા જેવી ઉપાધિ હતી. ઉપાધિ ને અહીં ઉપાધિ ન સમજતા..!

 એક વાર આ જુગલ જોડી ડીસા જવા નીકળી. વહેલી સવારે ગામમાં એસટી આવે. જો સમયસર તૈયાર ન થાઓ તો જીપ ડાલા માં થરાદ જાવું પડે. આમતો ડાલું એને કહેવાય કે જે વાંસનો મોટો ટોપલો.

 આ ડાલામાં એક પીતલનું પાણીનું ભરેલું દેગડું, બે બળદ બે ટાઈમ ખાઈ શકે એટલી ગોવાતરી. બાધા ત્રણ રોટલા, છાશ ,ધી,દહીં, બાજરીના રોટલાનું ઘી માં મસળીને તૈયાર કરેલું ચૂરમું આટલું એક સ્ત્રી માથા ઉપર ઉપાડીને બે માઈલ દૂર ખેતરે એકલી ચાલી જાતી.

ત્રીસ વર્ષ પહેલાં ના ડાલા અને આજના ડાલા માં આટલો ફર્ક છે.

 આજના જીપ ડાલામાં માણસો બેસી શકે, ઉભા રહી શકે, લટકી શકે..

  સંખ્યા નું કોઈ માપ નહિ, જેવો પ્રસંગ અને જેવા લોકો એ પ્રમાણે બેસી શકે.

 અરદીન અને ફરદીન એ જમાનામાં જમ્યા હતા કે એમને ખેતર ના ડાલા અને મુસાફરી ના ડાલા નો અનુભવ કર્યો હતો.

 આજના દિવસે એમણે લાંબી કહી શકાય એવી મુસાફરી આરંભી હતી. થરાદ સુધી બસમાં આવી ગયા હતા અને ડીસા પહોંચવાનું હતું.

એમનું ઘર લુણી નદીની નજીક હતું અને આજે એ બંને બનાસ નદીને પાર કરવાના હતા. હાલ તો લુણી પણ સૂકી અને બનાસ ના નસીબ આડો દાંતીવાડા ડેમ બંધાઈ ગયો એટલે એ પણ સૂકી. 

રાજસ્થાન ના ઉપર વાસ માં ક્યારેક મન મુકીને મેહુલો વરસી પડે તો લુણીમાં પાણી આવતું. જે વર્ષે લુણી બંને કાંઠે વહે તો લોકો એને 'રેલ' આવી એમ કહેતા અને એ પછીની મોસમમાં અરદીન અને ફરદીન એ કાળી જમીનમાં એમના પરિવાર સાથે ઘઉં પાવા જતા.

આવાં અનેક સ્મરણો લઇને અરદીન અને ફરદીન " કાંપની બજાર" પહોંચ્યા.

કાંપની બજાર એટલે ડીસાની બજાર. પહેલાં અંગ્રેજો એ અહીં લશ્કરી કેમ્પ નાખેલો. લોકોએ કેમ્પ શબ્દ ને એવો ઘસી ને બનાવ્યો કાંપ બની ગયો.

આવી મધુર દોસ્તી વાળા અરદીન અને ફરદીન ટચ સ્ક્રીન ફોન લઈને સાંજે પાછા ઘેર આવી ગયા.

 ફોન આવ્યા પછી એમનું મળવાનું ઘણું ઓછું થઈ ગયું. ક્યારેક વાત તો ક્યારેક રૂબરૂ થવા વિડીયો કોલ કરી દે.

હજી પણ ટચ સ્ક્રીન વાળા ફોન ન આવ્યા હોત તો અરદીન અને ફરદીન એક બીજાના ખભા ઉપર હાથ મૂકીને ફરતા જ હોત.


Rate this content
Log in

More gujarati story from Kantilal Hemani

Similar gujarati story from Drama