STORYMIRROR

THAKOR KALAJI

Action

3  

THAKOR KALAJI

Action

દંડ

દંડ

1 min
192

એ સાંભળો છો કે થોડુ હટાણુ કરી આવો તો ?

હવે બે ટંક ચાલે એટલુ જ મરચુ, ગોળ, તેલ, હળદર, ચોખા ને મગની દાળ .. માપે માપે લેજો પાછળનો વિચાર કરજો.. હમણાં મજૂરી એ કયાં કોણ લઈ જાય છે. નિસાસો નાખીને નબુએ પોતાના પતિ નવઘણ કહ્યું. નવઘણ પણ નામ તેવાં ગુણ સાવ ગરીબ અભણ બીજાની મજૂરી કરીને નબુ અને ત્રણ બાળકોનું  ગુજરાન ચલાવતો..  પાંચનો પરિવાર.. હમણાંથી કોરાના નામની બલાએ ગરીબોનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલીઓથી કમ નહોતું.

તેમાંય માેઢે શિંકલા ( માસ્ક ) પહેરવાનું ફરજિયાત

થતાં ગરીબોને મુઝવી ને મારી નાખે.. પણ જો ના પહેરો તો ગામમાં પોલિસવાળા આવે તો મારી મારીને રાંક બનાવી દીધેલા.. પણ ના છૂટકે પહેરવો પડે.

સારુ લો હવે જાવ જટ વળતા વળજો.. હો..

 નવઘણને આદેશ મળતાં જ ઝડપથી હટાણુ 

કરવા નીકળી પડયો... પાછળથી તેના છોકરા પુનિયાએ બૂમ પાડી બાપા ઓ બાપા 

માસ્ક પહેરતા જાવ.

નહિતર દંડ ભરવો પડશે.. દંડ ભરવો પડશે તે શબ્દો કાને પડતાં પગ થંભી ગયા..! અને માસ્ક લઈ શહેર જતાં  સાધન છકડીમાં ગોઠવાઈ ગયો શહેરમાં પહોંચીને હજુ છકડીમાંથી ઉતરીને ભાડુ આપવાં જાય છે ત્યાં જ

પોલીસ વાળાની નજર પડતાં નવઘણ ને વગર 

માસ્ક પકડયો.. ઓ કાકા તમારી પાસે માસ્ક કેમ નથી

? નવઘણ બોલ્યો સાહેબ માસ્ક તો આ રહ્યો ને !

તો પહેરો કેમ નહિ ? એ સાહેબ ઉતાવળમાં પહેરવાનું ભૂલી ગયો..  એ કંઈ ના ચાલે લાવો હજાર રુપિયા દંડ..

પણ સાહેબ આટલા બધા પૈસા કયાંથી

લાવું ? એ હું કંઈ ના જાણુ લાવો હજાર રુપિયા નહિતર ચાલો પોલિસ સ્ટેશન ..પણ સાહેબ હું તો હજાર રુપિયા લઇને ઘર માટે હટાણુ

કરવા આવ્યો છું.. સાહેબ મને જવા દો મારાં નાના છોકરાને શું ખવડાવું ? ભૂખે મરી જાશે સાહેબ જવા દો.. એક ગુનો સરકાર પણ માફ કરે છે. મારાં ગરીબના બાળકો સામે તો જુઓ .. એક વાર જવા દો

સાહેબ ..હું તમને પગે પડુ.. એ કાકા બહુ નાટક ના

કર.. ખબર નથી સરકારનો કાયદો છે..? જેણે

માસ્ક ના પહેરેલો હોય તેની પાસેથી દંડ લેવાનો છે ઉપરથી ઓર્ડર છે.. દંડ આપે છે કે સાહેબને ફોન કરુ..? છકડી ના ડ્રાઇવરે વચમાં પડીને નવઘણને કહ્યું આપી દો ને હજાર રુપિયા ખોટી વાતને વધારશો નહિ.. આ તો પોલિસવાળા કહેવાય. જેલમાં લઈ જાહે તો જામીન કોણ થાહે

! પણ ભૈ હજાર રુપિયા દંડ આપીશ તો વળતાનું ભાડુય મારી પાસે નથી. ભાડાની ચિંતા છોડોને મને ભાડુ ના 

આપતા બસ. આપી દો સાહેબ ને .. પોતાની મહેનત મજૂરી ના કપરા કાળમાં સાચવેલી મૂડી હજાર રુપિયા પોલિસને હાથમાં સોંપતા આંખમાંથી

શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે. મારાં છોકરાને હું શું ખવડાવીશ..?હું કયાં મજૂરી જઈશ

એ સાહેબ કંઇક દયા કરો. સાહેબ ..સાહેબ તમારે તો પગાર આવે છે..એટલે ગરીબ માવતરની વેદના તમે શુ જાણો.

 અને સંવેદનવિહિન સાહેબ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો તેવી ખુશીમાં પાવતી બનાવી ને નવઘણ ને હાથ માં પકડાવીને સલાહ આપતાં કહ્યું કે હવે આવી ભૂલ કયારેય ના કરતાં ને 

ચાલતી પકડી...

બીજુ બાજુ નવઘણ ત્યાં લમણે હાથ મુકીને ચોધાર આંસુએ રડી પડયો..

 લાચાર અભણ ગરીબ માણસ બીજુ શુ કરે..

થોડી વાર ગામડાંની છકડી ના પેસેન્જરો થઈ જતાં છકડી ચાલુ કરી પણ છકડીમાં બેસવા માટે પગ નથી ઉપડતાં.

કારણ ઘેર રાહ જોઇને બેઠેલાં પત્ની અને બાળકો..શુ જવાબ આપીશ..શુ ખવડાવીશ... એ

ચિંતા માં ચિતા સમાન બની ગયેલ નવઘણ ને પરાણે છકડી ના ડાઈવરે બેસાડયો...ગામ આવ્યુ...સામેથી 

પોતાના બાળકો દોડી ને સામે આવ્યાં..બાપા આવ્યા

બાપા આવ્યા...ખાવાનુ લાવ્યા ખાવાનુ લાવ્યા..

ઘેર પહોચતાં બાળકો ની ધીરજ ખૂટી આજુબાજુ

નજર કરી પણ કયાંય હટાણુ દેખાણુ નહિ. બાળકોએ તેમની બા ને ( નબુ) વાત કરી.. નબુ એ નવઘણ ને હટાણાનું પૂછ્યું.. કેમ ના લાવ્યા... નવઘણ શો જવાબ

 આપે.??.. નવઘણ રડમસ અવાજે બોલ્યો

માસ્ક ના પહેરવાનો દંડ ભરયો ..હે શું ..શાનો દંડ ?

માસ્ક ના પહેરવાનો આખા હજાર રુપિયા દંડ ના હોય તમે શુ ગાંડા થઈ ગયા છો કે શુ..?

 કોણે કીધુ આવુ.. સરકારનો કાયદો છે.. કોરાનો આવ્યો તેમાં સરકારે કાયદો બનાવ્યો છે. જે માસ્ક ના પહેરે તેનો હજાર રુપિયા દંડ...પણ જેમની પાસે બે ટંકનું ખાવાનુ નથી.. તેના માટે સરકારને દંડ કોણ કરશે...?


Rate this content
Log in

Similar gujarati story from Action