માણસાઈ વેચાઈ ગઈ
માણસાઈ વેચાઈ ગઈ
આજે પોપટભાઈ પોતાના ઘેર એકલા જ છે. આજે સાઈઠની ઉમરે પહોંચેલો વ્યકિત ચિંતાથી ઉદ્વેગ મન પોતાનું ખિન્ન થયેલું ચેહરા સ્પષ્ટ વર્તાઈ આવે છે. પત્ની પરમાબેનથી સહજ પુછાઇ ગયું. "કેમ આજે આટલાં ઉદાસ દેખાવ છો ?"
"કંઈ નહિ.એમજ."
"ના ના બહુ ચિંતામાં હોવ તેવું તમારું મોઢું સાવ પડી ગયેલ હોય તેવું દેખી આવે છે."
પોપટભાઈને ગળે ડૂમો ભરાઈ આવ્યો, અને બોલ્યા, "શું થશે આ સંસારનું ? આપણે આપણી ગૃહસ્થની શરૂઆત કરી હતી ત્યારે આપણે માનવ મૂલ્યને સાચવીને નીતિ ધર્મ દયા સંવેદના જેવા ગુણોને આપણા જીવનમાં સાચવી રાખ્યા હતા. પરંતુ આપણે શું મેળવ્યું ? માત્ર બે ટંક નું જમવાનું. નાનું ઘર બાળકોને સરકારી શાળાનુ શિક્ષણ અને બચતમાં મીડું ! બીજી બાજુ નાથાને કોઈ આજુબાજુ કે સમાજમાં ઓળખતું નહોતું. પરંતુ આજે નાથાલાલ નાથાલાલ છે. કારણ કે નાથા પાસે આજે પૈસા છે. આજુબાજુવાળા કે સમાજ જાણે છે કે નાથો પૈસાવાળો કેવી રીતે બની ગયો. પણ મગનું નામ પાડતા નથી. લોકોના પૈસા લઈને આપવાના નહિ. ગરીબોના નામે પૈસા ઉઘરાવીને લઇ લેવા. કોઈકની ખુશામત કે આઘાપાશી કરવાની કળા નાથા પાસે થી શીખવા જેવી ખરી. તેનાથી વિપરીત આપણે જરૂર પૂરતું બોલવું. કોઈને પણ ને મોઢે રોકડું સંભળાવી દેવું. નીતિનું રળવું વર્તનમાં કોઈ જ હલકાઇ નહિ. છતાં આપણે બે પાંદડે ના થઈ શક્યા. કાયમ આપણી પાસે રાડની રાડ રહી.
પણ પરમા સાંભળી લે. મે સાઈઠ વર્ષમાં ઘણું જોયુ. લોકોને ના કરવા ના ધંધા કરતા જોયા. કેવળ ને કેવળ પૈસા માટે જ ને. ગમે તે કરો પણ પૈસા રળી લો. આજ અભિગમ અત્યારે ચાલે છે. લોકો લખલૂંટ પૈસા કમાય છે. કુટુંબ કે પરિવાર કે સમાજનું જે થવું હોય તે થાય. પણ આપણે રૂપિયાવાળુ થઈને રહેવું છે. તો હું પણ વિચારું છું કે હું મારી માણસાઈ નીતિ ધર્મ છોડી ને "માણસાઈ" વેચવા કાઢવી છે. બસ મારે પણ પૈસાવાળું બનવું છે. આપણી આસપાસ માણસની માણસાઈ કરતાં રૂપિયાવાળાને મહત્વ અપાઈ રહ્યુ છે. મેં પણ જોયું કે રૂપિયાવાળા બને છે તેમની પાસે ઓટોમેટિક આબરૂ નીતિ પદ પ્રતિષ્ઠા બધાજ માનવીય મૂલ્યો આવી જાય છે. પૈસા છે તો બધુજ છે. એટલે મારે માણસાઈ વેચીને પૈસાવાળા થવું. બસ પૈસા હશે તો બધુજ હામ દામ અને ઠામ આવી જાય. બસ મારે માત્ર મારું જ વિચારવાનું છે. આસપાસ કુટુંબ પરિવાર કે સમાજ ની ચિંતા નથી કરવાની. લોકો જે વિચારવું હોય તે વિચારે. બસ નક્કી કર્યું છે, માણસાઈ વેચી દેવી જોઇએ."
