THAKOR KALAJI

Inspirational

3.9  

THAKOR KALAJI

Inspirational

બાયો

બાયો

3 mins
236


શિયાળામાં પોષ મહિનામાં ઠંડીપણ જબરજસ્ત પડી રહી હતી કનુના તાજેતરમાં લગન થયેલાં હતા.કનુ આમ તો ખાસ ભણ્યો ન હોતો.માત્ર બાર ધોરણ પાસ કરીને બાપ દાદાના ખેતીના વ્યવસાયમાંમાં લાગી ગયો હતો. પણ ખેતી કરતાં કરતાં પણ નવલકથા નવલિકાઓ વાંચવાનો શોખ ગયો નહિ.બાપુજી સતત ટોકે રાખે 'ભણવાનુ હતુ ત્યારે તો કંઈ વાંચીને ઉધા વળી ન જતો હવે કામ ટાણે મોટા થોથા (નવલકથાઓ) વાંચવાનો અભરખો જાગયો છે.'

પણ કનુ બાપુજી વાત આ કાને સાંભળી બીજા કાને કાઢીનાખતો. ખેતીની સિઝન હોય તો રાત્રે વાંચવાનુ ચાલુ રાખેલુ. આ બાજુ કનુની પત્ની (કાન્તા) પણ સાત આઠ ધોરણ ભણેલી મળેલી. પણ આ બધુ વાંચવામાં તે એકદમ ગામડીયન આ બધાંમાં ના પડે. આ બાજુ કનુને વાંચવાની ભૂખ વધતી જ ગઈઅને "સાત પગલાં આકાશમાં" કુન્દનિકા કાપડીયા નવલકથા એ સ્ત્રી પુરુષની સમાનતા ની વાત. એકબીજાને કામમાં મદદરૂપ થવાની પ્રેરણા મળી. બસ ત્યારેથી કનુ પોતાની પત્ની કાન્તાને કામમાં મદદ કરે. પણ કનુના મોટાભાઈ માનુને ના ગમે.

"જોને થોડુક ભણ્યા તોય પોતાની જાતને શુ સમજી બેઠા છે ? આખો દિ વહુ ઘેલો વહુનુ કામ કરતો હોય છે !

પણ બન્યુ એવુ કે કાન્તા રસોડામાં રોટલા ઘડતી હતી પણ લાકડાં ( બણતર) ખૂટયાં 'રોટલો ઘડતાં ઘડતાં કયાં ઉભી થાઉ ?તમે બણતર લાવી દોને !'કાન્તાએ કનુને કીધુ.

પણ કનુ પણ મુઝાણો કારણ કે ઓશરીમાં મોટાભાઈ માનુ અને પાડોશમાંથી વડીલ પણ બેઠા હતા. પણ સ્ત્રી પુરુષ સમાનતાની વાતો વાંચેલી હતી અને પાછા નવા નવા લગન થયેલ. ના પાડે તો દુખ. અને બણતર લેવા જાય તો દુખ કારણ કે ઓશરીમાં બેઠેલા ભાઈ અને વડીલ તરત ના સંભળાવવાનુ સંભળાવે.

કાન્તાએ ફરી કીધુ કે "હે અલા લાવી દોને આવુ શુ કરો છો મારા હાથમાં રોટલો છે."

શુ કરવુ ? પણ કનુ મન મકકમ કરીને વાસમાં ગોઠવેલાં ઈંધણાંમાંથી બણતર લાવીને રસોડામાં જેવાં કાન્તાને આપ્યાં કે તરત માનુ બોલ્યો, "વાહ બાયા વાહ હવે તો કેટલુ સુખ બાયડીઓને બાયલા બણતર લાવીને આપે પછી તો જોરજોરથી

હસવાનુ ઠેકડી ઉડાવવાનુ ચાલુ. વાહ અમારે હિરો પાકયો બાયડીને બણતર લાવી આપે. શરમ જેવુ કંઈ શે કે નહિ !અમે બેઠાં છીયે તો શરમના આવી ?.લાજ વગરનો વહુઘેલો તારે જ નવીની વહુ છે ! બીજાને કયાં છે ?અમે તો કયારેય પાણીનો કળશો (લોટો) ભરી નથી આપ્યો !"

કનુને ના કહેવાનુ સંભળાવ્યુ કનુ પોતે વિચારે ચડી ગયો કે શુ પોતાની પત્નીને મદદ કરવી, કામમાં મદદરૂપ થવુ તે પુરુષોને હક નથી. બસ સ્ત્રી એક ઘરનુ કામ કરવાવાળી મશીન છે સ્ત્રી બધાંના કામ કરી શકે પણ પુરુષો સ્ત્રીને કામમાં મદદના કરી શકે ! કેમ પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીને કયાં સુધી અન્યાય કરીશુ. શુ બણતર લાવી આપી ને પુરુષે કોઈ ઉપકાર કરયો છે ?ના તેને માત્ર ફરજ અદા કરી છે.

બસ આવાં તો કેટલાય સમાજમાં કનુના ભાઈ માનુ ઓ છે. પોતાનો વટ પાડવા માટે ફાંકા ફોજદાર બનીને સ્ત્રીઓને માન સન્માન આપવાને બદલે સ્ત્રીને ગુલામ સમજીને પોતાનુ હિત સ્થાપિત કરતા પુરુષવાદી માનુ જેવાં ઘણાંય છે આપણી આસપાસ. આવા માનુને ભગવાને તેમને સ્ત્રી પ્રતિ લાગણી સ્નેહ..સંવેદનશીલ સંવેદનશીલતા સંવેદનાસભર બનાવે તેવી પ્રભુને પ્રાર્થના.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational