માખી
માખી
વાત વાસ્તવિકતાની છે...આપણે વાતે વાતે કહીએ છીયે ..કે ગળપણ હોય ત્યાં ગમે ત્યાંથી માખીઓ આવી જાય..ખરુ ને..! આપણે બીજાની ખામીઓ બેશુમાર શોધી લઈએ છીએ પણ માણસ પોતાની ખામીઓ હજુ શોધી શકયો નથી. નહિતર માખીઓને દોષ દેવાનું ટાળી શકયો હોત.. આપણે પણ ગળપણ ( સુખ સુવિધાઓ માન સન્માન આર્થિક સહયોગ મળી રહેવાની સંભાવના હોય આપણને ફાયદાઓ થતાં) હોય ત્યાં દોડીને પહોંચી જતાં હોય છીએ. તેનાથી વિપરીત આપણ ને કોઈ ફાયદો કે જશ ના મળે ત્યાં આપણે જઈએ છીએ ? ના..તો માખીને દોષ શા માટે..?
